Stock Market/ શેર બજાર ઘટાડા સાથે થયું બંધ, સેન્સેક્સ 69,521 અને નિફ્ટી 20,901ના સ્તર પર બંધ થયો

આજે શેરબજાર ઘટાડા સાથે બંધ થયું હતું પરંતુ આઈપીઓ માર્કેટમાં ઉત્તેજના જોવા મળી રહી છે. ટાટા ટેક અને IREDAના IPOને જબરજસ્ત પ્રતિસાદ મળતા  હવે બીજી કંપની પણ બજારમાં ધમાલ મચાવવા આવી રહી છે.

Top Stories Business

શેરબજાર આજે ઘટાડા પર બંધ થયું છે પરંતુ BSE પર કંપનીઓનું માર્કેટ કેપ ઐતિહાસિક સ્તરને સ્પર્શી ગયું છે. BSEનું માર્કેટ કેપ પ્રથમ વખત રૂ. 350 લાખ કરોડને પાર કરી ગયું છે. ગઈ કાલે BSE એમ-કેપ રૂ. 348.98 લાખ કરોડ હતું. બજાર બંધ થવા પર BSE સેન્સેક્સ 132.04 -0.19 ટકાના ઘટાડા સાથે 69,521 ના ​​સ્તર પર બંધ થયો હતો. જ્યારે NSE નો નિફ્ટી 36.55 પોઈન્ટ અથવા 0.17 ટકાના ઘટાડા પછી 20,901 ના સ્તર પર બંધ થયો હતો.

આજે શેરબજાર ઘટાડા સાથે બંધ થયું હતું પરંતુ આઈપીઓ માર્કેટમાં ઉત્તેજના જોવા મળી રહી છે. ટાટા ટેક અને IREDAના IPOને જબરજસ્ત પ્રતિસાદ મળતા  હવે બીજી કંપની પણ બજારમાં ધમાલ મચાવવા આવી રહી છે. આ એક સ્ટેશનરી કંપની છે. જેનું ડોમ્સ ઈન્ડસ્ટ્રીઝ છે. આ કંપનીના આઈપીઓ ખુલતા પહેલા જ બજારમાં ચર્ચા જગાવી છે. ડોમ્સ ઈન્ડસ્ટ્રીઝનો આઈપી આગામી સપ્તાહે શેરબજારમાં સબસ્ક્રીપ્શન માટે આવી રહ્યો છે. આ IPO 13 ડિસેમ્બરે બિડિંગ માટે ખુલશે અને 15 ડિસેમ્બરે બંધ થશે. તે પહેલા, આ IPO એન્કર રોકાણકારો માટે 12મી ડિસેમ્બરે ખુલશે. IPO શેર 18 ડિસેમ્બરે ફાળવવામાં આવશે.

શેરબજારમાં અદાણી જૂથના શેરો તેજીમાં જોવા મળી રહ્યા છે. જો કે અદાણી-હિંડનબર્ગ રિસર્ચનો મામલો હજુ ઠંડો પડ્યો નથી. વર્ષની શરૂઆતમાં આવેલો આ મુદ્દો સમયાંતરે સામે આવતો રહે છે. તાજેતરમાં સેબી દ્વારા મોકલવામાં આવેલી નોટિસને કારણે મામલો ફરી સપાટી પર આવ્યો છે. અહેવાલ મુજબ, બજાર નિયામક સેબીએ લગભગ એક ડઝન વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs)ને કારણ બતાવો નોટિસ જારી કરી છે. આ તમામ FPI અદાણી ગ્રુપના શેર સાથે જોડાયેલા છે. અહેવાલ મુજબ, SEBIએ જે FPIsને કારણદર્શક નોટિસ મોકલી છે તેઓ અદાણી જૂથની કંપનીઓમાં નોંધપાત્ર હિસ્સો ધરાવે છે. સેબીની આ કાર્યવાહી બાદ કાલે શેરબજારની કેવી શરૂઆત રહેશે તે જોવાનું રહેશે.

આ પણ વાંચો :

આ પણ વાંચો :

આ પણ વાંચો :