Navratri/ નવરાત્રીના પ્રથમ દિવસે અંબાજી, પાવાગઢ, બહુચરાજી અને ચોટીલામાં ભક્તોનું ઘોડાપુર

મા આધ્યાશક્તિની આરાધનાના પર્વનો પ્રારંભ

Top Stories Gujarat Others Videos
start today Devotees throng to Durga temples to seek blessings નવરાત્રીના પ્રથમ દિવસે અંબાજી, પાવાગઢ, બહુચરાજી અને ચોટીલામાં ભક્તોનું ઘોડાપુર

આજથી નવરાત્રીનો પ્રારંભ થયો છે. રાજ્યમાં આવેલા શક્તિપીઠમાં ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું હતું. અંબાજી મંદિરમાં વિધિવત ઘટ સ્થાપન કરવામાં આવ્યું હતું. 30 વર્ષ બાદ ચિત્રા નક્ષત્ર, બુધાદિત્ય યોગમાં નવરાત્રિનો પ્રારંભ થયો છે. આ નવરાત્રિએ માતા અંબા હાથી પર સવાર થઈને આવશે. સવારે 10:30 વાગ્યા સુધી તમામ મંદિરોમાં ઘટ સ્થાપન કરાશે.

યાત્રાધામ પાવાગઢમાં ઉમટયું ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. વહેલી સવારે દોઢ લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા હતા. નવરાત્રીના પ્રથમ દિવસે જ હૈયે હૈયું દળાય તેવી ભીડ જોવા મળી હતી. વહેલી સવારે મંદિરના કપાટ ખુલતા જ ભક્તો ઉમટયા હતા. ગર્ભ ગૃહથી નીચે પગથિયાં સુધી ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી.
મંદિર પરિસર માતાજીના જય ઘોષથી ગુંજી ઉઠ્યું હતું.

આદ્ય શક્તિની આરાધનાના પર્વ નવરાત્રીનો આજથી પ્રારંભ થયો છે. ત્યારે શક્તિપીઠ બહુચરાજી મંદિરે વિધિ વિધાન સાથે પ્રારંભ કરાયો હતો. માઁ બહુચરના મંદિરે ઘટ સ્થાપન કરી નવરાત્રીનો પ્રારંભ કરાયો છે. બહુચરાજી મંદિરે નવ દિવસ સુધી મા ની આરાધના કરાશે.

નોરતાનો પેહલા દિવસે અંબાજી મંદિરમાં વિધિવત ઘટ સ્થાપન કરી નવરાત્રીનો પ્રારંભ કરાયો છે. ભટ્ટજી દ્વારા પરંપરાગત ઘટ સ્થાપન કરાયું હતું. વેદિક મંત્રોચ્ચાર સાથે ઘટ સ્થાપન વિધિ કરવામાં આવી હતી. આ તકે અંબાજી મંદિરમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટ્યાં હતા. મંદિરમાં પ્રવેસ્તા તમામ ગેટ માઇભકતોથી ઉભરાયા હતા. જય જય અંબેના નાદ સાથે ભક્તિમય માહોલ સર્જાયો હતો.

સુરેન્દ્રનગર જિલ્લામાં યાત્રાધામ ચોટીલામાં ભાવિકોનો ધસારો જોવા મળ્યો હતો. નવરાત્રીના પ્રથમ દિવસે માં ચામુંડાને ચડાવાય ધજા ચડાવાઇ હતી. જીલ્લા પોલીસ પરિવાર દ્વારા મા ને ધજા ચઢાવવામાં આવી હતી. પોલીસ કર્મીઓના પરિવારજનો દ્વારા ઘ્વજા ચઢાવવામાં આવી હતી. આ પ્રસંગે જીલ્લા કલેક્ટર, જીલ્લા પોલીસ વડા સહીતના અધિકારીઓ હાજર રહ્યાં હતા. પોલીસે જીલ્લાના લોકો માટે માં ચામુંડાના ચરણોમાં પ્રાર્થના કરી હતી.


whatsapp ad White Font big size 2 4 નવરાત્રીના પ્રથમ દિવસે અંબાજી, પાવાગઢ, બહુચરાજી અને ચોટીલામાં ભક્તોનું ઘોડાપુર


આ પણ વાંચો: ‘હિટમેન’ રોહિત શર્માએ પાકિસ્તાન સામે કેવી રીતે ફટકારી લાંબી સિક્સ? જુઓ વીડિયો
આ પણ વાંચો: નકલી ઓફિસરોએ ઘરમાં ઘૂસીને 3 કરોડની લૂંટ ચલાવી!
આ પણ વાંચો: અમદાવાદમાં મિત્રએ જ મિત્રની કરી હત્યા અને પહોંચ્યો પોલીસ પાસે…