Not Set/ સીએમ યોગીએ ખેડૂતોને કહ્યું, ના ઉગાડો શેરડી, લોકોને થાય છે ડાયાબીટીસ

સીએમ યોગીએ ફરી એકવાર હેરાન કરી દે એવું સ્ટેટમેન્ટ આપ્યું છે. એમણે ખેડૂતોને શેરડી ઉગાડવાને બદલે બીજી ફસલ ઉગાડવા માટે કહ્યું. આના માટે એમણે આ તર્ક આપ્યું છે કે સુગરને કારણે લોકો બીમાર થઇ જાય છે અને લોકોને ડાયાબીટીસ થઇ જાય છે. મંગળવારે બાગપતનાં એક રોડનાં ઉદઘાટન કાર્યક્રમમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ વાત કરી હતી. […]

Top Stories India Politics
yogi સીએમ યોગીએ ખેડૂતોને કહ્યું, ના ઉગાડો શેરડી, લોકોને થાય છે ડાયાબીટીસ

સીએમ યોગીએ ફરી એકવાર હેરાન કરી દે એવું સ્ટેટમેન્ટ આપ્યું છે. એમણે ખેડૂતોને શેરડી ઉગાડવાને બદલે બીજી ફસલ ઉગાડવા માટે કહ્યું. આના માટે એમણે આ તર્ક આપ્યું છે કે સુગરને કારણે લોકો બીમાર થઇ જાય છે અને લોકોને ડાયાબીટીસ થઇ જાય છે.

મંગળવારે બાગપતનાં એક રોડનાં ઉદઘાટન કાર્યક્રમમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ વાત કરી હતી. એમણે કહ્યું હતું કે, ‘બીજા પાક ઉગાડવાની પણ આદત પાડવી જોશે, દિલ્લીની બજાર તમારી પાસે છે. તમે એટલી બધી શેરડી ઉગાડો છો કે સુગર થઇ જાય છે.’

વધુમાં સીએમે જણાવ્યું કે, આ વર્ષે અત્યાર સુધી અમારી સરકારે શેરડીનાં ખેડૂતો માટે 35 હજાર કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. 10 હજાર કરોડ રૂપિયા હજી પેન્ડીંગ છે. જેના માટે સ્કીમ શરુ થઇ ગઈ છે. એમણે જણાવ્યું કે, જો ચીની મિલોએ 15 ઓક્ટોબર સુધી આની ચુકવણી ન કરી તો મિલના માલિકો પર ડંડા પણ ચલાવવામાં આવશે.

આ પહેલાં યોગીએ વાંદરા ભગાડવાનો અજીબ ઉપાય બતાવ્યો હતો. એમણે કહ્યું હતું કે, જો બજરંગ બલીની પૂજા કરવામાં આવે અને હનુમાન ચાલીસના પાઠ કરવામાં આવે તો વાંદરા કોઈને હેરાન નહી કરે અને કોઈને નુકશાન પણ નહી પહોચાડે.

સીએમ યોગીએ જન્માષ્ટમીના અવસર પર મથુરામાં કહ્યું હતું કે, ‘હું અહી આવ્યો તો મને કહેવામાં આવ્યું કે અહી વાંદરા બહુ હેરાન કરે છે. મેં કહ્યું બજરંગ બલીની આરતી કરવાની શરુ કરો, હનુમાન ચાલીસાના પાઠ કરો, વાંદરા ક્યારેય નુકશાન નહી પહોચાડે.’