કચ્છ/ શાળામાં ભણતો વિધાર્થી આવ્યો કોરોના પોઝિટિવ, સહઅધ્યાયીઓમાં ફફડાટ

ભુજમાં ધો.11 માં શાળામાં અભ્યાસ વિદ્યાર્થીનો પણ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા સહવિદ્યાથીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.  ભુજની વી.ડી.હાઈસ્કૂલમાં ધો.11 માં ભણતા વિદ્યાર્થીનો રવિવારે કોવિડ પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો.

Top Stories Gujarat Others
jetpur 3 3 4 શાળામાં ભણતો વિધાર્થી આવ્યો કોરોના પોઝિટિવ, સહઅધ્યાયીઓમાં ફફડાટ

રાજ્યમાં બિલ્લિ પગે કોરોના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે શાળા-કોલેજો પણ શરૂ કરી દેવામાં આવ્યા છે. તો બીજી બાજુ રાજ્યમાં રાજ્યમાં ઓમિક્રોન શંકાસ્પદ કેસ પણ મળી આવ્યા છે. ત્યારે શાળા સંચાલકો અને વાલીની ચિંતામાં વધારો થયો છે. આવા સંજોગોમાં કચ્છ જિલ્લામથી એક શાળામાં અભ્યાસ કરતો વિધાર્થી કોરોના સંક્રમિત મળી આવતા તંત્રની ચિંતામાં વધારો થયો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર કચ્છ જિલ્લામાં કોરોના વાયરસના નવા પોઝિટિવ કેસો સતત વધી રહ્યા છે ત્યારે ભુજમાં ધો.11 માં શાળામાં અભ્યાસ વિદ્યાર્થીનો પણ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા સહવિદ્યાથીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.  ભુજની વી.ડી.હાઈસ્કૂલમાં ધો.11 માં ભણતા વિદ્યાર્થીનો રવિવારે કોવિડ પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. જેથી શનિવારે શાળામાં આવેલા વિદ્યાર્થીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. વી.ડી.હાઈસ્કૂલના આચાર્ય ઊર્મિલ હાથીએ જણાવ્યું કે,આજે હેલ્થ ટીમ દ્વારા ધો.11 માં ભણતા 32 વિદ્યાથીઓ તેમજ શિક્ષકોના RTPCR ટેસ્ટ કરવામાં આવ્યા છે.  શાળામાં અન્ય વિદ્યાર્થીઓમાં સંક્રમણ વકરે નહિ એ માટે કોવિડ નિયમોની ચુસ્ત અમલવારી કરાવવામાં આવવા છે. નોંધનીય છે કે,છેલ્લા 5 દિવસમાં કચ્છમાં કોરોનાના 16 પોઝિટિવ કેસ નોંધાયા છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં જામનગર અને રાજકોટ ખાતે ઓમિક્રોન વાઇરસના બે શંકાસ્પદ કેસ મળી આવ્યા છે. બંને ને હાલમાં આઇશોલેશનમાં રાખવામા આવ્યા છે. જ્યારે રાજ્યમાં દૈનિક નોધાતા કેસનો આંક પણ સતત વધી રહ્યો છે. જે ખરેખર ચિંતા ઉપજાવે તેવી બાબત છે. રાજયના આરોગ્ય  વિભાગના જણાવ્યા અનુસાર આજ રોજ રાજ્યમાં 45 કોરોના સંક્રમિતો મળી આવ્યા છે. જેમાંથી 15 કેસ તો માત્ર અમદાવાદ ખાતેથી મળી આવ્યા છે.

રાજ્ય સરકાર દ્વારા કોરોના સામે લડવા માટે હાલ તો રસીકરણ ઉપર ભારા મૂકવામાં આવી રહ્યું છે. તો રાજયમાં ટેસ્ટિંગની સંખ્યા પણ વધારી દેવામાં આવી છે.

ગુજરાત / ભાજપ પ્રત્યેક જિલ્લા કાર્યાલયમાં ખોલશે લાઈબ્રેરી

ફુલ ગુલાબી ઠંડી / ઠંડીમાં સ્વાસ્થ્યને તંદુરસ્ત બનાવતા અડદિયાની માંગમાં વધારો

ગુજરાત / આરોગ્ય વિભાગના અધિકારી-કર્મચારીઓએ બદલી માટે આ રીતે અરજી કરી શકશે