સુરત/ માંગરોળનાં વાંકલ કસ્તુરબા કન્યા છાત્રાલયમાં ટ્રક ઘૂસ્યો’ : મોટી દુર્ઘટના ટળી

વિધાર્થીઓ માટે મુખ્ય માર્ગની બાજુમાંથી અવરજવર માટે અલગથી રસ્તો બનાવવામાં આવ્યો છે એ રસ્તા પર આ દુર્ઘટના સર્જાઈ હતી.

Gujarat Others
સુરત

સુરતનાં માંગરોળમાં આવેલ વાંકલ કસ્તુરબા કન્યા છાત્રાલય પાસેની આ ઘટના છે. જ્યાં બેફામ બનેલી ટ્રક મુખ્યમાર્ગ પરથી ઓવરટેકની લ્હાયમાં ઓવરસ્પીડને કારણે રસ્તાની સાઈડ પર આવેલ ડીવાઈડર અને કંપાઉન્ડની દીવાલ તોડી છાત્રાલયમાં ઘૂસી ગઈ હતી. છાત્રાલયની વિદ્યાર્થીનીઓ શાળામાં હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. સાથે જ વાંકલ ગામમાં શાળા કોલેજો સહિત શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે ત્યારે વિધાર્થીઓ માટે મુખ્ય માર્ગની બાજુમાંથી અવરજવર માટે અલગથી રસ્તો બનાવવામાં આવ્યો છે એ રસ્તા પર આ દુર્ઘટના સર્જાઈ હતી. સદનસીબે કોઈ વિધાર્થી ત્યાંથી પસાર થઈ રહ્યું ન હતું જેથી એક મોટી દુર્ઘટના બનતા રહી ગઈ હતી. મોસાલી-ઝંખવાવ રોડ પર બેફામ ટ્રકોને કારણે અનેક વખત આવી ઘટનાઓ સર્જાતી હોય છે પરંતુ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી તેવી સ્થાનિકોમાં ફરિયાદ ઉઠી છે.

આ પણ વાંચો : હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ચાલતી પરીક્ષા ઘરબેઠા નિહાળો : ગેરરીતિ અટકાવવા આવકારદાયક પગલું