Not Set/  વડાપ્રધાનના સંદેશાનો સાર: રસીકરણનું કેન્દ્રીયકરણ

એક રાજકીય વિશ્લેષક તો એમ પણ કહે છે કે જાે કેન્દ્રમાં યુપીએની સરકાર હોત અને મોદી ગુજરાતના મુખ્યમંત્રીપદે હોત તે વખતે જાે કેન્દ્રની યુપીએ સરકારે આવો નિર્ણય લીધો હોત તો તે વખતે મોદી સાહેબ એમ જ કહેત કે કેન્દ્ર સરકારે દેશના બંધારણીય માળખાને નુકસાન કર્યું છે

India Trending
modi ji  વડાપ્રધાનના સંદેશાનો સાર: રસીકરણનું કેન્દ્રીયકરણ

 ગરીબો માટે રાશન યોજનાની મુદ્દત લંબાવી પણ તેમાં અપાતી ચીજાેમાં ઉમેરો ન કર્યો

મોંઘવારી સામે નિર્ણાયક પગલાંની વાત કરી હોત તો લોકોને થોડી વધુ રાહત થાત

@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર 
ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે સોમવારે સવારે ટ્‌વીટ કરી પોતે સાંજે પાંચ વાગે જનતા જાેગ સંદેશો આપશે તેવી જાહેરાત કરી. આ પ્રવચનમાં મૂળ વિષય કોરોના અને વેક્સીનેશન હતું. કોરોનાકાળમાં સરકારે કરેલી કામગીરીના વખાણ કર્યા અને સાથોસાથ એમ પણ કહ્યુંકે લોકોના સહયોગથી દેશ કોરોનાનું સંકટ સફળતાપૂર્વક પસાર કરી રહ્યું છે. વિવિધ પગલાંનો ઉલ્લેખ કરીને કોરોના ગયો નથી, સાવધ રહેવાનું છે અને વેક્સીનેશન અને કોવિદ-૧૯ની ગાઈડલાઈનનું પાલન જ લોકોને બચાવી શકશે. પોતાના પ્રવચનના પ્રારંભમાં વેક્સીનેશન અંગેની વાત કરી અને વેક્સીન બાબતમાં જે અફવાઓ ફેલાય છે – અપપ્રચાર થાય છે તે માટે બે – કે પાંચ વાક્યોમાં વિપક્ષોને તો નિશાન બનાવ્યા જ સાથોસાથ પ્રચાર માધ્યમોને નિશાન બનાવવાની તક પણ છોડી નહિ. જાે કે બીજું બધું તો ઠીક પણ પ્રચાર માધ્યમ અને ખાસ કરીને સોશ્યલ મીડિયામાં વેક્સીન સામે અપપ્રચાર ન થાય તે જરૂરી છે તે વાત સાથે સંમત થઈએ તો પણ એટલું તો કહેવું જ પડશે કે ઘણા સ્થળે એક-બે કે ત્રણ વેક્સીનની સરખામણી કરવાના જે કહેવાતા અભ્યાસ અહેવાલો ચાલે છે અને ત્રીજી લહેર અંગે નિષ્ણાતો દ્વારા વિરોધાભાસી અને લોકોમાં ભયની લાગણી ઉભી કરનારી જે વાતો થાય છે તે પણ બંધ થવી જરૂરી હોવાનો ઉલ્લેખ કરવાની જરૂરત હતી.

