Not Set/ ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટને કરી ભવિષ્યવાણી, કહ્યું, “આ રેકોર્ડ સિવાય ક્રિકેટના તમામ રેકોર્ડ તોડી શકે છે કોહલી”

નવી દિલ્હી, ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ વન-ડે ક્રિકેટમાં સૌથી ઝડપી ૧૦,૦૦૦ રન ફટકારવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે અને સચિન તેંડુલકરને પાછળ છોડ્યા છે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અત્યારસુધીમાં તેઓ કુલ ૬૨ સદી ફટકારી ચુક્યા છે, ત્યારે હવે કોહલીના આ વિરાટ રેકોર્ડને લઈ ઘણા દિગ્ગજ ક્રિકેટરો દ્વારા તેઓની પ્રશંસા કરવામાં આવી છે. વિરાટ કોહલીની પ્રશંસા […]

Trending Sports
Virat Kohli and Steve Waugh Getty and PTI ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટને કરી ભવિષ્યવાણી, કહ્યું, "આ રેકોર્ડ સિવાય ક્રિકેટના તમામ રેકોર્ડ તોડી શકે છે કોહલી"

નવી દિલ્હી,

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ વન-ડે ક્રિકેટમાં સૌથી ઝડપી ૧૦,૦૦૦ રન ફટકારવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે અને સચિન તેંડુલકરને પાછળ છોડ્યા છે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અત્યારસુધીમાં તેઓ કુલ ૬૨ સદી ફટકારી ચુક્યા છે, ત્યારે હવે કોહલીના આ વિરાટ રેકોર્ડને લઈ ઘણા દિગ્ગજ ક્રિકેટરો દ્વારા તેઓની પ્રશંસા કરવામાં આવી છે.

વિરાટ કોહલીની પ્રશંસા કરતા ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ વો પણ મુરિદ બન્યા છે. સ્ટીવ વોનું માનવું છે કે, કોહલી ક્રિકેટના એક રેકોર્ડ સિવાય તમામ રેકોર્ડ પોતાના નામે કરી શકે છે”.

655902 virat kohli steve waugh ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટને કરી ભવિષ્યવાણી, કહ્યું, "આ રેકોર્ડ સિવાય ક્રિકેટના તમામ રેકોર્ડ તોડી શકે છે કોહલી"
sports-steve-waugh-virat-kohli-break-all-batting-records-besides-bradman-average

તેઓએ જણાવ્યું હતું કે, “વિરાટ કોહલી ક્રિકેટના સર્વકાલીન મહાન ક્રિકેટર સર ડોન બ્રેડમેનના ટેસ્ટ ક્રિકેટમાં ૯૯.૯૯ના એવરેજના રેકોર્ડ સિવાય તમામ રેકોર્ડ તોડી શકે છે”.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયા સાથેની ખાસ વાતચીતમાં પૂર્વ કાંગારું કેપ્ટને કહ્યું હતું કે, “વિરાટમાં ક્રિકેટની રમતને લઇ ગજબનું જનૂન અને રન બનાવવાની ભૂખ છે. તેઓની ફિટનેસ, સતત સારું પ્રદર્શન કરવાની ઈચ્છા અને ક્રિકેટ રમવાની ઈચ્છાશક્તિ ગજબની છે.

Steve Waugh praises Virat Kohli ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટને કરી ભવિષ્યવાણી, કહ્યું, "આ રેકોર્ડ સિવાય ક્રિકેટના તમામ રેકોર્ડ તોડી શકે છે કોહલી"
sports-steve-waugh-virat-kohli-break-all-batting-records-besides-bradman-average

મને લાગે છે કે, “વિરાટ ગંભીર રૂપથી ઘાયલ થતા નથી તો, તેઓ સર ડોન બ્રેડમેનના ટેસ્ટ એવરેજના રેકોર્ડને છોડીને તમામ રેકોર્ડ પોતાના નામે કરી શકે છે”.

અત્રે ઉલ્લેખનીય છે કે, ડોન બ્રેડમેન પોતાના ટેસ્ટ કેરિયરની અંતિમ ઇનિંગ્સમાં ૦ રન પર આઉટ થયા હતા અને અ કારણે ટેસ્ટ ક્રિકેટમાં તેઓ ૧૦૦નું એવરેજ હાંસલ કરી શક્યા ન હતા.