Not Set/ આજે પણ શમીને પ્યાર કરું છું, અલ્લાહને દુઆ કરીશ તે જલ્દી સ્વસ્થ થઇ જાય

કોલકત્તા, ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની પત્ની હસીન જહાંએ રોડ એક્સિડન્ટના ભોગ બનેલા તેના પતિને  મળવાની ઇરછા વ્યક્ત કરી છે. હસીને કહ્યું છે, કે તે શમીને મળવા માંગે છે. તમને જણાવી દઈએ કે મોહમ્મદ શમી દેહરાદૂનથી દિલ્લી જઈ રહ્યો હતો ત્યારે તેની કારનો  અકસ્માત થયો હતો અને માથાના ભાગે ગંભીર ઈજા પહોચી હતી. […]

Sports
shamiii આજે પણ શમીને પ્યાર કરું છું, અલ્લાહને દુઆ કરીશ તે જલ્દી સ્વસ્થ થઇ જાય

કોલકત્તા,

ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની પત્ની હસીન જહાંએ રોડ એક્સિડન્ટના ભોગ બનેલા તેના પતિને  મળવાની ઇરછા વ્યક્ત કરી છે.

હસીને કહ્યું છે, કે તે શમીને મળવા માંગે છે. તમને જણાવી દઈએ કે મોહમ્મદ શમી દેહરાદૂનથી દિલ્લી જઈ રહ્યો હતો ત્યારે તેની કારનો  અકસ્માત થયો હતો અને માથાના ભાગે ગંભીર ઈજા પહોચી હતી. શમીને માથા પર ૧૦ ટાંકા આવ્યા હતા. આ અકસ્માત ૨૪ માર્ચના રોજ ટ્રકની ટક્કર વાગવાને લીધે થયો હતો.

Image result for હસીન જહાં

હાલ મોહમ્મદ શમી મીડિયામાં તેની પત્નીએ તેના પર લગાવેલા આરોપના લીધે ચર્ચામાં છે. હસીને તેના પતિ પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા છે. કોલકત્તા પોલીસે હસીનની ફરિયાદ કર્યા બાદ ક્રિકેટર મોહમ્મદ શમી પર ઘરેલું હિંસા, મારવાની ધમકી, બળાત્કાર અને હત્યા કરવાના પ્રયાસના પર ફરિયાદ નોંધી છે. હસીને માત્ર શમી પર જ નહિ પરંતુ તેના ભાઈ પર પણ બળાત્કાર કરવાના પ્રયાસનો આરોપ લગાવ્યો છે.

Image result for હસીન જહાં

મોહમ્મદ શમીના અકસ્માત બાદ હસીનાએ પત્રકાર સાથે વાતચીત દરમ્યાન જણાવ્યું હતું કે, મારી લડાઈ શમીએ મારા સાથે જે કર્યું તેની વિરુદ્ધ છે. હું તેમને શારીરિક રીતે ઘાયલ થાય તેવું નથી ઇરછતી. તે ભલે મને પત્નીના રૂપમાં પ્રેમ નથી કરતા. હું આજે પણ તેમને પ્રેમ કરું છુ કેમકે તે મારા પતિ છે. જહાંએ કહ્યું કે, હું અલ્લાહને તેમને જલ્દી સજા કરી દે તેની દુઆ કરીશ. હું અને મારી દીકરી શમીને મળવા માટે આતુર છીએ પરંતુ અમારી બધી કોશિશ નાકામયાબ રહી.

હસીને કહ્યું કે, મેં મારા પતિને ઘણી બધી વાર ફોન કર્યા પરંતુ તેમને એક પણ વાર મારો ફોન રીસીવ નથી કર્યો. શમી તો ઠીક પણ તેના પરિવારના સભ્યો પણ મને શમી હાલ ક્યાં છે. તે નથી જણાવી રહ્યા હું લાચારી મેહસૂસ કરી રહું છુ.