રોડ અકસ્માત/ દાહોદ કાળીમહુડીમાં ST બસને નડ્યો અકસ્માત, 2 બળદના મોત, મુસાફરોનો આબાદ બચાવ

રાજ્યમાં એક તરફ સતત કોરોનાના કેસ વધી રહ્યા છે તો બીજી તરફ અકસ્માતનો સિલસિલો અટકવાનું નામ નથી લઇ રહ્યો. લોકો જ્યાં કોરોનાને લીધે જીવ ગુમાવી રહ્યા છે.

Gujarat Others
A 27 દાહોદ કાળીમહુડીમાં ST બસને નડ્યો અકસ્માત, 2 બળદના મોત, મુસાફરોનો આબાદ બચાવ
  • દાહોદ કાળીમહુડીમાં ST બસને નડ્યો અકસ્માત
  • દાહોદ થી ઝાલોદ જતી બસને નડ્યો અકસ્માત
  • ST બસની બ્રેક ફેઇલ થતા થયો અકસ્માત
  • બ્રેક ફેઇલ થતા બસ રોડની સાઈડમાં ઉતરી 
  • બસ અકસ્માતમાં 2 બળદના મોત
  • બસમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ

રાજ્યમાં એક તરફ સતત કોરોનાના કેસ વધી રહ્યા છે તો બીજી તરફ અકસ્માતનો સિલસિલો અટકવાનું નામ નથી લઇ રહ્યો. લોકો જ્યાં કોરોનાને લીધે જીવ ગુમાવી રહ્યા છે. તો ત્યાં જ અકસ્માતમાં પણ જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે આવામાં દાહોદ કાળીમહુડીમાં ST બસને અકસ્માત નડ્યો છે. જેમાં 2 બળદના મોત થયા છે. જયારે બસમાં સવાર લોકોનો આબાદ બચાવ થયો છે.

આ અમામ્લે મળતી માહિતી અનુસાર, દાહોદથી ઝાલોદ જતી બસનો અકસ્માત સર્જાયો છે. બસ બ્રેક ફેઇલ થતા રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી.  આ અકસ્માતમાં 2 બળદના મોત થયા છે, જયારે બસમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ થયો હોવાનું સામે અવાયું છે.

આ મામલે જયારે પોલીસને જાણ કરવામાં આવી તો પોલીસ ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી.