Not Set/ આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટમાં હવે ટોસ ઈતિહાસ બની જશે ! વાંચો આ અહેવાલ.

મુંબઈ, ટેસ્ટ ક્રિકેટના ૧૪૧ વર્ષના ઈતિહાસમાં મેચનો પ્રારંભ હંમેશા ટોસ ઉછાળવાથી કરવામાં આવે છે અને તેમાં ભાગ્યના બળે વિજેતા બનનારા કેપ્ટનને પહેલા બેટિંગ કે બોલિંગ પસંદ કરવાનો અધિકાર મળે છે. જો કે છેલ્લા કેટલાક સમયથી હોમગ્રાઉન્ડના ફાયદાના નામે જે પ્રકારે યજમાનોને અનુકુળ ગ્રાઉન્ડની વિકેટ તૈયાર કરવાનો ભયાનક ટ્રેન્ડ શરૃ થયો છે, તેનાથી આઇસીસી ચિંતિત છે. […]

Sports
64 આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટમાં હવે ટોસ ઈતિહાસ બની જશે ! વાંચો આ અહેવાલ.

મુંબઈ,

ટેસ્ટ ક્રિકેટના ૧૪૧ વર્ષના ઈતિહાસમાં મેચનો પ્રારંભ હંમેશા ટોસ ઉછાળવાથી કરવામાં આવે છે અને તેમાં ભાગ્યના બળે વિજેતા બનનારા કેપ્ટનને પહેલા બેટિંગ કે બોલિંગ પસંદ કરવાનો અધિકાર મળે છે. જો કે છેલ્લા કેટલાક સમયથી હોમગ્રાઉન્ડના ફાયદાના નામે જે પ્રકારે યજમાનોને અનુકુળ ગ્રાઉન્ડની વિકેટ તૈયાર કરવાનો ભયાનક ટ્રેન્ડ શરૃ થયો છે, તેનાથી આઇસીસી ચિંતિત છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી મોટાભાગની ટીમો ઘરઆંગણે અજેય જેવી બની ગઈ છે, ત્યારે આઇસીસીએ ટેસ્ટ ક્રિકેટમાંથી ટોસ ઉછાળવાની પરંપરા જ બંધ કરી દેવાની વિચારણા શરૃ કરી છે. તેના સ્થાને પ્રવાસી ટીમના કેપ્ટન જ નક્કી કરશે કે તેઓ પહેલા બેટીંગ કરશે કે બોલિંગ.

cricket આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટમાં હવે ટોસ ઈતિહાસ બની જશે ! વાંચો આ અહેવાલ.

ત્યારે માનવામાં આવી રહ્યું છે કે, આવતા વર્ષથી શરૃ થનારી ઈંગ્લેંડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ટોસ જોવા ન પણ મળે. મુંબઈમાં આઇસીસીની ક્રિકેટ કમિટિની મિટિંગ તારીખ ૨૮મી અને ૨૯મી મે ના રોજ યોજવાની છે ત્યારે આ અંગે ચર્ચા થઇ શકે છે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલ (ICC) આગામી વર્ષથી ટેસ્ટ ક્રિકેટ ચેમ્પિયનશીપનો પ્રારંભ કરવા જઈ રહી છે ત્યારે તેઓ ચેમ્પિયનશીપથી જ તેઓ ટોસને આઉટ કરવાનું વિચારી રહ્યા છે. પરંતુ આ પ્રયોગ હાલના તબક્કે તો પ્રાથમિક વિચાર છે. આ અંગે આઇસીસી તેના સભ્ય દેશો, ક્રિકેટના અન્ય જાણકાર ખેલાડીઓ અને વિવેચકોના સલાહ-સૂચન મેળવી રહ્યું છે.

ICC logo આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટમાં હવે ટોસ ઈતિહાસ બની જશે ! વાંચો આ અહેવાલ.

આઇસીસીની નવી ટેસ્ટ ચેમ્પિયનશીપ વર્ષ ૨૦૧૯માં ઓસ્ટ્રેલિયાના ઈંગ્લેન્ડના એશિઝ પ્રવાસથી શરૃ થશે. આ ટેસ્ટ ચેમ્પિયનશીપ અંતર્ગત ટોચના દેશોની લીગ રમાશે, જેઓ એકબીજાનો પ્રવાસ ખેડશે અને તેમને શ્રેણી જીતવા બદલ પોઈન્ટ્સ મળશે. તમામ સિરિઝ પુરી થઈ જાય તે પછી પોઈન્ટને આધારે ટેસ્ટ ચેમ્પિયન જાહેર થશે.

ચાલુ મહિનાના અંત ભાગમાં મુંબઈમાં આઇસીસીની મિટિંગ યોજવાની છે. આ પહેલા ICC દ્વારા આ મામલા સાથે સંકળાયેલા તજજ્ઞોને જરૂરી માહિતી પહોચાડી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, છેલ્લા કેટલાક સમયથી ટેસ્ટ મેચો માટે પીચ તૈયાર કરવામાં ઘરઆંગણાની ટીમોની ખુબ જ દખલ હોવા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ કમિટિમાં એક થી વધુ સભ્યો એવું માને છે કે, હાલની સ્થિતિમાં તો પ્રવાસી ટીમના કેપ્ટનને જ બેટિંગ કે બોલિંગનો વિકલ્પ સોંપી દેવો જોઈએ. જો કે અન્યએ આ અંગે હજુ કોઈ વિગતો આપી નથી, જેના કારણે આ મામલો ચર્ચા માટે મુકાશે.

