Ahmedabad/ સુભાષબ્રિજ RTO એ મોડિફાઈડ લિમોઝીન કાર કરી ડિટેઇન

પોતાના લગ્નને યાદગાર બનાવવા દરેકની ઇચ્છા હોય છે, ખાસ કરીને આ દિવસે બધુ જ દરેકથી કઇક અલગ હોય તેવો વિચાર આવવો સ્વાભાવિક છે…..

Ahmedabad Gujarat
police attack 50 સુભાષબ્રિજ RTO એ મોડિફાઈડ લિમોઝીન કાર કરી ડિટેઇન

@બ્રિન્દા રાવલ, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ

  • અમદાવાદ RTOએ મોડિફાઈડ લીમોઝિન કાર કરી ડિટેઇન
  • સાણંદ ખાતે ચેકીંગ દરમિયાન કાર કરી ડિટેઇન
  • મોડિફાઇડ કારની ભારતમાં નથી પરમિશન
  • પરમિશન ન હોવા છતા લોકો કરી રહ્યા છે ઊપયોગ
  • રોજના 40 હજાર રૂપિયા ભાડે આપતા હતા

પોતાના લગ્નને યાદગાર બનાવવા દરેકની ઇચ્છા હોય છે, ખાસ કરીને આ દિવસે બધુ જ દરેકથી કઇક અલગ હોય તેવો વિચાર આવવો સ્વાભાવિક છે. ઘણા પોતાના સ્ટાઇલીસ્ટ કપડાથી આ દિવસને યાદગાર બનાવે છે તો ઘણા મોઘીંદાટ કાર જાનમાં લઇ જઇને તે દિવસને યાદગાર બનાવે છે. આવી જે એક મોંઘી અને હટકે કાર લિમોઝીનને લગ્નપ્રસંગે ભાડે અપાઇ હતી. જેને અમદાવાદ સુભાષબ્રિજ RTO એ ડિટેઇન કરી દીધી છે.

મળી રહેલી માહિતી અુસાર,સાણંદ ખાતે ચેકિંગ દરમિયાન આ મોડિફાઇડ લિમોઝીન કારને ડિટેઇન કરી દેવામાં આવી હતી. આપને જણાવી દઇએ કે, આ મોડિફાઇડ કારની પરવાનગી ન હોવા છતા તેને લોકો ખૂબ ઉપયોગ કરી રહ્યા હતા, વળી તેને લગ્નપ્રસંગમાં રોજનાં 40 હજાર રૂપિયાનાં ભાડે આપવામાં આવતી હતી. આ મોડિફાઈડ લિમોઝીન કારનું પાસિંગ પંજાબનું છે. પાસિંગ PB 10 CY 3300 નંબરની કારની બજાર કિંમત અંદાજે 20 લાખ છે. સુમો કારમાંથી મોડિફાઇ કરેલી આ કાર સાણંદનાં કલાણા ગામે લગ્ન પ્રસંગમાં ભાડે અપાઇ હતી. વળી સામે આવ્યુ કે, આ કારને ટાટા સુમોમાંથી મોડિફાઈ કરી અને ઉપર AUDI નો સિમ્બોલ લગાવવામાં આવ્યો છે.

જણાવી દઇએ કે, આ  મોડિફાઇડ લિમોઝીન કારનું રજિસ્ટ્રેશન કરાયું નથી. ચેકીંગ દરમિયાન આરસી બુક,પીયૂસી ડાઈવર પાસે ન હતું. જેના કારણે આ કારને ડિટેઇન કરવામાં આવી છે. આરટીઓમાં કારનાં પુરાવા રજૂ કરવા પડશે. ત્યાર બાદ કાર છોડાવી શકાશે અને જો પુરાવા રજૂ નહિ કરે તો કાર આરટીઓમાં રહશે. સાણંદ પાસેનાં ગામમાં લગ્ન પ્રસંગમાં ભાડે આપવામાં આવી હતી. જોકે વરખોડીયાને મૂકીને પરત ફરી રહી હતી. તે સમયે આરટીઓ ઈસ્પેક્ટરની નજર પડી અને કારને રોકી કાર્યવાહી શરૂ કરી. પરંતુ લગ્ન પ્રસંગમાં આરટીઓનાં નિયમ વિરુદ્ધ તૈયાર થયેલ કાર યુઝ ન કરવી જોઈએ અને તમે પણ જો આવી કાર લગ્નમાં સીન નાખવા માટે બુક કરી હોય તો વિચારી લે જો.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો