Not Set/ કિસાનોની લડતમાં કિસાન સંઘો જ પાણીમાં બેસી ગયા….

ક્ચ્છ ભારતીય કિસાન સંઘ અને ભારતીય કિસાન સંઘ બંધના સમર્થનમાં નહિ આવે.  કોંગ્રેસ,આપ,એનસીપી સહિતના પક્ષોએ બંધને ટેકો જાહેર કર્યો. કિસાનોની લડતમાં કચ્છમાં કિસાન સંઘો જ પાણીમાં બેસી ગયા છે. 

Top Stories Gujarat Others
child 5 કિસાનોની લડતમાં કિસાન સંઘો જ પાણીમાં બેસી ગયા....

@કૌશિક છાયા, કચ્છ 

કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો ઉપર નાખવામાં આવેલા ત્રણ કૃષિ કાયદાનું દેશભરમાં કિસાનો વિરોધ  કરી રહ્યા છે. દિલ્હીની સરહદો ઉપર છેલ્લા ૧૨ દિવસથી ખેડૂતો પોતાના હક્ક માટે લડત ચલાવી રહ્યા છે. દેશભરના ખેડૂતો દ્વારા આ લડત આપી રહેલા કિસાન ભોઈને સમર્થન મળી રહ્યું છે. ખેડૂતો દ્વારા આવતી કાલે ભારતબંધનું એલાન કરવામાં આવ્યું છે.

ભારત બંધ / ભારત બંધના એલાનને દક્ષીણ ગુજરાતના ખેડૂતોનું સમર્થન…

જયારે કચ્છના ખેડૂતો કૈક નવા જ મિજાજમાં જોવા મળી રહ્યા છે. તેમને કેન્દ્ર સરકાર દ્વારા નાખવામાં આવેલા કૃષિ કાયદાસાથે જાણે કોઈ જ લેવા દેવા નાં હોય તેમ તેમને આવતી કાળના ભારતબંધના એલાનથી દુર રહેવાનો નિર્ણય કર્યો છે. કચ્છના  કિસાનસંઘો બંધને સમર્થન નહિ આપે, પરંતુ રાજકીય પક્ષો આવતી કાળના બંધને સમર્થન આપશે.

ક્ચ્છ ભારતીય કિસાન સંઘ અને ભારતીય કિસાન સંઘ બંધના સમર્થનમાં નહિ આવે.  કોંગ્રેસ,આપ,એનસીપી સહિતના પક્ષોએ બંધને ટેકો જાહેર કર્યો. કિસાનોની લડતમાં કચ્છમાં કિસાન સંઘો જ પાણીમાં બેસી ગયા છે.

નોધનીય છે કે, કેન્દ્ર  સરકાર દ્વારા લાગુ કરાયેલા કૃષિ બિલના વિરોધને પગલે આવતીકાલે ખેડૂતો દ્વારા ભારત બંધનું એલાન કર્યું છે.જેમાં દક્ષિણ ગુજરાતના પણ કેટલાક ખેડૂતો સમર્થન જાહેર કર્યું છે.જેને લઈ સુરત ખાતે ખેડૂત સમાજ  ગુજરાતની ઓફિસ ખાતે દક્ષિણ ગુ.ના ખેડૂત આગવવાનોની બેઠક મળી હતી.જેમાં ખેડૂત સંઘર્ષ સમિતિની રચના કરી આવતીકાલે જીલ્લા અને તાલુકા લેવલે બંધના કાર્યક્રમને સફળ બનાવા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જે અંતર્ગત આવતી કાલે જિલ્લા અને તાલુકા તાલુકા સુધી જુદી જુદી ખેડૂત આગેવાનોની ટીમ બનાવી લોકોને બંધના એલાનમાં જોડાવા  અને બંધના એલાનને સફળ બનાવવા સંપૂર્ણ પ્રયાસ કરાશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…