Not Set/ અમરેલીની ચોંકાવનારી ઘટના, ડીસીપ્લીનના પાઠ શીખવાડવા વિદ્યાર્થીઓને કુતરા સાથે પુરાયાં

અમરેલી, શાળામાં ભણતા વિદ્યાર્થીઓ ડીસીપ્લીનમાં ના રહે તો ઘણીવાર શિક્ષણકો એટલાં કડક પગલાં ભરતા હોય છે કે સ્ટુડન્ટને એ સબક જીંદગીભર યાદ રહી જાય.અમરેલીની એક શાળાની હોસ્ટેલમાં શિક્ષકોએ વિદ્યાર્થીઓને શિસ્ત શીખવાડવા એવી સજા આપી કે વિદ્યાર્થીને જાનને જોખમ ઉભું થઇ જાય. અમરેલીની આ શાળાના ત્રણ શિક્ષકા અને આચાર્ય સામે ફરિયાદ કરવામાં આવી છે કે, દિવાળી […]

Gujarat
student dog અમરેલીની ચોંકાવનારી ઘટના, ડીસીપ્લીનના પાઠ શીખવાડવા વિદ્યાર્થીઓને કુતરા સાથે પુરાયાં

અમરેલી,

શાળામાં ભણતા વિદ્યાર્થીઓ ડીસીપ્લીનમાં ના રહે તો ઘણીવાર શિક્ષણકો એટલાં કડક પગલાં ભરતા હોય છે કે સ્ટુડન્ટને એ સબક જીંદગીભર યાદ રહી જાય.અમરેલીની એક શાળાની હોસ્ટેલમાં શિક્ષકોએ વિદ્યાર્થીઓને શિસ્ત શીખવાડવા એવી સજા આપી કે વિદ્યાર્થીને જાનને જોખમ ઉભું થઇ જાય. અમરેલીની આ શાળાના ત્રણ શિક્ષકા અને આચાર્ય સામે ફરિયાદ કરવામાં આવી છે કે, દિવાળી વેકેશન પહેલા શિસ્તનાં પાઠ ભણાવવાંનાં નામે બાળકો પર અત્યાચાર કર્યો હતો. આ શિક્ષકોએ બાળકોને હોસ્ટેલની એક રૂમમાં બંધ કરી દીધા હતાં અને તેમની પર કૂતરા પણ છોડ્યાં હતાં.

માની ના શકાય તેવા આ કિસ્સામાં બાળકોના વાલીઓએ ફરિયાદ પણ કરી છે.

મળતી માહિતી પ્રમાણે અમરેલીની વિદ્યાસભાની હોસ્ટેલમા રહી અભ્યાસ કરતા ધારી તાલુકાના દેવળા ગામના એક માસુમ છાત્રને અહીંના રેકટર આશિષ ઠુંમરે બે દિવસ સુધી રૂમમાં પુરી દીધો હતો. આ ઉપરાંત તેણે માર પણ મારવામાં આવ્યો હતો. જે પછી તેની હાલત એટલી બગડી હતી કે તેને સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો.

આ ઘટના સામે આવ્યાં પછી રેક્ટર સામે ફરિયાદ કરવામાં આવી હતી. આ ઘટનાનાં થોડા જ દિવસો પછી અન્ય સ્ટુડન્ટ્સને કૂતરા સાથે રૂમમાં પુરી દઇને કૂતરૂં ભસાવી ડરાવતા હતાં. બાળકોને કારણે જોર જોરથી રડી અને બૂમો પાડતા હતાં.કમનસીબી એ વાતની હતી કે બાળકો ડરના માર્યા ચિલ્લાઇ રહ્યા હતા અને તેમના અવાજો 3 શિક્ષિકાઓએ પણ સાંભળ્યાં હતાં પરંતુ તેમને મદદ કરવાને બદલે તેઓ હસતા હતાં.

જે પછી બાળકોને આ શિક્ષકોએ ધમકી પણ આપી હતી તે જો આની જાણ કોઇને પણ કરશો તો તમને શાળામાંથી બહાર કાઢી મુકાશે. જોકે આ મામલે હાલ વિદ્યાર્થીઓના વાલીઓ દ્રારા પોલિસ ફરિયાદ નોંધવામાં આવી છે અને તપાસ ચાલી રહી છે.

(ઉપરની તસ્વીર પ્રતીકાત્મક છે)