Not Set/ #PAKvNZ : યાસિર શાહે ૮૨ વર્ષ જૂનો રેકોર્ડ તોડી હાંસલ કર્યો એક માઈલસ્ટોન

અબુધાબી, અબુધાબીમાં રમાઈ રહેલી પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચમાં પાકિસ્તાનના લેગ સ્પિનર યાસિર શાહે એક વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ન્યુઝીલેન્ડ સામેની ત્રીજી ટેસ્ટના ચોથા દિવસે શાહે માત્ર ૩૩ ટેસ્ટમાં સૌથી ઝડપી ૨૦૦ વિકેટ લેવાનો એક માઈલસ્ટોન હાંસલ કર્યો છે. Pakistani spinner Yasir Shah becomes the fastest player to reach 200 Test wickets, breaks […]

Trending Sports
399436 1146715 Yasir Shah3 updates #PAKvNZ : યાસિર શાહે ૮૨ વર્ષ જૂનો રેકોર્ડ તોડી હાંસલ કર્યો એક માઈલસ્ટોન

અબુધાબી,

અબુધાબીમાં રમાઈ રહેલી પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચમાં પાકિસ્તાનના લેગ સ્પિનર યાસિર શાહે એક વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ન્યુઝીલેન્ડ સામેની ત્રીજી ટેસ્ટના ચોથા દિવસે શાહે માત્ર ૩૩ ટેસ્ટમાં સૌથી ઝડપી ૨૦૦ વિકેટ લેવાનો એક માઈલસ્ટોન હાંસલ કર્યો છે.

આ સાથે જ યાસિર શાહે ઓસ્ટ્રેલિયાના લેગ સ્પિનર ક્લેરી ગ્રીમટના ૩૬ ટેસ્ટ મેચમાં ૨૦૦ વિકેટ પ્રાપ્ત કરવાના રેકોર્ડને તોડી નાખ્યો છે.

ક્લેરી ગ્રીમટે ૮૨ વર્ષ પહેલા એટલે કે ૧૯૩૬માં સાઉથ આફ્રિકા સામે સૌથી ઝડપી ૨૦૦ વિકેટ લેવાનો રેકોર્ડ બનાવ્યો હતો.

ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી ૨૦૦ વિકેટ લેનાર ભારતીય બોલરોમાં આર. અશ્વિનનું નામ આવે છે. અશ્વિને ૩૭ ટેસ્ટમાં ૨૦૦ વિકેટ ઝડપી હતી. આ સાથે તે દુનિયાનો ત્રીજો અને ભારતનો પહેલો બોલર છે.

આ પહેલા યાસિર શાહે ટેસ્ટ ક્રિકેટમાં પોતાની ૧૦૦ વિકેટ માત્ર ૧૭ ટેસ્ટમાં પૂર્ણ કરી હતી. આ મામલે તે ઈંગ્લેંડના જોર્જ લહમન બાદ બીજા નંબરે છે. લહમને ૧૮૯૬માં માત્ર ૧૬ ટેસ્ટમાં જ ૧૦૦ વિકેટ પૂરી કરી હતી.