IPL 2024/ IPLમાં આ વખતની દમદાર ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદનો ગુજરાત ટાઈટન્સ સાથે થશે મુકાબલો

આજની IPL મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ વિ ગુજરાત ટાઇટન્સ વચ્ચે યોજાવાની છે. IPL 2024ની સૌથી ખતરનાક ટીમોમાંથી એક સનરાઈઝર્સ હૈદરાબાદ પ્લેઓફની રેસમાં યથાવત છે.

Top Stories Sports
Beginners guide to 2024 05 16T112341.430 IPLમાં આ વખતની દમદાર ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદનો ગુજરાત ટાઈટન્સ સાથે થશે મુકાબલો

આજની IPL મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ વિ ગુજરાત ટાઇટન્સ વચ્ચે યોજાવાની છે. IPL 2024ની સૌથી ખતરનાક ટીમોમાંથી એક સનરાઈઝર્સ હૈદરાબાદ પ્લેઓફની રેસમાં યથાવત છે. હૈદરાબાદની ટીમને પ્લેઓફમાં સ્થાન મેળવવા માટે ઓછામાં ઓછી એક મેચ જીતવી જરૂરી છે. કારણ કે ટીમે 12 મેચ રમીને સાતમાં જીત મેળવી છે અને 14 પોઈન્ટ સાથે ચોથા સ્થાન પર છે. એક મેચ જીતવાથી ટીમના 16 પોઈન્ટ થઈ જશે અને ચેન્નાઈ સિવાય અન્ય ટીમો 16 પોઈન્ટ સુધી પહોંચી શકશે નહીં. પેટ કમિન્સની આગેવાની હેઠળની ટીમ બંને મેચ જીતીને ટોપ ટુમાં સ્થાન નિશ્ચિત કરવા પર નજર રાખી રહી છે. બીજી તરફ નવા કેપ્ટન શુભમન ગીલના નેતૃત્વમાં ગુજરાત ટાઇટન્સ ટીમ અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શકી નથી. ગુજરાત 13 મેચ રમીને માત્ર 5 મેચ જીતી શક્યું છે. ગુજરાત 11 પોઈન્ટ સાથે આઠમા ક્રમે છે.

SRH vs GT લાઇવ સ્કોર: ગુજરાત ટાઇટન્સ ટીમ: શુભમન ગિલ (કેપ્ટન), સાઇ સુદર્શન, ડેવિડ મિલર, શાહરૂખ ખાન, મેથ્યુ વેડ (વિકેટકીપર), રાહુલ તેવટિયા, રાશિદ ખાન, નૂર અહેમદ, ઉમેશ યાદવ, મોહિત શર્મા, કાર્તિક ત્યાગી, સંદીપ વોરિયર, અભિનવ મનોહર, શરથ બીઆર, દર્શન નલકાંડે, જયંત યાદવ, રિદ્ધિમાન સાહા, કેન વિલિયમસન, વિજય શંકર, જોશુઆ લિટલ, રવિશ્રીનિવાસન સાઈ કિશોર, સ્પેન્સર જોન્સન, અઝમતુલ્લા ઉમરઝાઈ, માનવ સુથાર, સુશાંત મિશ્રા

SRH vs GT લાઈવ સ્કોર: સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમ: અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, નીતિશ રેડ્ડી, હેનરિક ક્લાસેન (wk), અબ્દુલ સમદ, શાહબાઝ અહેમદ, સનવીર સિંહ, પેટ કમિન્સ (c), ભુવનેશ્વર કુમાર, જયદેવ ઉનડકટ, વિજયકાંત વ્યાસ, ટી. નટરાજન, ઉમરાન મલિક, મયંક અગ્રવાલ, ગ્લેન ફિલિપ્સ, વોશિંગ્ટન સુંદર, રાહુલ ત્રિપાઠી, એડન માર્કરામ, અનમોલપ્રીત સિંહ, ઉપેન્દ્ર યાદવ, મયંક માર્કંડે, ઝાટવેદ સુબ્રમણ્યન, ફઝલહક ફારૂકી, માર્કો જોનસન, આકાશ મહારાજ સિંહ.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ આજે પંજાબની મુલાકાત લેશે, સુવર્ણ મંદિરમાં કરશે દર્શન 

આ પણ વાંચો: દિલ્હીની શાળાઓમાં બોમ્બની અફવા મામલે આજે હાઈકોર્ટમાં સુનાવણી

આ પણ વાંચો:કંગના રનૌત vs સ્મૃતિ ઈરાની vs હેમા માલિની: ભાજપની સૌથી વધુ કરોડપતિ ઉમેદવાર