Not Set/ ટીમ ઇન્ડીયાના ગબ્બરે મેદાન પર કબડ્ડી સ્ટાઈલમાં સેલેબ્રેશન કરવા અંગે કર્યો ખુલાસો, જુઓ

નવી દિલ્હી, ભારતીય ટીમના સ્ફોટક ઓપનર બેટ્સમેન શિખર ધવને મેદાનમાં પોતાના કબડ્ડી સ્ટાઈલમાં ખુશી મનાવવા અંગે એક રાજ ખોલ્યું છે. જયારે પણ ટીમ ઈન્ડિયાનો ગબ્બર મેદાન પર હોય છે ત્યારે અચૂક કેચ પકડ્યા બાદ પોતાની મૂછ પર દાવ દેતા ખુશી મનાવતો જોઈ શકાય છે. ગબ્બરની ખુશીની આ સ્ટાઈલ “ટ્રેડમાર્ક સ્ટાઈલ” બની ગયું છે અને ક્રિકેટ […]

Sports
dhawan ટીમ ઇન્ડીયાના ગબ્બરે મેદાન પર કબડ્ડી સ્ટાઈલમાં સેલેબ્રેશન કરવા અંગે કર્યો ખુલાસો, જુઓ

નવી દિલ્હી,

ભારતીય ટીમના સ્ફોટક ઓપનર બેટ્સમેન શિખર ધવને મેદાનમાં પોતાના કબડ્ડી સ્ટાઈલમાં ખુશી મનાવવા અંગે એક રાજ ખોલ્યું છે. જયારે પણ ટીમ ઈન્ડિયાનો ગબ્બર મેદાન પર હોય છે ત્યારે અચૂક કેચ પકડ્યા બાદ પોતાની મૂછ પર દાવ દેતા ખુશી મનાવતો જોઈ શકાય છે.

shikhar ટીમ ઇન્ડીયાના ગબ્બરે મેદાન પર કબડ્ડી સ્ટાઈલમાં સેલેબ્રેશન કરવા અંગે કર્યો ખુલાસો, જુઓ

ગબ્બરની ખુશીની આ સ્ટાઈલ “ટ્રેડમાર્ક સ્ટાઈલ” બની ગયું છે અને ક્રિકેટ પ્રશંસકોમાં તે ખૂબ લોકપ્રિય બન્યું છે, ત્યારે હવે એક ચેટ શો “બ્રેકફાસ્ટ વિદ ચેમ્પિયન”માં શિખર ધવને એક ખાસ અંદાજમાં આ રાજ અંગે જણાવ્યું છે.

શિખર ધવનને પસંદ છે કબડ્ડી

sheker dhawan ટીમ ઇન્ડીયાના ગબ્બરે મેદાન પર કબડ્ડી સ્ટાઈલમાં સેલેબ્રેશન કરવા અંગે કર્યો ખુલાસો, જુઓ

આ ચેટ શો દરમિયાન ગબ્બરે જણાવ્યું, “હું એ ઓસ્ટ્રેલિયામાં પહેલીવાર કબડ્ડી સ્ટાઈલમાં ખુશી મનાવવાની શરૂઆત કરી હતી. જયારે ઓસ્ટ્રેલિયાના વિદેશ પ્રવાસ દરમિયાન ટેસ્ટ સિરીઝમાં મે શેન વોટસનનો કેચ પકડ્યો હતો”.

ધવને જણાવ્યું, “હું કબડ્ડી જોવાનું પસંદ કરું છું અને આ મારા માટે ખુબ જ મનોરંજક છે. હું આ સ્ટાઈલને મારા દિલથી કરું છું અને આ જ કારણ છે કે, લોકો મને પસંદ કરે છે જયારે હું બાઉન્ડ્રી લાઈનની નજીક ઉભો હોવ છું.

પૂર્વ ક્રિકેટર વિજય દહિયાએ આપ્યું હતું “ગબ્બર” નામ

પોતાના ગબ્બર નામ અંગે પણ ખુલાસો કરતા ધવને જણાવ્યું, “કોઈ પણ મને શિખર કહેતું નથી, બધા જ મને “ગબ્બર” કહેતા હોય છે. મને આ ગબ્બર નામ એક રણજી મેચ દરમિયાન પૂર્વ ક્રિકેટર વિજય દહિયાએ આપ્યું હતું.