Covid-19/ પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડા પણ કોરોના ગ્રસ્ત

પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડા પણ કોરોના ગ્રસ્ત

Gujarat Others Trending
લગ્ન 13 પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડા પણ કોરોના ગ્રસ્ત

ભારતીય જનતા પાર્ટી પ્રદેશ પ્રમુખ  સી આર પાટીલ એ જણાવ્યું હતું કે ગઈકાલે વડોદરા ખાતેના ચૂંટણી પ્રચાર દરમિયાન મુખ્યમંત્રીની તબિયત બગડતાં તેઓ ને અમદાવાદ યું એન મહેતા હોસ્પિટલમાં દાખલ કરતાં તેઓના વિવિધ પ્રકારના રિપોર્ટ કઢાવેલ હતા તે પૈકી કોરોના રિપોર્ટ પોઝિટિવ આવેલ છે. પરંતુ તેની સ્ટ્રેન્થ નોર્મલ છે,  હાલ તેઓ મેડિકલ ઓબઝર્વેશન હેઠળ છે. કોરોના સિવાય ના તમામ રિપોર્ટ નોર્મલ આવેલા છે.

covid19 / CM વિજય રૂપાણીનો કોરોના રીપોર્ટ પોઝીટીવ, યુ.એન.મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ

વધુમાં તેમને જણાવ્યું હતું કે, પ્રદેશ સંગઠન મહામંત્રી  ભીખુભાઈ દલસાણીયા અને પ્રદેશ મહામંત્રી  અને કચ્છનાં સાંસદ વિનોદ ચાવડા નો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવતાં તેઓ ને પણ યુ એન મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરેલ છે તમામ ની તબિયત સારી છે રિકવરી પણ ઝડપી છે અંગે ડોક્ટરની ટીમ ના સતત સંપર્ક માં છું અને સારવાર અંગેની માહિતી મેળવી રહ્યો છું. ઓક્સિજન તથા તમામ લેવલ અત્યારે નોર્મલ છે. હું ઈશ્વર ને પ્રાથના કરું છું કે તેઓ જલ્દીથી સ્વસ્થ થઈ લોક સેવા ના કાર્યમાં જોડાઈ જાય.

ઉલ્લેખનીય છે કે, કચ્છનાં સાંસદ વિનોદ ચાવડાના પુત્રનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પુત્રનો રિપોર્ટ પોઝિટિવ આવતા ભુજમાં હોમ કોરોન્ટાઈન હેઠળ છે.

ઉલ્લેખનીય છે કે, સરકારના આરોગ્ય વિભાગ દ્વારા સતત રાજ્યમાં કોરોના કેસમાં મોટો ઘટાડો થઇ રહ્યો હોવાનું બહાર આવી રહ્યું છે. ત્યારે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ રાજ્યના મુખ્યમંત્રી અને અન્ય મોટા નેતાઓ કોરોનાની ઝપેટે ચઢી ચુક્યા છે.

covid19 / વિશ્વભરમાં 10.93 કરોડથી વધુ ચેપગ્રસ્ત, કુલ મૃત્યુઆંક 24 લાખને પાર

બેંગ્લોર / વેલેન્ટાઇન ડે પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે ગઠબંધન…

Accident / જલગાંવમાં મધરાતે ટ્રક પલટી, 2 બાળકો સહીત 15 શ્રમિકોનાં કરૂણ મોત

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