Not Set/ મહિલા ટી-૨૦ ચેલેન્જ : સુપરનોવાજની ટીમે ટ્રેલબ્લેજર્સને ૩ વિકેટે હરાવી હાંસલ કરી રોમાંચક જીત

મુંબઈ, મંગળવાર સાંજે રમનારા  ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના પ્રથમ ક્વોલિફાયર મેચ પહેલા મહિલા ટી-૨૦ ચેલેન્જનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ મેચમાં ભારતીય મહિલા સ્ટાર ક્રિકેટર હરમનપ્રિત કોરની કેપ્ટનશી વાળી સુપરનોવાજની મહિલા ટીમે ટ્રેલબ્લેજર્સને ૩ વિકેટે હરાવી રોમાંચક વિજય હાંસલ કર્યો હતો. સ્મૃતિ મંધાનાની કેપ્ટનશી હેઠળ રમી રહેલી ટ્રેલબ્લેજર્સની મહિલા ટીમે નિર્ધારિત ૨૦ ઓવરમાં ૬ વિકેટના નુકશાને […]

Sports
DdyeEQnU0AAl5TV મહિલા ટી-૨૦ ચેલેન્જ : સુપરનોવાજની ટીમે ટ્રેલબ્લેજર્સને ૩ વિકેટે હરાવી હાંસલ કરી રોમાંચક જીત

મુંબઈ,

મંગળવાર સાંજે રમનારા  ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના પ્રથમ ક્વોલિફાયર મેચ પહેલા મહિલા ટી-૨૦ ચેલેન્જનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ મેચમાં ભારતીય મહિલા સ્ટાર ક્રિકેટર હરમનપ્રિત કોરની કેપ્ટનશી વાળી સુપરનોવાજની મહિલા ટીમે ટ્રેલબ્લેજર્સને ૩ વિકેટે હરાવી રોમાંચક વિજય હાંસલ કર્યો હતો.

સ્મૃતિ મંધાનાની કેપ્ટનશી હેઠળ રમી રહેલી ટ્રેલબ્લેજર્સની મહિલા ટીમે નિર્ધારિત ૨૦ ઓવરમાં ૬ વિકેટના નુકશાને ૧૨૯ રન ફટકાર્યા હતા. જો કે ત્યારબાદ ૧૩૦ રનના લક્ષ્યનો પીછો કરતા સુપરનોવાજની ટીમે મેચના અંતિમ બોલ પર વિજય પ્રાપ્ત કર્યો હતો.

વિજેતા મહિલા ટીમ સુપરનોવાજ તરફથી ડેનિયલ યાટે સૌથી વધુ ૨૪ રન ફટકાર્યા હતા. જયારે મિતાલી રાજે ૨૨ રન અને કેપ્ટન હરમનપ્રિત કોરે ૨૧ રન ફટકાર્યા હતા.

ટ્રેલબ્લેજર્સની મહિલા ટીમ તરફથી પૂનમ યાદવ અને સુજી બેટ્સે અનુક્રમે ૨-૨ વિકેટ ઝડપી હતી જયારે ઝૂલન ગોસ્વામી અને એકતા બિષ્ટે ૧-૧ વિકેટ ઝડપી હતી.

આ પહેલા ટ્રેલબ્લેજર્સ તરફથી ન્યુઝીલેન્ડની સુજી બેટસે સૌથી વધુ ૩૫ બોલમાં ૩૨ રન બનાવ્યા હતા, જયારે જેમિમા રોડ્રિગ્જે ૨૩ બોલમાં ૨૫ રન અને દિપ્તી શર્માએ ૨૨ બોલમાં ૨૧ રન ફટકાર્યા હતા

સુપરનોવાજ તરફથી મેગન શટ અને એલિસા પેરીએ ૨-૨ વિકેટ ઝડપી હતી. જયારે અનુજા પાટિલ અને રાજેશ્વરી ગાયકવાડને અનુક્રમે ૧-૧ સફળતા મળી હતી.