himmat thhakar  વડાપ્રધાનના સંદેશાનો સાર: રસીકરણનું કેન્દ્રીયકરણ
વેકસીન એ કોરોના સામેનું અસરકારક શસ્ત્ર છે. તેની ના નથી રાજ્યોની માગણી બાદ તેઓને વેકસીન ખરીદી લોકોને મફત આપવાની છૂટ અપાઈ હતી તે વાત પણ સાચી છે. જાે કે અમુક રાજ્ય સરકારોએ તો તે પહેલા પણ આ કામગીરી શરૂ કરી દીધી હતી. આ પણ સારી વાત જ છે. જાે કે કેટલીક રાજ્ય સરકારો સામે ફરીયાદો પણ આવી હતી. જ્યારે કેટલીક રાજ્ય સરકારોએ વેક્સીનના પ્રમાણપત્ર પરથી વડાપ્રધાનના ફોટાના બદલે જે તે રાજ્યોના મુખ્યમંત્રીઓના ફોટા છાપવા શરૂ કર્યા હતા. જાે કે હવે તો કેન્દ્ર સરકાર જ રસીની ખરીદી તેની જરૂરત પ્રમાણે રાજ્યોને આપવાની છે. એટલું જ નહિ પરંતુ તેના માટે રાજ્યોને એક પૈસો પણ ખર્ચવાનો નથી. જાે કે લોકોને રસી આપવાની જવાબદારી તો રાજ્ય સરકારના આરોગ્ય કર્મચારીઓની જ રહેશે. ટૂંકમાં જેમ ચૂંટણી વખતે રાજ્ય સરકારના કર્મચારીઓને ચૂંટણીપંચના કર્મચારીઓ તરીકે વર્તવાનું હોય છે તેવી જ રીતે રસીકરણ અભિયાનમાં ભાગ લેનારા આરોગ્ય કર્મીઓએ હવે જે તે વખતે કેન્દ્ર સરકારને જ અનુસરવું પડશે.

Covid vaccine: First 'milestone' vaccine offers 90% protection - BBC News
પોતાના આ બહુ લાંબા પણ નહિ અને બહુ ટૂંકા પણ નહિ તેવા પ્રવચનમાં ઘણી વાતો કહી દીધી છે. જાે કે ભૂતકાળમાં વડાપ્રધાન બે થી વધુ વખત કહી ચૂક્યા છે તે બાબતમાં વેકસીનના બગાડ બાબતનો ઉલ્લેખ કરીને વેકસીનનો વ્યય થાય જ નહિ તેવી તાકિદ સંબંધીતોને કરી હોત તો ઘણું સારૂં હતું. જાે કે આવું આ વખતે બન્યું નથી. વેકસીન કિંમતી છે અને તેનો વ્યય થાય તે કોઈ સંજાેગોમાં પોસાય તેવી વાત નથી. આ બાબતમાં પણ કશુંક કહેવાની જરૂરત હતી.

Vaccine - Wikipedia
હવે વડાપ્રધાનના કેન્દ્ર ૨૧મી જૂનથી રસીકરણની જવાબદારી સંભાળી લેશે તે વાત આવકાર્ય છે. બીજા અર્થમાં કહીએ તો રસીકરણનું કેન્દ્રીયકરણ પણ થઈ ગયું છે તેવું કહી શકાય. ઘણા રાજકીય વિશ્લેષકોએ આ નિર્ણયની આ રીતે પણ નોંધ લીધી છે. એક રાજકીય વિશ્લેષક અને આરોગ્ય નિષ્ણાતે પણ કહ્યું છે કે રાજ્યો પાસેથી રસીકરણનો અધિકાર છીનવી લીધો છે. આ વાત સાવ ખોટી તો નથી જ. આ અંગે ઘણા એમ પણ કહે છે કે રસી રાજ્ય સરકાર ખરીદીને આપે છે તેવા દાવા સાથે ઘણા એટલે કે છત્તીસગઢ, ઝારખંડ સહિતના ત્રણ રાજ્યોના મુખ્યમંત્રીઓએ રસીકરણ અંગેના પ્રમાણપત્ર પર પોતાના રાજ્યના મુખ્યમંત્રીઓના ફોટા છાપવા શરૂ કર્યા હતાં. ઉપર જણાવી ગયા તે પ્રમાણે રાજ્ય સરકાર અને તેમાંય ભાજપી રાજ્યોના મુખ્યમંત્રીઓ આવો જશ ખાટી જાય તે વાત કેન્દ્ર સરકારને પસંદ ના હોય તેવું પણ બની શકે છે. કદાચ એટલે પણ રસીકરણના કેન્દ્રીયકરણનો નિર્ણય આવી પડ્યો હોય તેવી શક્યતા છે.

