સુરત/ ઈશનપુર ગામે 11 પશુઓના મોત,બકરીઓને ચરાવવા લઈ જતા બની ઘટના

સુરતના ઈશનપુર વિસ્તારમાં બની હોવાનું સામે આવ્યું છે. જ્યાં એકસાથે 11 પશુઓના મોત થઇ ગયા હતા.

Gujarat Surat
પશુઓના મોત

અત્યારે એવું આપણે સાંભળતા આવીએ છે કે અબોલા પ્રાણી, પશુ, પક્ષીઓને આપણે સાચવવા જોઈએ. પરંતુ શું ખરેખર તેમની જાળવણી અને સાર-સંભાળ રાખવામાં આવે છે! અત્યારે એક બધાને ચોકાવી દે તેવી ઘટના સામે આવી છે. જ્યાં 11 પશુઓના મોત થઇ ગયા છે.

આ ઘટના સુરતના ઈશનપુર વિસ્તારમાં બની હોવાનું સામે આવ્યું છે. જ્યાં એકસાથે 11 પશુઓના મોત થઇ ગયા હતા. તો ખરેખર વાત એમ છે કે કુંડકેવડી ફળિયામાં 11 બકરીઓના મોત થઇ ગયા  છે, આ ઘટના ત્યારે બની જયારે  બકરીઓને ચરાવવા માટે ખેતરમાં લઇ ગયા હતા તે દરમ્યાન બની હતી.

કુલ 40 બકરીઓ હતી અને તે પૈકી 11 બકરીઓના મોત ત્યાં જ ખેતરમાં થઇ ગયા હતા. આ સાથે જ દરેક લોકોમાં ચકચાર મચી ગયો હતો. જ્યાં એક તરફ અબોલા પશુ છે ત્યારે અચાનક જ આમ તેમનું મોત થઇ જવું તે ખુબ જ મોટી વાત છે, લોકો અત્યારે એવું અનુમાન લગાવી રહ્યા છે કે ખેતરમાં છાંટવામાં આવેલ ઝેરી દવાથી આ મોત થયું હશે. જો કે આ બાબત ને લઈને પોલીસ તેમજ તાલુકા પશુચિકિત્સકને જાણ કરવામાં આવી હતી. આ સાથે જ તપાસ શરુ કરવામાં આવી છે.

આ પણ વાંચો :ગુજરાત/સુરતની નવી સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં, ફાયરના સાધનોની સાથે બેડ પણ ખાઈ રહ્યા છે ધૂળ

આ પણ વાંચો :ગેંગવોર/ભરૂચના ઝઘડિયા GIDCમાં છોટુ વસાવાના ભાણેજ રજની વસાવા અને જયમીન પટેલ ગ્રુપ ઝઘડામાં વચ્ચે અનેક રાઉન્ડ ફાયરિંગ

આ પણ વાંચો: ગુજરાત/સુરતમાં લોકોને સારા વ્યાજની લાલચ આપી 1 કરોડથી વધુ રૂપિયા ઉઘરાવી લોકો સાથે છેતરપિંડી કરનાર આરોપી 13 વર્ષે ઝડપાયો