Not Set/ સુરત : તાપી નદીમાં નહિ કરી શકાય ગણેશ વિસર્જન, પાલિકા-પોલિસનો સંયુક્ત નિર્ણય

ગણેશ વિસર્જન બાબતે સુરત મહાનગરપાલિકા અને પોલીસ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય મુજબ તાપી નદીમાં ગણેશ મૂર્તિ વિસર્જન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ગણેશ વિસર્જન માટે 17 કૃત્રિમ તળાવ બનાવવામાં આવશે, જેમાં વિસર્જન કરી શકાશે. મોટી ગણેશ પ્રતિમાઓને દરિયામા વિસર્જન કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ગણેશ વિસર્જનને લઈને પોલીસ કમિશ્નર અને મહાનગરપાલિકા […]

Top Stories Gujarat
646 સુરત : તાપી નદીમાં નહિ કરી શકાય ગણેશ વિસર્જન, પાલિકા-પોલિસનો સંયુક્ત નિર્ણય

ગણેશ વિસર્જન બાબતે સુરત મહાનગરપાલિકા અને પોલીસ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય મુજબ તાપી નદીમાં ગણેશ મૂર્તિ વિસર્જન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

ગણેશ વિસર્જન માટે 17 કૃત્રિમ તળાવ બનાવવામાં આવશે, જેમાં વિસર્જન કરી શકાશે. મોટી ગણેશ પ્રતિમાઓને દરિયામા વિસર્જન કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

smc color 2706157 835x547 m e1536411408910 સુરત : તાપી નદીમાં નહિ કરી શકાય ગણેશ વિસર્જન, પાલિકા-પોલિસનો સંયુક્ત નિર્ણય

ગણેશ વિસર્જનને લઈને પોલીસ કમિશ્નર અને મહાનગરપાલિકા કમિશ્નર દ્વારા પ્રેસ કોન્ફેરેન્સ યોજવામાં આવી હતી. જેમાં કહેવામાં આવ્યું કે આ વર્ષે તાપી નદીમાં ગણેશ પ્રતિમાઓનું વિસર્જન થઇ શકશે નહિ.

તમામ પ્રતિમાઓ કૃત્રિમ તળાવ અથવા દરિયામાં વિસર્જિત કરવાની રહેશે. 5 ફુટ સુધીની પ્રતિમાઓ વિસર્જિત કરવા માટે 17 જેટલા કૃત્રિમ તળાવો બનાવવામાં આવશે, જયારે 5 ફૂટથી મોટી પ્રતિમાઓને દરિયામાં વિસર્જિત કરવામાં આવશે.