અમદાવાદ/ સિવિલ હોસ્પિ. ખાતે યુવકે કર્યો આપઘાતનો પ્રયાસ, જુઓ વીડીયો

યુવકના આપઘાતના પ્રયાસની સમગ્ર ઘટના સ્થાનિકે મોબાઈલના કેમેરામાં કેદ કરી હતી.અજાણ્યો યુવક બારીના છજ્જા પર ચઢી જતા હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડ…

Ahmedabad Gujarat
આપઘાતનો

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આજે વહેલી સવારે હ્ર્દય હચમચાવી દે તેવા દ્રશ્યો સર્જાયા છે. સિવિલના ચોથા માળેથી પડતુ મૂકી યુવકે આપઘાતનો પ્રયત્ન કર્યો છે. વહેલી સવારે અજાણ્યા યુવકે ચોથા માળેથી પડતુ મૂકતા હોસ્પિટલમાં દોડધામ મચી ગઈ હતી. યુવકના આપઘાતના પ્રયાસની સમગ્ર ઘટના સ્થાનિકે મોબાઈલના કેમેરામાં કેદ કરી હતી.અજાણ્યો યુવક બારીના છજ્જા પર ચઢી જતા હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડ તેમજ સ્થાનિકોએ તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો.

આ પણ વાંચો :પ્રાંતિજના ગેડ પાસે મટકી ફોડવાને લઈને એક જ સમાજના બે જુથ્થો વચ્ચે પથ્થરમારો

સ્થાનિકો દ્વારા ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગે યુવકને બચાવવા નીચે નેટ પણ પાથરી હતી. પરંતુ યુવક ઓક્સિજન પ્લાન્ટ તરફ કૂદી ગયો હતો. યુવક ચોથા માળેથી ઓક્સિજન પ્લાન્ટ તરફ કૂદતા તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. હાલ તો યુવકને સિવિલના ટ્રોમા સેન્ટરમાં ખસેડવામાં આવ્યો છે.

https://youtu.be/k-ZUJzlUQgc

ફાયર બ્રિગેડના જણાવ્યા મુજબ, અમે આ યુવકને સમજાવ્યો છતાં તે નીચે કૂદી ગયો હતો અને તેનુ મૃત્યુ હતું. યુવક જેવો નીચે કૂદવા જતો હતો ત્યારે સ્થાનિકોએ ફાયર બ્રિગેડના જવાનોને જાણ કરી હતી. જ્યારે ફાયર બ્રિગેડના જવાનોએ પણ સમજવ્યો છતા આ યુવક નીચે કૂદી ગયો હતો. હાલમાં તો આ યુવક બેભાન થઈ ગયો છે. ત્યારે લોકોએ આ ઘટનાનો લાઈવ વીડિયો બનાવી લીધો હતો.

આ પણ વાંચો :હિમતનગરના ઇલોલ ગામની પ્રાથમિક શાળા નં.૨ ને મર્જ કરવાના નિર્ણય સામે ગ્રામજનોમાં રોષ

દરમિયાન આપઘાતના પ્રયાસનું કારણ હજુ સુધી અકબંધ રહ્યુ છે. જોકે, આ યુવકને હોશ આવે તો તે કોણ છે તેણે શા માટે આપઘાતનો પ્રયાસ કર્યો વગેરે વિગતો જાણી શકાય છે પરંતુ હાલમાં તો આ ઘટનાનો લાઇવ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વિચલિત કરતા દૃશ્યો લોકોના રૂવાંડા ઊભા કરી રહ્યા છે. જોકે વધુ માહિતી તો પોલીસ તપાસના અંતે જ સામે આવશે ત્યારે આ ઘટનાના કારણે ચકચાર મચી છે.

આ પણ વાંચો :21 મી સદીમાં પણ માનવતા હજી છે જીવંત, મુસ્લિમ યુવકોએ કર્યું એવું તે જાણીને…

આ પણ વાંચો : સુરતમાં અંગ્રેજીની પરીક્ષાથી બચવા એક વિદ્યાર્થીનીએ કર્યું એવું કે, તે જાણીને તમે

આ પણ વાંચો :સુરતમાં મુસાફર ભરેલી રીક્ષાનો ચાલક રસ્તા પર જ ઢળી પડ્યો, થયું મોત