Not Set/ એશિયન ગેમ્સમાં Indian શટલર પી.વી. સિંધુએ રચ્યો ઈતિહાસ

Indian સ્ટાર મહિલા શટલર પી.વી. સિંધુએ સોમવારે એશિયન રમતોત્સવ 2018માં મહિલા બેડમિન્ટન સિંગલ્સની ફાઇનલમાં પહોંચીને એક નવો ઈતિહાસ રચી દીધો છે. તે એશિયાઇ રમતોના ઈતિહાસમાં બેડમિન્ટન મહિલા ફાઇનલ્સમાં પહોંચનાર પ્રથમ ભારતીય બની છે. ઓલિમ્પિક મેડલિસ્ટે સોમવારે સેમિફાઇનલમાં વિશ્વની બીજા નંબરની ટોપની ખેલાડી જાપાનની અકાને યામાગુચીને રસાકસીભરી મેચમાં 21-17, 15-21, 21-10થી માત આપી હતી. હવે ફાઈનલમાં […]

Top Stories Trending Sports
P. V. Sindhu એશિયન ગેમ્સમાં Indian શટલર પી.વી. સિંધુએ રચ્યો ઈતિહાસ

Indian સ્ટાર મહિલા શટલર પી.વી. સિંધુએ સોમવારે એશિયન રમતોત્સવ 2018માં મહિલા બેડમિન્ટન સિંગલ્સની ફાઇનલમાં પહોંચીને એક નવો ઈતિહાસ રચી દીધો છે. તે એશિયાઇ રમતોના ઈતિહાસમાં બેડમિન્ટન મહિલા ફાઇનલ્સમાં પહોંચનાર પ્રથમ ભારતીય બની છે.

ઓલિમ્પિક મેડલિસ્ટે સોમવારે સેમિફાઇનલમાં વિશ્વની બીજા નંબરની ટોપની ખેલાડી જાપાનની અકાને યામાગુચીને રસાકસીભરી મેચમાં 21-17, 15-21, 21-10થી માત આપી હતી.

હવે ફાઈનલમાં સિંધુની મેચ વિશ્વની નંબર વન-1 ખેલાડી એવી ચીની તાઇપેની તાઇ ઝૂ યિંગની સાથે થશે. જેણે દિવસની પ્રથમ સેમીફાઇનલમાં ભારતની સાઈના નેહવાલને સીધા સેટોમાં 21-17, 21-14થી હરાવી દીધી છે.

સિંધુને જીબીકે સ્ટેડિયમમાં વર્લ્ડ નંબર-2 યામાગુચીને માત આપવામાં ખૂબ જ મહેનત કરવી પડી હતી. ભારતીય મહિલા શટલરે 1 કલાક 6 મિનિટમાં યામાગુચીને હરાવી.

સાઈનાની સફરનો આવ્યો અંત 

આ પહેલા ભારતની સાઈના નેહવાલે સેમીફાઇનલમાં વિશ્વની નંબર-1 ચીની તાઇપેની તાઇ ઝૂ યિંગથી હાર સહન કરવી પડી હતી. જોકે, 18મા એશિયાઇ રમતોત્સવમાં સાઈનાએ બ્રૉન્ઝ મેડલ જીતવામાં સફળ રહી હતી.

સાઇના નેહવાલનો પડકાર સેમીફાઇનલ મુકાબલામાં 36 મિનિટમાં જ પૂર્ણ થઈ ગયો હતો. ભારતીય શટલર સાઈનાએ પ્રથમ રાઉન્ડમાં સારી એવી રમત દેખાડી હતી અને તાઇને સારી એવી ટક્કર પણ આપી હતી. પરંતુ તે મહત્વપૂર્ણ સમયે જ અંક ગુમાવી બેઠી હતી અને મેચના પ્રથમ સેટમાં 17-21થી પાછળ રહી ગઇ હતી.

આ પછી બીજા સેટના હાફ ટાઇમાં મેચ રોમાંચક થઇ, જ્યાં ભારતીય શટલર 10-11થી પાછળ રહી હતી. આ પછી અહિંયાથી તાઇએ સાઈનાને માત્ર ત્રણ અંક હાંસલ કરવા દીધા અને મુકાબલો 21-17થી પોતાના નામે કરી લીધો.