Not Set/ Ind Vs NZ / રાહુલ-અય્યરની હાફ સેન્ચ્યુરીઓએ ભારતને અપાવી શાનદાર જીત

ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચેની પાંચ મેચોની ટી-20 સીરિઝમાં પ્રથમ મેચએ ઓકલેન્ડના ઇડન પાર્ક મેદાનમાં રમાઈ હતી. ભારતે કિવીઝના 204 રનના ટાર્ગેટને 19 ઓવરમાં જ પ્રાપ્ત કરીને શાનદાર વિજય મેળવી લીધો છે.ટોસ હારીને પ્રથમ બેટીંગ કરનાર ન્યૂઝિલેન્ડની ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 203 રન બનાવ્યા હતા. ભારતને જીત માટે ન્યૂઝિલેન્ડે 204 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.ભારતે […]

Top Stories Sports
aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaamahi 14 Ind Vs NZ / રાહુલ-અય્યરની હાફ સેન્ચ્યુરીઓએ ભારતને અપાવી શાનદાર જીત

ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચેની પાંચ મેચોની ટી-20 સીરિઝમાં પ્રથમ મેચએ ઓકલેન્ડના ઇડન પાર્ક મેદાનમાં રમાઈ હતી. ભારતે કિવીઝના 204 રનના ટાર્ગેટને 19 ઓવરમાં જ પ્રાપ્ત કરીને શાનદાર વિજય મેળવી લીધો છે.ટોસ હારીને પ્રથમ બેટીંગ કરનાર ન્યૂઝિલેન્ડની ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 203 રન બનાવ્યા હતા. ભારતને જીત માટે ન્યૂઝિલેન્ડે 204 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.ભારતે આ લક્ષ્યાંક 19 ઓવરમાં જ મેળવી લીધો હતો.

આ સાથે જ ભારતે સીરિઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. શ્રેયસ ઐયરને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. ભારત તરફથી લોકેશ રાહુલે 27 બોલમાં ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 56 રન બનાવ્યા હતા. કેપ્ટન કોહલી 32 બોલમાં 45 રન બનાવાવમાં સફળ રહ્યો હતો. પરંતુ મેચનો હીરો શ્રેયસ અય્યર હતો, જેણે 27 બોલમાં ત્રણ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી નોટ આઉટ 58 રન બનાવ્યા અને ભારતને વિજય અપાવ્યો. મનીષ પાંડે તેની સાથે 14 રને નોટ આઉટ રહ્યો.

આ પહેલા ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઓપનર કોલિન મુનરો (59) ની આગેવાનીવાળી કિવિ ટીમે તેમના ત્રણ બેટ્સમેનોની શાનદાર અડધી સદીના કારણે 20 ઓવરમાં પાંચ વિકેટે 203 રન બનાવ્યા હતા.

મુનરો ઉપરાંત માર્ટિન ગુપ્ટિલે 30 રનની ઝડપી ઇનિંગ્સ રમી હતી. ગુપ્ટિલ અને મુનરોએ પ્રથમ વિકેટ માટે 80 રન જોડ્યા. મુનરો અને ગુપ્ટિલ સિવાય કેપ્ટન કેન વિલિયમસન 51 અને રોસ ટેલરે અણનમ 54 રન બનાવ્યા હતા. ભારત તરફથી યુઝવેન્દ્ર ચહલ,જસપ્રીત બુમરાહ, શિવમ દુબે, શાર્દુલ ઠાકુર અને રવિન્દ્ર જાડેજાએ એક-એક સફળતા હાંસલ કરી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન