Not Set/ વાંચો, એક મહિલા ખેલાડીની “દર્દ એ દાસ્તાન”, કે જે એક સમયે હતી ફૂટબોલ પ્લેયર પરંતુ આજે વેંચી રહી છે ચા

જલપાઈગુડી, દેશભરમાં આર્થિક તંગીના કારણે વિકટ પરિસ્થિતિનો સામનો કરી રહેલા ખેલાડીઓના અનેક કિસ્સાઓ સામે આવી ચુક્યા છે, જ્યાં એક સમયે પોતાની રમતના ક્ષેત્રમાં અવ્વલ નંબરે આવતા હતા, પરંતુ આજે તેઓ પોતાનું ગુજરાન ચલાવવા માટે કઈક અલગ કરવા માટે મજબૂર છે. આ જ પ્રકારનો વધુ એક કિસ્સો જલપાઈગુડીમાંથી સામે આવ્યો છે, જ્યાં ૧૦ વર્ષ પહેલા ભારતીય […]

Trending Sports
football players વાંચો, એક મહિલા ખેલાડીની "દર્દ એ દાસ્તાન", કે જે એક સમયે હતી ફૂટબોલ પ્લેયર પરંતુ આજે વેંચી રહી છે ચા

જલપાઈગુડી,

દેશભરમાં આર્થિક તંગીના કારણે વિકટ પરિસ્થિતિનો સામનો કરી રહેલા ખેલાડીઓના અનેક કિસ્સાઓ સામે આવી ચુક્યા છે, જ્યાં એક સમયે પોતાની રમતના ક્ષેત્રમાં અવ્વલ નંબરે આવતા હતા, પરંતુ આજે તેઓ પોતાનું ગુજરાન ચલાવવા માટે કઈક અલગ કરવા માટે મજબૂર છે.

આ જ પ્રકારનો વધુ એક કિસ્સો જલપાઈગુડીમાંથી સામે આવ્યો છે, જ્યાં ૧૦ વર્ષ પહેલા ભારતીય ટીમ માટે ફૂટબોલ રમાનારી એક મહિલા ખેલાડી આજે પોતાની આર્થિક તંગીના કારણે રસ્તા પર ચા વેચવા માટે મજબૂર છે.

૨૬ વર્ષીય કલ્પના રોય નામની મહિલા ખેલાડીની વાત કરવામાં આવે તો, તેઓ અત્યારે પણ ૩૦ બાળકોને ૨ વાર પ્રશિક્ષણ આપે છે.

ન મળી કોઈ આર્થિક મદદ

કલ્પનાને વર્ષ ૨૦૧૩માં ભારતીય ફૂટબોલ સંઘ દ્વારા આયોજિત મહિલા લીગમાં પગમાં ઈજા થયા હતી. પોતાની ઈજા અંગે જણાવતા તેઓએ કહ્યું હતુકે, “મને આ ઇજામાંથી ઉભરવા માટે એક વર્ષનો સમય લાગ્યો હતો, પરંતુ આ સમયમાં કોઈએ આર્થિક મદદ કરી ન હતી. ત્યારથી જ હું પોતાના ગુજરાન માટે ચાની દુકાન ચલાવી રહું છું”.

કલ્પનાએ વધુમાં કહ્યું હતું કે, “સિનીયર ટીમમાં ટ્રાયલ આપવા માટે મને બોલાવવામાં આવી હતી, પરંતુ આર્થિક કારણોના લીધે હું જઈ શકી ન હતી”.

કલ્પના રોયના પરિવારની વાત કરવામાં આવે તો, તે પાંચ બહેનોમાં સૌથી નાની છે. પાંચ બહેનોમાંથી ચારના લગ્ન થઇ ચુક્યા છે. તેઓની માતાનું નિધન ચાર વર્ષ પહેલા જ થઇ ચુક્યું છે અને હવે પરિવાર કલ્પના જ ચલાવે છે.

કલ્પના રોયે વર્ષ ૨૦૦૮માં અન્ડર – ૧૯ ફૂટબોલ ટુર્નામેન્ટમાં ચાર આંતરરાષ્ટ્રીય મેચો રમી હતી, પરંતુ હવે તે પોતાનું આર્થિક ગુજરાન ચલાવવા માટે સવારે અને સાંજે ૩૦ છોકરાઓને કોચિંગ આપે છે.