ગુજરાત/ આજથી ઓફલાઈન શિક્ષણ શરૂ, ઓનલાઇન વર્ગો પણ યથાવત્ રહેશે

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. જેને ધ્યાને લઈને ફરી ઓફલાઈન શાળાઓ શરૂ કરવામાં આવી છે

Top Stories Gujarat
કોરોના

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. જેને ધ્યાને લઈને ફરી ઓફલાઈન શાળાઓ શરૂ કરવામાં આવી છે. આજથી વિદ્યાર્થીઓના ઓફલાઈન અભ્યાસકર્મો શરૂ થયા છે..ત્યારે વિદ્યાર્થીઓને શાળાનાં કોવિડ 19નાં નિયમોના પાલન સાથે પ્રવેશ આપવામાં આવ્યો હતો. શાળામાં પ્રવેશ તા પહેલા ગનથી ટેમપ્રેચર બાળકોનું ચેક કર્યા બાદ જ શાળામાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.વાલીનું સંમતિ પત્રક હોઈ તોજ બાળકોને સ્કૂલમાં પ્રવેશ આપવામાં આવે છે.

આ પણ વાંચો: કોરોનાનાં કેસમાં આવ્યો મોટો ઘટાડો, 1 લાખથી નીચે નોંધાયા કેસ

ઉલ્લેખનિય છે કે, શિક્ષણમંત્રી જીતુ વાઘાણી દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી. શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ 1થી 9 ની શાળાઓ ફરી શરૂ કરવા અંગેની માહિતી ટ્વીટ દ્વારા આપી હતી. સોમવારથી રાજ્યમાં ઓફલાઇન વર્ગો શરૂ થશે તેમ જણાવ્યું હતું. કોરોનાના કેસ ઘટતાની સાથે જ સરકાર દ્વારા નિયંત્રણો ઓછા કરવામાં આવી રહ્યા છે.

હવે શાળાઓ પરથી પણ નિયંત્રણો ઘટાડવામાં આવ્યા છે. ખાનગી શાળા સંચાલકો અને અન્ય મંડળો દ્વારા શિક્ષણ કાર્ય શરૂ કરવા માટે વારંવાર રજુઆતો કરવામાં આવતી હતી.

દેશમાં છેલ્લા 24 કલાકમાં એક લાખથી ઓછા નવા કેસ સામે આવ્યા હતા. રવિવારે કુલ 83,876 નવા સંક્રમિતોની ઓળખ કરવામાં આવી હતી. આ દરમિયાન લગભગ બે લાખ (1,99,054) દર્દીઓ સાજા થયા અને 895 દર્દીઓનાં મોત થયા હતા

આ પણ વાંચો:નાણા વસૂલી કેસની તપાસ ટ્રેનિંગ DGP વિકાસ સહાયને સોંપાઇ,જાણો વિગત

આ પણ વાંચો:RSSના વડા મોહન ભાગવતે ધર્મ સંસદમાં આપેલા નિવેદનોને નકાર્યા,આ હિન્દુત્વ નથી