Not Set/ ભારતીય કેપ્ટન કોહલી ઈજાના કારણે કાઉન્ટી ક્રિકેટમાંથી થઇ શકે છે બહાર

મુંબઈ, ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી આગામી મહિને ઈંગ્લેંડમાં રમાનારી કાઉન્ટી ક્રિકેટમાંથી બહાર થઇ શકે છે. કોહલી હાલમાં સ્લિપ ડિસ્કની સમસ્યાથી પરેશાન થઇ રહ્યો છે ત્યારે ડોક્ટરોઓએ પણ આરામ કરવાની તેમજ સાથે સાથે ડોક્ટરોએ ભારતીય કેપ્ટનને કાઉન્ટી ક્રિકેટમાં નહીં રમવા માટે પણ સલાહ આપી છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, છેલ્લા ૧૨ મહિનાથી સતત ક્રિકેટ […]

Sports
VIRAT KOHLI ભારતીય કેપ્ટન કોહલી ઈજાના કારણે કાઉન્ટી ક્રિકેટમાંથી થઇ શકે છે બહાર

મુંબઈ,

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી આગામી મહિને ઈંગ્લેંડમાં રમાનારી કાઉન્ટી ક્રિકેટમાંથી બહાર થઇ શકે છે. કોહલી હાલમાં સ્લિપ ડિસ્કની સમસ્યાથી પરેશાન થઇ રહ્યો છે ત્યારે ડોક્ટરોઓએ પણ આરામ કરવાની તેમજ સાથે સાથે ડોક્ટરોએ ભારતીય કેપ્ટનને કાઉન્ટી ક્રિકેટમાં નહીં રમવા માટે પણ સલાહ આપી છે.

સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, છેલ્લા ૧૨ મહિનાથી સતત ક્રિકેટ રમી રહેલા ભારતીય કેપ્ટન કોહલીએ બુધવારે સ્લિપ ડિસ્કને લઇ ડોક્ટરોની સલાહ માટે ખારની હોસ્પિટલમાં ગયા હતા. હોસ્પિટલમાં તેઓએ ચેક અપ પણ કરાવ્યું હતું.

મુંબઈના એક અખબારના જણાવ્યા અનુસાર, હોસ્પિટલ દ્વારા આપવામાં આવેલા રિપોર્ટમાં કોહલીને સ્પાઈનલ નર્વ્સમાં નુકશાન બતાવવામાં આવ્યું છે. બીજી બાજુ ડોક્ટરો દ્વારા ઓપરેશન કરવા માટે ઇન્કાર કર્યો છે.

રિપોર્ટમાં જણાવ્યા મુજબ, વિરાટને ડોક્ટર સાથેની મુલાકાત બાદ કાઉન્ટી ક્લબ સરેને ક્રિકેટ નહીં રમવા અંગે માહિતગાર કર્યા છે. પરંતુ અત્યારસુધી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા કોઈ નિવેદન હજી બહાર આવ્યું નથી.

દુનિયાના સૌથી ફિટ ક્રિકેટર ગણાતા કોહલી છેલ્લા એક વર્ષથી સતત આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને બાદમાં IPLની ૧૧મી સિઝનમાં પણ વ્યસ્ત રહ્યો હતો. છેલ્લા ૧ વર્ષમાં તેઓ માત્ર દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમિયાન માત્ર એક મેચમાં આરામ કર્યો હતો, જેથી હવે તપાસ બાદ ડોક્ટરોએ પણ કોહલીને આરામ આપવાની સલાહ આપી છે.

મહત્વનું છે કે, વિરાટ કોહલીએ જૂનમાં રમાનારી અફગાનિસ્તાન સામેની ટેસ્ટ મેચના બદલે કાઉન્ટી ક્રિકેટમાં રમવા પર ભાર મુક્યો હતો કારણ કે ભારતીય ટીમ આગામી મહિનાઓમાં મહત્વપૂર્ણ ગણાતા ઈંગ્લેંડના વિદેશ પ્રવાસે જવાની છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલાના ઈંગ્લેંડના વિદેશ પ્રવાસ દરમિયાન કોહલીએ પાંચ ટેસ્ટ મેચની ૧૦ ઇનિંગ્સમાં માત્ર ૧૩.૪૦ના એવરેજથી ૧૩૪ રન જ કર્યા હતા અને તેનો બેસ્ટ સ્કોર ૩૯ રન જ રહ્યો હતો.

છેલ્લા એક વર્ષમાં ભારતીય કેપ્ટન કોહલીએ રમેલી આંતરરાષ્ટ્રીય મેચ :

વર્ષ ૨૦૧૭ના જૂન મહિનાથી મે, ૨૦૧૮ સુધીમાં ભારતીય ટીમે કુલ ૫૯ આંતરરાષ્ટ્રીય મેચ રમી છે અને આ મેચોમાં વિરાટ કોહલી ૪૭ મેચોમાં શામેલ રહ્યો હતો.

છેલ્લા ૧૨ મહિનામાં કોહલીએ ૯ ટેસ્ટ, ૨૯ વન-ડે અને ૯ ટી-૨૦ મેચ રમી છે.