Not Set/ ખેડૂતે રણની બંજર જમીનમાં 66 હજાર ઊંટ મોરડનાં દુર્લભ છોડનું કર્યુ સફળ વાવેતર

રણની વેરાન અને બંજર જમીનમાં લિલોતરીની કલ્પના કરવી એ ધોળા દિવસે તારા જોવા જેવી ઘટના છે.

Gujarat Others
1 145 ખેડૂતે રણની બંજર જમીનમાં 66 હજાર ઊંટ મોરડનાં દુર્લભ છોડનું કર્યુ સફળ વાવેતર

@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

રણની વેરાન અને બંજર જમીનમાં લિલોતરીની કલ્પના કરવી એ ધોળા દિવસે તારા જોવા જેવી ઘટના છે. ત્યારે રણકાંઠાનાં નિવૃત્ત કર્મચારીએ ત્રણ વર્ષની અથાગ મહેનત બાદ રણની ઉજ્જડ જમીનમાં 66,000 જેટલા દુર્લભ ઊંટ મોરડનું સફળ વાવેતર કરી તાલુકાનાં અન્ય ખેડૂતોને અનોખો રાહ ચિંધ્યો છે.

આગોતરૂ આયોજન: અહો આશ્વર્યમ…રણનો અગરીયો ચાર મહિના પીવાનું પાણી જમીનમાં દાટીને આવે છે ઘરે

રણકાંઠાનાં નિવૃત્ત કર્મચારી મેરૂભાઇ ખેમાભાઇ કડે થોડા સમુ અગાઉ રણની વેરાન અને બંજર ગણાતી 25 હેક્ટર જમીનમાં રણમાં જોવા મળતી દુર્લભ ઊંટ મોરડ સહિતનાં વિવિધ છોડ ઉગાડવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે ત્રણ વર્ષની અથાગ મહેનત બાદ હાલમાં આ રોપા કેડ સમાણા ઊભા છે. આ ઉપરાંત મેરૂભાઇ કડે પાટડી હિંમતપુરા રોડ પર 15 હેક્ટરમાં ગુદી, પીલુ, સપ્તપણ, પારષ પીપળો અને લીંબડા સહિત 36,660 રોપાઓનું સફળ વાવેતર કરી જીવની જેમ ઉછેર કર્યા હતા. આ અંગે નિવૃત કર્મચારી મેરૂભાઇ કડે જણાવ્યું કે, કચ્છનાં નાના રણમાં વચ્છરાજબેટ વિસ્તારમાંથી દુર્લભ ઊંટ મોરડ વનસ્પતિનાં બી લાવી 6-8 મહિનાની અથાગ મહેનત બાદ રોપા તૈયાર કરી ચોમાસા પહેલા એનું વાવેતર કરવામાં આવે છે. કચ્છનાં નાના રણમાં જોવા મળતી અકેશીયા વનસ્પતિનાં વાવેતરનો પણ સફળ અખતરો કર્યો હતો.

રાહતના સમાચાર: અમદાવાદમાં રસ્તાઓ પર 7 જૂનનથી દોડશે AMTS-BRTS બસો , 50 ટકા ક્ષમતા સાથે મંજૂરી

મેરૂભાઇએ પાણીના સંગ્રહ માટે પાંચ વનતળાવ પણ બનાવ્યાં હતા.

રણમાં પોતે વાવેતર કરેલા 66,000થી વધુ રોપા બળી ન જાય એ માટે આ યુવાને આ વિસ્તારમાં સુંદર મજાનાં ગોળ તળાવ પણ બનાવ્યાં છે. જે ચિક્કાર પાણીથી ભરી દેવાયા બાદ આ પાણી વૃક્ષોનાં ઉછેર માટે ખુબ જ ઉપયોગી બને છે.

પર્દાફાશ: ડેરોલ ગામના બુટલેગર દ્વારા ટ્રાન્સપોર્ટ મારફતે મંગાવેલ શરાબનો જથ્થો ઝડપી પાડતી ગોધરા LCB

આ ઊંટ મોરડમાંથી ખોરાક અને પાણી બંને મળે છે : મેરૂભાઇ કડ (નિવૃત કર્મચારી)

વેરાન રણમાં ઊંટ, ઘૂડખર કે નીલગાય (રોઝ) સહિતના પ્રાણીઓ માટે ખોરાક અને પાણી ન મળે તો આ ઊંટ મોરડ વનસ્પતિમાંથી એમને ખોરાક અને પાણી બંને મળી રહે છે. અને જો કોઇ માણસ રણમાં ભુલુ પડ્યું હોય તો એ આ વનસ્પતિ ખાય તો એને 8થી 10 કલાક સુધીની રાહત મળી જાય છે. અને રણમાં ભુલેલો વ્યક્તિ એના ટાર્ગેટ સુધી પહોંચી જાય છે.

kalmukho str 4 ખેડૂતે રણની બંજર જમીનમાં 66 હજાર ઊંટ મોરડનાં દુર્લભ છોડનું કર્યુ સફળ વાવેતર