Narendra Modi speech highlights: Free vaccination for all above 18, Centre  to procure for all states | India News,The Indian Express
એક રાજકીય વિશ્લેષક તો એમ પણ કહે છે કે જાે કેન્દ્રમાં યુપીએની સરકાર હોત અને મોદી ગુજરાતના મુખ્યમંત્રીપદે હોત તે વખતે જાે કેન્દ્રની યુપીએ સરકારે આવો નિર્ણય લીધો હોત તો તે વખતે મોદી સાહેબ એમ જ કહેત કે કેન્દ્ર સરકારે દેશના બંધારણીય માળખાને નુકસાન કર્યું છે અને રાજ્યોના અધિકારો પર તરાપ મારી જ છે પણ તેની સાથોસાથ સંઘીય કે પ્રજાતંત્રીય માળખાને પણ નુકસાન કર્યુ છે. આવી તો બીજી ઘણી વાતો થાત. જાે કે આ બાબત અમુક રાજકીય વિશ્લેષકોની કલ્પનાનો વિષય છે. જાે કે ભૂતકાળમાં રાજ્ય સ્તરેથી આવા વાક્ય બોલાયા છે ખરા તે પણ હકિકત છે.

PM Narendra Modi to address nation at 5 PM today | India News – India TV
ગરીબો માટે પ્રધાનમંત્રીના નામે ૮૦ કરોડ પરિવારોને પાંચ કિલો રાશન મફત આપવાની યોજના દિવાળી સુધી લંબાવાઈ છે અથવા તો નવેમ્બર માસ સુધી તેનો વ્યાપ વધારવામાં આવ્યો છે તે વાત સારી છે, સારૂં પગલું છે. જાે કે આ યોજનાની જેમ મુદ્દત વધારી તેમ તેનો વ્યાપ પણ વધારવાની જરૂરત હતી. ખાદ્યતેલ સહિતની કેટલીક ચીજાે આમા ઉમેરીને કેરળ જેવી કેટલીક રાજ્ય સરકારોએ જે રીતે આ યોજના અમલી બનાવી હતી અને લોકો બીજુ નહિ તો દાણભાત શાક રોટલી ખાઈ શકે કે કઢી ખીચડી ખાઈ શકે (આમેય લોકો છાશ તો પોતાના ખર્ચે જ ખરીદતા હોય છે) તેવી જાેગવાઈ કરવાની જરૂરત હતી. અને તો આ યોજનાને પૂર્ણ રાશન યોજના અવશ્ય કહી શકાય.
વડાપ્રધાન ૨૦૨૦ના માર્ચની ૨૦મી તારીખે જનતા કફ્ર્યુની જાહેરાત વખતે અને ત્યારબાદ લોકડાઉનની જાહેરાત કરવા માટે જનતા જાેગ સંદેશો આપવા આવ્યા બાદ ઓછામાં ઓછા ૧૪ વખત ટીવી પર કે પ્રચાર માધ્યમો પર આવી ચૂક્યા છે. જાે કે ભલે ખેડૂતો સાથે વિદ્યાર્થીઓ સાથે એમ સમાજના તમામ વર્ગ સાથે વડાપ્રધાને સંવાદ કર્યો છે. જે રીતે મનમોહનસિંહે પોતાના દસ વર્ષના સમયગાળા દરમિયાન પાંચ વખત પત્રકાર પરિષદ બોલાવી હતી તેવી જ રીતે હજી સુધી સાત વર્ષના શાસનગાળામાં પત્રકારો સમક્ષ સીધી રીતે આવ્યા નથી. પત્રકારોના અણિયાળા સવાલોના કે લોકોપયોગી પ્રશ્નોના જવાબ આપવાના બાકી છે. હવે વડાપ્રધાન લોકોની આ અપેક્ષા પણ પૂર્ણ કરે તે જરૂરી છે. બાકી નિષ્ણાતો તો એમ પણ કહે છે કે અત્યારે લોકો પર પડેલા મોંઘવારીના માર અંગેે બીજુ બધું તો ઠીક પણ ભાવવધારો ડામવા સરકાર પગલાં ભરશે જ તેવું કહ્યું હોત તો લોકોને ઘણી રાહત થાત. આ પણ એક વાસ્તવિકતા છે, હકિકત છે. આમ વડાપ્રધાનના સંદેશાએ ઘણા સવાલોના જવાબ અધ્યાહાર રાખ્યા છે.