Not Set/ #MeTooના ભવંડરમાં ફસાયા હવે BCCI આ અધિકારી, મહિલાએ લગાવ્યો આ આરોપ

નવી દિલ્હી, દેશભરમાં યૌન શોષણ વિરુધ શરુ થયેલા #MeTooના અભિયાને જાણે એક સુનામીનું સ્વરૂપ લીધું હોય, એ પ્રકારનું ચિત્ર સપાટી પર આવી રહ્યું છે. યૌન શોષણના મામલે બોલીવુડના અનેક કલાકારો, રાજકીય નેતાઓ, ક્રિકેટરો પર જાતીય સતામણીના આરોપો લાગી ચુક્યા છે, ત્યારે હવે આ મામલામાં ભારતીય ક્રિકેટ બોર્ડ BCCIના અધિકારીનું નામ હવે સામે આવ્યું છે. આ […]

Top Stories Trending Sports
630778 bcci rahul johri #MeTooના ભવંડરમાં ફસાયા હવે BCCI આ અધિકારી, મહિલાએ લગાવ્યો આ આરોપ

નવી દિલ્હી,

દેશભરમાં યૌન શોષણ વિરુધ શરુ થયેલા #MeTooના અભિયાને જાણે એક સુનામીનું સ્વરૂપ લીધું હોય, એ પ્રકારનું ચિત્ર સપાટી પર આવી રહ્યું છે.

યૌન શોષણના મામલે બોલીવુડના અનેક કલાકારો, રાજકીય નેતાઓ, ક્રિકેટરો પર જાતીય સતામણીના આરોપો લાગી ચુક્યા છે, ત્યારે હવે આ મામલામાં ભારતીય ક્રિકેટ બોર્ડ BCCIના અધિકારીનું નામ હવે સામે આવ્યું છે.

MeToo img 1 #MeTooના ભવંડરમાં ફસાયા હવે BCCI આ અધિકારી, મહિલાએ લગાવ્યો આ આરોપ
sports-#metoo-bcci-ceo-rahul-johri-accused-of-sexual-harassment

આ મુવમેન્ટમાં શામેલ થયેલા BCCIના અધિકારીનું નામ છે રાહુલ જોહરી, કે જેઓ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડમાં CEO (ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર) છે.

રાહુલ જોહરી પર એક મહિલા પત્રકાર દ્વારા અયોગ્ય વર્તન કરાયા હોવાના આરોપ લાગ્યા છે. જો કે આ મહિલા પત્રકારની ઓળખ ઉજાગર કરવામાં આવી નથી.

capture 101318123324 #MeTooના ભવંડરમાં ફસાયા હવે BCCI આ અધિકારી, મહિલાએ લગાવ્યો આ આરોપ

@PedestrianPoet નામના એક ટ્વિટર હેન્ડલનથી ઈ-મેલનો એક સ્ક્રિન શોટશેર કરતા મહિલા પત્રકાર દ્વારા BCCIના CEO પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે.

આ મહિલા પત્રકાર દ્વારા રાહુલ જોહરી પર આરોપ લગાવવામાં આવ્યો છે કે, “મારી રાહુલ જોહરી સાથે નોકરીના સિલસિલામાં મુલાકાત થઇ હતી. અને બંને એક કોફી શોપમાં મળ્યા હતા અને ત્યારથી જ તેઓ નોકરીના બદલામાં મારાથી કઈક ઈચ્છતા હતા.

#MeToo કેમ્પેઈનને લઇ મોદી સરકાર એક્શનમાં

મહત્વનું છે, કે, આ કેમ્પેઈન હેઠળ સતત સામે આવી રહેલી જાતીય સતામણીની ફરિયાદો અંગે મોદી સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

મોદી સરકારમાં મહિલા અને બાદ વિકાસ મંત્રી મેનકા ગાંધી હેઠળ સામે આવી રહેલી ફરિયાદોની તપાસ કરાવવા માટે એક કમિટી બનાવવાનો નિર્ણય કર્યો છે.

મેનકા ગાંધી દ્વારા કહેવામાં આવ્યું હતું કે, વરિષ્ઠ રિટાયર્ડ જસ્ટિસ તેમજ કાયદા સાથે જોડાયેલા લોકો આ કમિટીના સભ્યો હશે અને આ તમામ મામલાઓની તપાસ કરશે.