Not Set/ Video : હાર્દિક પટેલ સાથે બેઠક બાદ શું કહ્યું નરેશ પટેલે … અહીં જુઓ

અમદાવાદના સિન્ધુભવન રોડ સ્થિત ખોડલધામ ટ્રસ્ટ ની ઓફિસ પર પાસ કન્વીનર અને ખોડલધામ ટ્રસ્ટના નરેશ પટેલ વચ્ચે હાર્દિકના સ્વાસ્થ્યને લઈને બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પાસ કન્વીનર મનોજ પનારા, લલિત વસોયા તેમજ ખોડલધામ ટ્રસ્ટ ના નરેશ પટેલ હાજર રહ્યા હતા. નરેશે પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે હાર્દિક પારણાં કરી લે, એ માટે વિનંતી કરવા આવ્યો છું. […]

Gujarat Videos
naresh patel Video : હાર્દિક પટેલ સાથે બેઠક બાદ શું કહ્યું નરેશ પટેલે ... અહીં જુઓ

અમદાવાદના સિન્ધુભવન રોડ સ્થિત ખોડલધામ ટ્રસ્ટ ની ઓફિસ પર પાસ કન્વીનર અને ખોડલધામ ટ્રસ્ટના નરેશ પટેલ વચ્ચે હાર્દિકના સ્વાસ્થ્યને લઈને બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પાસ કન્વીનર મનોજ પનારા, લલિત વસોયા તેમજ ખોડલધામ ટ્રસ્ટ ના નરેશ પટેલ હાજર રહ્યા હતા.

નરેશે પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે હાર્દિક પારણાં કરી લે, એ માટે વિનંતી કરવા આવ્યો છું. હાર્દિકના સ્વાસ્થ્યમાં સુધારો આવે, ત્યારબાદ વિવિધ મુદ્દાઓ પર હાર્દિક સાથે ચર્ચા કરવામાં આવશે. અને તેમને યોગ્ય લાગે એવા મુદ્દાઓને સરકાર સમક્ષ ચર્ચા માટે રાખવામાં આવશે. ઉપવાસને 14 દિવસ થઇ ગયા હોવાથી સમાજને હાર્દિકની તબિયતની ચિંતા છે.

એમણે આગળ જણાવ્યું કે ઉપવાસને 14 દિવસ થઇ ગયા હોવા છતાં પણ સરકાર તરફથી કોઈ ફરક્યું નથી. મારી સરકારને વિનંતી છે કે કોઈ અધિકારી કે નેતાને ઉપવાસ છાવણી પર મોકલી, હાર્દિક સાથે ચર્ચા કરવામાં આવે.