Not Set/ વર્લ્ડકપના એક દિવસ પહેલા જ સ્પેનના કોચની કરાઈ હકાલપટ્ટી, જાણો, શું છે કારણ

મેડ્રિડ, એક દિવસ બાદ એટલે કે, ગુરુવારથી રશિયાના મોસ્કોમાં ફુટબોલના મહાકુંભનો પ્રારંભ થઇ રહ્યો છે. આ વર્લ્ડકપમાં ફુટબોલની ટોચની ૩૨ ટીમોમાં કુલ ૭૩૬ ખેલાડીઓ ભાગ લઇ રહ્યા છે, ત્યારે આ ટીમોમાં ભાગ લઇ રહેલા દિગ્ગજ ખેલાડીઓ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી શકે છે. પરંતુ આ  વચ્ચે ૧૪ જૂનથી શરુ થઇ રહેલા આ મહાસંગ્રામ પહેલા સ્પેનની ફુટબોલ ટીમના કોચ […]

Trending Sports
julen lopetegui coaching spain friendly 1 વર્લ્ડકપના એક દિવસ પહેલા જ સ્પેનના કોચની કરાઈ હકાલપટ્ટી, જાણો, શું છે કારણ

મેડ્રિડ,

એક દિવસ બાદ એટલે કે, ગુરુવારથી રશિયાના મોસ્કોમાં ફુટબોલના મહાકુંભનો પ્રારંભ થઇ રહ્યો છે. આ વર્લ્ડકપમાં ફુટબોલની ટોચની ૩૨ ટીમોમાં કુલ ૭૩૬ ખેલાડીઓ ભાગ લઇ રહ્યા છે, ત્યારે આ ટીમોમાં ભાગ લઇ રહેલા દિગ્ગજ ખેલાડીઓ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી શકે છે.

પરંતુ આ  વચ્ચે ૧૪ જૂનથી શરુ થઇ રહેલા આ મહાસંગ્રામ પહેલા સ્પેનની ફુટબોલ ટીમના કોચ જુલેન લોપેટેગુઈને હટાવવામાં આવ્યા છે.  નોધનીય છે કે, આ વર્લ્ડકપમાં સ્પેન પોતાની પ્રથમ મેચ ૧૫ જૂનના રોજ પુર્તગાલ સામે રમશે.

સ્પેનના કોચ જુલેન લોપેટેગુઈને હટાવવાનું મુખ્ય કારણ ફૂટબોલ ક્લબ રિયલ મેડ્રિડ દ્વારા તેઓની કોચ પદે કરવામાં આવેલી નિયુક્તિને માનવામાં આવી રહ્યું છે, કારણ કે રિયલ મેડ્રિડ સાથે જુલેન લોપેટેગુઈ દ્વારા કરાયેલા કોચ પદના કરારની માહિતી સ્પેનના ફૂટબોલ મહાસંઘ પાસે ન હતી.

ફૂટબોલ ક્લબ રિયલ મેડ્રિડ દ્વારા મંગળવારે જ જુલેન લોપેટેગુઈની મુખ્ય કોચ પદે નિયુક્તિ કરવાની ઘોષણા કરી હતી. ફિફા વર્લ્ડકપ પછી તેઓ જિનેદિન જિદાનની જગ્યા લેવાના હતા. જો કે રિયલ મેડ્રિડની ઘોષણાના એક દિવસ બાદ જ સ્પેન ફૂટબોલ મહાસંઘ દ્વારા ૫૧ વર્ષીય લોપેટેગુઈની કોચ પદેથી હકાલપટ્ટી કરી છે.

સ્પેનના ફૂટબોલ એસોસિએશનના અધ્યક્ષ લુઈસ રૂબિએલેસ કહ્યું, “અમને આ કરાર અંગે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી ૫ મિનિટ પહેલા જ સૂચિત કર્યા હતા. આ કરાર અંગેની જાણકારી પહેલા મળી હોત તો સ્થિતિ કઈક અલગ હોઈ શકતી હતી, પરંતુ આ જાણકારી છુપાવવામાં આવી અને આ જ કારણે લોપેટેગુઈની કોચ પદેથી હકાલપટ્ટી કરાઈ છે”.

બીજી બાજુ રિયલ મેડ્રિડ દ્વારા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું, ” જુલેન લોપેટેગુઈની આગામી ત્રણ વર્ષ માટે ક્લબના કોચ પદે નિયુક્તિ કરાઈ રહી છે. તેઓ આ વર્લ્ડકપ પછી ટીમ સાથે જોડાશે”.

મહત્વનું છે કે, જુલેન લોપેટેગુઈનો સ્પેનના કોચના સ્વરૂપમાં કાર્યકાળ ૨૦૨૦ સુધી વધારવામાં આવ્યો હતો. આ પહેલા તેઓને ૨૦૧૬માં યૂરો કપમાં સ્પેનના ખરાબ પ્રદર્શન પછી વિન્સેટે ડેલ બાસ્કની જગ્યાએ કોચ બનાવવામાં આવ્યા હતા.