Not Set/ #INDvWI : આજે ભારત અને વેસ્ટ ઇન્ડીઝ રમાશે પ્રથમ ટી-૨૦ મેચ, રેકોર્ડમાં આ ટીમ છે સૌથી આગળ

કલકત્તા, તિરુવંતપુરમ ખાતે રમાયેલી ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની અંતિમ મેચમાં મળેલા શાનદાર વિજય સાથે જ ભારતીય ટીમે પાંચ મેચની શ્રેણી ૩-૧થી જીતી લીધી છે. ત્યારબાદ હવે રવિવારથી ભારત અને કેરેબિયન ટીમ વચ્ચે ત્રણ ટી-૨૦ મેચની શ્રેણી શરુ થઇ રહી છે. ભારતીય સમય અનુસાર સાંજે ૭ વાગ્યે પ્રથમ ટી-૨૦ મેચ શરુ થશે. જો કે કલકત્તાના ઐતિહાસિક ઈડન […]

Top Stories Trending Sports
1541174642 India Windies #INDvWI : આજે ભારત અને વેસ્ટ ઇન્ડીઝ રમાશે પ્રથમ ટી-૨૦ મેચ, રેકોર્ડમાં આ ટીમ છે સૌથી આગળ

કલકત્તા,

તિરુવંતપુરમ ખાતે રમાયેલી ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની અંતિમ મેચમાં મળેલા શાનદાર વિજય સાથે જ ભારતીય ટીમે પાંચ મેચની શ્રેણી ૩-૧થી જીતી લીધી છે. ત્યારબાદ હવે રવિવારથી ભારત અને કેરેબિયન ટીમ વચ્ચે ત્રણ ટી-૨૦ મેચની શ્રેણી શરુ થઇ રહી છે.

ભારતીય સમય અનુસાર સાંજે ૭ વાગ્યે પ્રથમ ટી-૨૦ મેચ શરુ થશે.

જો કે કલકત્તાના ઐતિહાસિક ઈડન ગાર્ડન ખાતે રમાનારી પ્રથમ આંતરરાષ્ટ્રીય ટી-૨૦ મેચમાં ભારતીય ટીમના નિયમિત કેપ્ટન વિરાટ કોહલી તેમજ એમ એસ ધોની ગેરહાજર રહેશે, ત્યારે ટીમ ઇન્ડિયાની કમાન રોહિત શર્માના હાથમાં આપવામાં આવી છે.

ભારત v/s વેસ્ટ ઇન્ડીઝ હેડ ટુ હેડ 

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાયેલી ટી-૨૦ સિરીઝની વાત કરવામાં આવે તો, ભારતીય ટીમનો રેકોર્ડ ખૂબ જ ખરાબ રહ્યો છે.

બંને ટીમ વચ્ચે અત્યારસુધીમાં ૮ ટી-૨૦ મેચ રમાઈ ચૂકી છે, જેમાં ૫ મેચમાં ભારતનો પરાજય થયો છે જયારે એક મેચ કોઈ પરિણામ વગરની રહી હતી.

ભારત v/s વેસ્ટ ઇન્ડીઝ ટી-૨૦ શ્રેણીમો કાર્યક્રમ :

પ્રથમ ટી-૨૦ : ૦૪/૧૧/૨૦૧૮ (કલકત્તા)

બીજી ટી-૨૦ : ૦૬/૧૧/૨૦૧૮  (લખનઉ)

ત્રીજી ટી-૨૦ : ૧૧/૧૧/૨૦૧૮  (ચેન્નઈ)