IAS officer/ IAS અધિકારીના કૂતરાને ફરવા માટે સ્ટેડિયમ ખાલી કરાવ્યું, ખેલાડીઓને બહાર કાઢ્યા!

IAS ઓફિસરનું આ કૃત્ય સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર તેની ભારે ટીકા થઈ હતી. આ મામલો સામે આવ્યા બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઉતાવળમાં આદેશ જારી કર્યો…

Top Stories India
Delhi IAS Officer

Delhi IAS Officer: દિલ્હી સરકાર દ્વારા સંચાલિત ત્યાગરાજા સ્ટેડિયમમાં સેંકડો ખેલાડીઓ સતત તાલીમ લેવા આવે છે. જોકે, આ ખેલાડીઓ છેલ્લા કેટલાક સમયથી મોટી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. ખેલાડીઓ અને કોચે ફરિયાદ કરી છે કે તેઓને સાંજે 7 વાગ્યે તાલીમ પૂરી કરવા માટે દબાણ કરવામાં આવે છે. શા માટે? કારણ કે બધાના ગયા પછી એક IAS ઓફિસર તેના કૂતરા સાથે ફરવા આવે છે.

સૂત્રો મુજબ જે કારણ સામે આવ્યું છે તે ખૂબ જ આશ્ચર્યજનક છે. ખેલાડીઓના જણાવ્યા અનુસાર દિલ્હી સરકારના પ્રિન્સિપલ સેક્રેટરી સંજીવ ખિરવાર તેમના કૂતરાને ત્યાં ફરવા માટે લાવે છે. જેના કારણે ખેલાડીઓને 7 વાગ્યા સુધીમાં ટ્રેનિંગ પૂરી કરીને જવાની ફરજ પડી રહી છે. જેના કારણે તેની તાલીમમાં અડચણ આવી રહી છે.

વધી રહેલા વિવાદને જોતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મોટો નિર્ણય લીધો છે. કેજરીવાલે આદેશ આપ્યો છે કે ખેલાડીઓની તાલીમ માટે દિલ્હીના તમામ સ્ટેડિયમ રાત્રે 10 વાગ્યા સુધી ખોલવામાં આવશે. નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે. સિસોદિયાએ લખ્યું કે,“સમાચાર અહેવાલોથી જાણવા મળ્યું છે કે કેટલાક સ્ટેડિયમ વહેલા બંધ કરવામાં આવે છે, જેના કારણે ખેલાડીઓને મોડી રાત સુધી રમવામાં અસુવિધા થાય છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હી સરકારના તમામ સ્ટેડિયમ ખેલાડીઓ માટે રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લા રાખવાનો નિર્દેશ આપ્યો છે.

ખેલાડીઓએ કહ્યું કે અગાઉ અમે અહીં 8 થી 8.30 વાગ્યા સુધી તાલીમ આપતા હતા પરંતુ હવે અમને 7 વાગ્યે સ્ટેડિયમમાંથી બહાર નીકળવાનું કહેવામાં આવે છે જેથી કરીને IAS અધિકારી તેના કૂતરાને ત્યાં લઈ જઈ શકે. આ કારણે અમારી તાલીમ અને પ્રેક્ટિસ રૂટિન પર અસર પડી રહી છે.

રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે છેલ્લા સાત દિવસમાં ત્રણ સાંજે સ્ટેડિયમની મુલાકાત લેવા પર જાણવા મળ્યું કે સ્ટેડિયમના ગાર્ડ લગભગ 6.30 વાગ્યે ટ્રેક તરફ જાય છે, સીટી વગાડે છે અને ખેલાડીઓને બહાર જવા માટે કહે છે. અને ખાતરી કરે છે કે સાંજે 7 વાગ્યા સુધીમાં આખું મેદાન ખાલી થઈ જાય.

IAS અધિકારીએ આરોપોને નકારી કાઢ્યો

સંજીવ ખિરવારે ખેલાડીઓ અને કોચ દ્વારા લગાવવામાં આવેલા આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. તેમણે કહ્યું કે આ તમામ આરોપો તદ્દન ખોટા છે. જોકે તેણે સ્વીકાર્યું કે તે ક્યારેક તેના કૂતરાને સ્ટેડિયમમાં ફરવા લઈ જાય છે.

સ્ટેડિયમનો સમય પહેલા સાંજે 4-6 વાગ્યા સુધીનો હતો. ત્યારે ગરમીને જોતા 7 વાગ્યા સુધી કરવામાં આવ્યો છે. પ્રશાશને કહ્યું કે, હું 7 વાગ્યા બાદ સ્ટેડિયમમાં કોઈ IAS આવે છે તેની મને જાણ જ નથી કારણ કે હું ત્યાંથી 7 વાગ્યે નીકળી જઉં છું.

સંજીવ ખિરવાર 1994 બેચના IAS અધિકારી છે.

સંજીવ ખિરવાર 1994 બેચના IAS અધિકારી છે. તેઓ હાલમાં દિલ્હીના મહેસૂલ કમિશનર છે, જેમની હેઠળ દિલ્હીના તમામ જિલ્લા મેજિસ્ટ્રેટ કામ કરે છે. આ સાથે તેઓ દિલ્હીના પર્યાવરણ વિભાગના સચિવ પણ છે. સંજીવ ખિરવારે B.Tech (કમ્પ્યુટર એન્જિનિયરિંગ) કર્યું છે. તેણે રેવન્યુમાં માસ્ટર્સ ડિગ્રી પણ મેળવી છે. ખિરવરે ચંદીગઢમાં એસડીએમ તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. તેઓ અગાઉ દિલ્હીમાં વેપાર અને કર કમિશનર તરીકે પણ નિયુક્ત થયા છે. IAS સંજીવ ખિરવાર ભારત સરકારમાં પણ ઘણા મહત્વપૂર્ણ પદો પર રહી ચૂક્યા છે.

IAS ઓફિસરનું આ કૃત્ય સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર તેની ભારે ટીકા થઈ હતી. આ મામલો સામે આવ્યા બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઉતાવળમાં આદેશ જારી કર્યો હતો કે દિલ્હીના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હવે રાત્રે 10 વાગ્યા સુધી ખેલાડીઓ માટે ખુલ્લા રહેશે. ત્યાગરાજ સ્ટેડિયમમાં એક IAS અધિકારી પોતાના કૂતરા સાથે ફરવાના સમાચાર સામે આવ્યા બાદ મુખ્યમંત્રીનો આ નિર્ણય આવ્યો હતો.

IAS અધિકારીની બદલી

ખેલાડીઓ, કોચ અને અન્ય સહાયક સ્ટાફને IAS અધિકારીના ચાલવા માટે સ્ટેડિયમ ખાલી કરવાનું કહેવામાં આવ્યું હતું. આવી સ્થિતિમાં ખેલાડીઓને ત્યાગરાજ સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરવા માટે ત્રણ કિલોમીટર બીજા સ્ટેડિયમમાં જવું પડે છે. આવી સ્થિતિમાં ખેલાડીઓ યોગ્ય રીતે પ્રેક્ટિસ કરી શક્યા ન હતા. જો કે હવે સરકારે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લા રાખવાનો આદેશ કર્યો છે. તેમજ સ્ટેડિયમમાં કૂતરાને ફરનાર અધિકારીની બદલી કરવામાં આવી છે. જેના કારણે ખેલાડીઓમાં ખુશીનો માહોલ સર્જાય છે.

આ પણ વાંચો: Bhool Bhulaiyaa 2 Collection / કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની ભૂલ ભુલૈયા 2 બની 100 કરોડ, બોક્સ ઓફિસ પર પૈસાનો વરસાદ