ક્રિકેટના દિગ્ગજો પણ ટોસને દૂર કરવાની માંગ કરી ચૂક્યા છે

આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટમાં યજમાન ટીમોને પીચનો અને પરિસ્થિતિનો ફાયદો ઉઠાવવા ન મળે તે માટે પ્રવાસી ટીમના કેપ્ટનને જ બેટિંગ કે બોલિંગ પસંદ કરવાનો વિકલ્પ આપવો જોઈએ. આ અંગેનો વિચાર ક્રિકેટ જગતના દિગ્ગજો પણ વ્યક્ત કરી ચૂક્યા છે. જેમાં ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ક્રિકેટર અને પૂર્વ કોચ ડેરૈન લેહમેન, ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવ વૉ, રિકી પોન્ટીંગ તેમજ વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ બોલર માઈકલ હોલ્ડિંગનો સમાવેશ થાય છે.

Darren Lehmann આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટમાં હવે ટોસ ઈતિહાસ બની જશે ! વાંચો આ અહેવાલ.

યજમાન બોર્ડ એવી વિકેટ બનાવે કે જે બંને ટીમોને માટે મદદગાર હોય : લેહમેન

લેહમેને ૨૦૧૬માં તેમના પુસ્તક “કોચ”માં લખ્યું હતું કે, “જો આંતરરાષ્ટ્રીય સ્તરની વિકેટની ક્વોલિટી સુધારવી હોય તો ટોસની બાદબાકી કરવામાં આવે અને તેના બદલે પ્રવાસી ટીમના કેપ્ટનને બેટિંગ કે બોલિંગ પસંદ કરવાની જવાબદારી આપવામાં આવે. ટેસ્ટ મેચનું પરિણામ ટોસને આધિન ન રહેવું જોઈએ. આ સ્થિતિમાં યજમાન બોર્ડ એવી પીચ બનાવવા માટે મજબુર થશે કે જે બંને ટીમોને માટે મદદગાર હોય”.

ICC દ્વારા આ નિર્ણય લેવાશે તો હું તેને આવકારીશ : સ્ટીવ વો

Steven આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટમાં હવે ટોસ ઈતિહાસ બની જશે ! વાંચો આ અહેવાલ.

આ ઉપરાંત સ્ટીવ વોએ સેન રેડિયો સાથેની મુલાકાતમાં ૨૦૧૫માં જણાવ્યું હતુ કે, “આખરે મને લાગે છે કે વિદેશ પ્રવાસમાં આપણે ટોસ પર આધારિત રહેવું પડે છે. જો ક્રિકેટના સત્તાધીશો આ અંગે કાર્યવાહી કરે તો હું તેને આવકારીશ”.

ટેસ્ટ ચેમ્પિયનશીપ : ૩ વર્ષ, ૯ ટીમો, ૨૭ દ્વિપક્ષિય સિરિઝ

આગામી વર્ષે ઈંગ્લેન્ડની ભૂમિ પર આઇસીસી વર્લ્ડ કપ રમાશે. ત્યારબાદ આઇસીસી ટેસ્ટ ચેમ્પિયનશીપ શરૃ થશે, જેનો અંત તારીખ ૧૦મી ૧૪ જુન, ૨૦૨૧ દરમિયાન રમાનારી ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલની સાથે આવશે. કુલ ત્રણ વર્ષના ગાળામાં ૯ ટીમો વચ્ચે ૨૭ દ્વિપક્ષિય ટેસ્ટ સિરિઝ રમાશે અને ત્યાર બાદ એક વિજેતા નક્કી થશે.

આ પહેલા કાઉન્ટીમાં ટોસ અંગેનો વૈકલ્પિક પ્રયોગ રહ્યો સફળ

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલ ટેસ્ટ ક્રિકેટમાંથી ટોસની બાદબાકી કરવાનું વિચારી રહી છે, તેની પાછળ કેટલાક મજબુત કારણો પણ છે. તેઓએ ટોસ અંગે વૈકલ્પિક પ્રયોગ ઈંગ્લેન્ડના કાઉન્ટી ક્રિકેટમાં કર્યો છે અને તે મહદ્ અંશે સફળ પણ રહ્યો છે.

વર્ષ ૨૦૧૬ની ઈંગ્લિશ કાઉન્ટી ચેમ્પિયનશીપમાં ટોસને વૈકલ્પિક બનાવી દેવામાં આવ્યો હતો. આ સમયે અમલી બનાવવામાં આવેલા નવા નિયમ અનુસાર પ્રવાસી ટીમના કેપ્ટનને પહેલા બોલિંગ પસંદ કરવી કે નહિ તેનો વિકલ્પ આપવામાં આવ્યો હતો. જો પ્રવાસી ટીમ પહેલા બોલિંગ માટે તૈયાર થઈ જાય તો ટોસ ઉછાળવામાં આવતો નહતો, પણ જો તેઓ પહેલા બોલિંગ માટે તૈયાર ન થાય તો ટોસ ઉછાળીને નિર્ણય લેવાતો.

ઈંગ્લેન્ડના ક્રિકેટ બોર્ડના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, “આ નવા નિયમના અમલ બાદ કાઉન્ટીની ૮૫ ટકા મેચો ચોથા દિવસે પુરી થઈ હતી. જે અગાઉના વર્ષે માત્ર ૭૪ ટકા મેચો જ ચોથા દિવસ સુધી પહોંચી શકી હતી. કાઉન્ટીના છેલ્લા સાત વર્ષના ઈતિહાસમાં ૨૦૧૬ની સિઝનમાં સૌથી વધુ મેચો ચોથા દિવસ સુધી ખેંચાઈ હતી.