Not Set/ VIDEO : ટીમ ઇન્ડીયાના કોચ સામે જ નવા ખેલાડીઓનું કરાયું રેગિંગ, જુઓ, આ વીડિયો

નવી દિલ્હી, ભારતીય ટીમે પોતાના ઈંગ્લેંડના કપરા પ્રવાસની શરૂઆત વિજય સાથે કરી છે. માન્ચેસ્ટરમાં રમાયેલી પ્રથમ ૨૦ મેચમાં ભારતે યજમાન ઈંગ્લેંડની ટીમને ૮ વિકેટે હરાવી શાનદાર વિજય મેળવ્યો હતો. જયારે હવે ભારતીય ટીમ ૬ જુલાઈના રોજ બીજી ટી-૨૦ મેચ કાર્ડિફમાં રમાવાની છે. આ પહેલા સોશિયલ મીડિયામાં એક વીડિયો સામે આવ્યો છે, તેણે લઇ અનેક ચર્ચાઓ સામે આવી […]

Trending Sports Videos
deepak chahar and krunal pandya VIDEO : ટીમ ઇન્ડીયાના કોચ સામે જ નવા ખેલાડીઓનું કરાયું રેગિંગ, જુઓ, આ વીડિયો

નવી દિલ્હી,

ભારતીય ટીમે પોતાના ઈંગ્લેંડના કપરા પ્રવાસની શરૂઆત વિજય સાથે કરી છે. માન્ચેસ્ટરમાં રમાયેલી પ્રથમ ૨૦ મેચમાં ભારતે યજમાન ઈંગ્લેંડની ટીમને ૮ વિકેટે હરાવી શાનદાર વિજય મેળવ્યો હતો. જયારે હવે ભારતીય ટીમ ૬ જુલાઈના રોજ બીજી ટી-૨૦ મેચ કાર્ડિફમાં રમાવાની છે.

આ પહેલા સોશિયલ મીડિયામાં એક વીડિયો સામે આવ્યો છે, તેણે લઇ અનેક ચર્ચાઓ સામે આવી છે. સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા આ વીડિયોમાં ટીમ ઇન્ડીયાના મુખ્ય કોચ રવિ શાસ્ત્રી સામે ટીમમાં સમાવેશ કરવામાં આવેલા ખેલાડીઓનું રેગિગ કરવામાં આવી રહ્યું હોય તે જોવા મળી રહ્યું છે.

સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા આ વિડીયોમાં તમે જી શકો છો કે,

મુખ્ય કોચ રવિ શાસ્ત્રી સામે જ સૌથી પહેલા દીપક ચાહર સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા આ વિડીયોમાં ચાહરને કુશી પર ઉભા કરીને પુછવામાં આવ્યું કે, તમે ક્યાંથી છો અને કેવું લાગી રહ્યું છે ?.

આ સવાલનો સીધો જ જવાબ આપતા ચહરે જણાવ્યું, “મારું નામ દીપક ચાહર છે અને હું આગ્રાથી છું. પણ રાજસ્થાનથી રમી રહ્યો છું. તમામનું સપનું હોય છે કે હિન્દુસ્તાનને રિપ્રેજેન્ટ કરે. તમારી બધા સાથે રમીને ખુબ સારું લાગશે”.

જો કે ત્યારબાદ કૃણાલ પંડ્યા આવ્યા બાદ તમામ ખેલાડીઓ હસવા લાગ્યા હતા. કુસી પર ચઢવાની સાથે જ કૃણાલે કહ્યું, “મને ખુબ સારું લાગી રહ્યું છે, ત્યારબાદ પાછળથી ખેલાડી બોલ્યા, “સૌથી પહેલા તમારું નામ જણાવો. ત્યારે કૃણાલ પંડ્યાએ કહ્યું, “મારું નામ કૃણાલ છે, હું બરોડા, ગુજરાતથી છું અને જે ઇન્ડીયામાં આવે છે.

મહત્વનું છે કે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા ત્રણ મેચોની સિરીઝ માટે ઈજાગ્રસ્ત થયેલા વોશિંગ્ટન સુંદરની જગ્યાએ કૃણાલ પંડ્યા અને જસપ્રીત બુમરાહની જગ્યાએ દીપક ચહરનો સમાવેશ કરવામાં આવ્યો છે.