steve smith/ એશીઝ 2023માં સ્ટીવ સ્મિથે લોર્ડ્સમાં ડબલ ધડાકો કર્યો

ડેશિંગ બેટ્સમેન સ્ટીવ સ્મિથે તેની 38મી ટેસ્ટ અડધી સદી પૂરી કરી અને તેની 32મી સદી તરફ આગળ વધ્યો. સ્મિથ 85 રને અણનમ અને વિકેટ કીપર બેટ્સમેન એલેક્સ કેરી 11 રને સ્ટમ્પ પર હતા. જ્યાં સ્ટીવ સ્મિથે આ ઇનિંગમાં પોતાના 9000 ટેસ્ટ રન પૂરા કર્યા. આ સાથે જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેના નામે એક મોટી ઉપલબ્ધિ નોંધાઈ હતી.

Sports
Steve smith એશીઝ 2023માં સ્ટીવ સ્મિથે લોર્ડ્સમાં ડબલ ધડાકો કર્યો

ક્રિકેટના મક્કા કહેવાતા લોર્ડ્સમાં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ Steve Smith-Ahses વચ્ચે એશિઝ શ્રેણી 2023ની બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચમાં પ્રથમ રમતા ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોએ પ્રથમ દિવસે શાનદાર પ્રદર્શન કર્યું હતું. પહેલા દિવસે કાંગારૂ ટીમે 5 વિકેટ ગુમાવીને 339 રન બનાવ્યા હતા. ડેશિંગ બેટ્સમેન સ્ટીવ સ્મિથે તેની 38મી ટેસ્ટ અડધી સદી પૂરી કરી અને તેની 32મી સદી તરફ Steve Smith-Ahses આગળ વધ્યો. સ્મિથ 85 રને અણનમ અને વિકેટ કીપર બેટ્સમેન એલેક્સ કેરી 11 રને સ્ટમ્પ પર હતા. જ્યાં સ્ટીવ સ્મિથે આ ઇનિંગમાં પોતાના 9000 ટેસ્ટ રન પૂરા કર્યા. આ સાથે જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેના નામે એક મોટી ઉપલબ્ધિ નોંધાઈ હતી.

સ્ટીવ સ્મિથે આ ઈનિંગમાં પોતાના 84 રન પૂરા કરતાની Steve Smith-Ahses સાથે જ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 15000 રનના આંકને સ્પર્શ કર્યો હતો. આવું કરનાર તે 9મો ઓસ્ટ્રેલિયન બેટ્સમેન બન્યો. તે જ સમયે, તે સમગ્ર વિશ્વમાં આવું કરનાર 41મો ખેલાડી છે. સ્ટીવ સ્મિથે વર્ષ 2010માં T20 ફોર્મેટમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે પોતાની કારકિર્દીની શરૂઆત સ્પિન બોલિંગ ઓલરાઉન્ડર તરીકે કરી હતી. પરંતુ કોણે વિચાર્યું હશે કે આજે તે વિશ્વના ટોપ-4 બેટ્સમેન એટલે કે ફેબ-4માંથી એક બની જશે. વિરાટ કોહલી, જો રૂટ, કેન વિલિયમસન અને સ્ટીવ સ્મિથની ગણતરી ફેબ-4માં થાય છે.

ફેબ-4માં કોણે કેટલા આંતરરાષ્ટ્રીય રન બનાવ્યા?

વિરાટ કોહલી – 25385 રન (498 મેચ, 557 ઇનિંગ્સ)

જો રૂટ – 18268 રન (321 મેચ, 417 ઇનિંગ્સ)

કેન વિલિયમસન – 17142 રન (342 મેચ, 402 ઇનિંગ્સ)

સ્ટીવ સ્મિથ – 15001 રન* (304 મેચ, 351 ઇનિંગ્સ)

સ્મિથે લોર્ડ્સમાં વધુ એક રેકોર્ડ બનાવ્યો હતો

આ પહેલા સ્ટીવ સ્મિથે આ જ ઇનિંગમાં 31 રન બનાવીને Steve Smith-Ahses પોતાના 9000 ટેસ્ટ રન પૂરા કર્યા હતા. તે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 9000 રન બનાવનાર બીજો ખેલાડી બન્યો. તેણે 174 ઇનિંગ્સમાં 9000 રન પૂરા કર્યા છે. તે જ સમયે, તેના પહેલા કુમાર સંગાકારાએ 172 ઇનિંગ્સમાં આ સ્થાન હાંસલ કર્યું હતું. આ યાદીમાં ત્રીજા સ્થાને રાહુલ દ્રવિડ છે જેણે 176 ઇનિંગ્સમાં 9000 રન પૂરા કર્યા છે.

 

આ પણ વાંચોઃ New Investments/ સાણંદમાં સ્થપાશે વધુ એક ફેક્ટરીઃ આ કંપની કરશે બે હજાર કરોડનું રોકાણ

આ પણ વાંચોઃ Indigo-Marketcap/ ઈન્ડિગો એક લાખ કરોડના માર્કેટ કેપવાળી ભારતની પ્રથમ એરલાઈન બની

આ પણ વાંચોઃ Amarnath Yatra 2023/ પૂર્ણ થઇ અમરનાથ યાત્રાની તૈયારી! શ્રદ્ધાળુઓ માટે 100 બેડવાળી 2 હોસ્પિટલ તૈયાર

આ પણ વાંચોઃ Aurangzeb Road/ દિલ્હીનો આ રોડ હવે ઔરંગઝેબ નહી પણ એપીજે અબ્દુલ કલામના રોડના નામે ઓળખાશે

આ પણ વાંચોઃ અમદાવાદ/ મણિનગરમાં સ્લમ ક્વાર્ટરની ગેલેરી ધરાશાયી, જીવના જોખમે ફાયર વિભાગે 30 લોકોનું કર્યું રેસ્ક્યુ