વલસાડ/ યુક્રેનના સુમિ ખાતે ફસાયા 400 વિદ્યાર્થીઓ, યુધ્ધને લઈ વ્યાપ્યો ભયનો માહોલ

યુક્રેનના સુમિ ખાતે ભારતના 400 જેટલા વિદ્યાર્થીઓ ફસાયા છે. જેમાં ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓના 12 જેટલા વિદ્યાર્થીઓ ફસાયા છે.

Gujarat Others
યુક્રેનના
  • યુક્રેનના સુમિ ખાતે ભારતના 400 વિદ્યાર્થીઓ ફસાયા
  • ગુજરાતના 12  વિદ્યાર્થીઓ ફસાયા
  • જોરવાસણનો રવિરાજ સુમિ ખાતે હોસ્ટેલ ફસાયો
  • વિદ્યાર્થી રવિરાજ સુમિની હોસ્ટેલમાં ફસાયો

યુક્રેનના સુમિ ખાતે ભારતના 400 જેટલા વિદ્યાર્થીઓ ફસાયા છે. જેમાં ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓના 12 જેટલા વિદ્યાર્થીઓ ફસાયા છે. વલસાડ જિલ્લાના જોરવાસણ ગામ ખાતે રહેતો વિદ્યાર્થી રવિરાજ સુમિ ખાતે હોસ્ટેલમાં ફસાયો છે. યુદ્ધના કારણે હોસ્ટેલમાં ફસાયેલા વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ સર્જાયો છે. સાથે ફસાયેલા વિદ્યાર્થીઓએ જમા કરેલો અનાજનો જથ્થો પાણીનો જથ્થો સહિત સ્ટોક પૂર્ણ થવાની કદારમાં છે.

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ જાહેર થતાં અનેક ભારતીયો અને ખાસ કરી ને અસંખ્ય વિદ્યાર્થીઓ યુક્રેન માં ફસાયા હતા..આથી યુદ્ધ ક્ષેત્ર માં ફસાયેલા વિદ્યાર્થીઓને એર લિફ્ટ કરવા ભારત સરકાર દ્વારા ઓપરેશન ગંગા ચલાવવામાં આવી રહ્યું છે. યુદ્ધના ધોરણે ચાલી રહેલા આ ઓપરેશનને કારણે અનેક વિદ્યાર્થીઓ હેમખેમ પોતાના વતન પરત ફરી રહ્યા છે. ત્યારે હજુ પણ ભારત મૂળના કેટલાક વિદ્યાર્થીઓ યુક્રેન ખાતે ફસાયા છે. વલસાડ જિલ્લાના જોરવાસણ ગામ ખાતે રહેતો રવિરાજ મહેન્દ્ર ભાઈ પટેલ યુક્રેન ના સુમિ સ્ટેટ ખાતે રશિયાની બોર્ડ થી 40 કિલોમીટર દૂર હોસ્ટેલમાં ફસાયો છે સુમિ ખાતે ભારત મૂળના 400 જેટલા વિદ્યાર્થીઓ ફસાયા છે તો ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓના 12 જેટલા વિદ્યાર્થીઓ ફસાયા છે.

ચાલી રહેલા યુદ્ધના કારણે હોસ્ટેલમાં ફસાયેલા વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ સર્જાયો છે તો હોસ્ટેલ બહાર ચાલતી ગોળીઓ અને બૉમ્બબારી થતા જોવા મળી રહી છે. સાથે ફસાયેલા વિદ્યાર્થીઓને એક ટાઈમ જમવાનું મળી રહયું છે એપણ હવે ધીમે ધીમે ખૂટી રહયું છે તો સાથે પીવાનું પાણી પણ ખૂટી રહયું છે ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીઓ યુદ્ધ શરૂ થયું ત્યારથી બંકર માં રહી રહયા છે પરંતુ હવે બંકર ની હાલત પણ ખરાબ થવાના કારણે વિદ્યાર્થીઓની હાલત કફોડી બની રહી છે તો વિદ્યાર્થીઓની ચિતામાં પરિવાર ની ઊંઘ ઊડી ગઈ છે.

 ભારત સરકાર રશિયા બોડર નજીક ફસાયેલા વિદ્યાર્થીઓને રશિયા બોડર ઉપર વિદ્યાર્થીઓને દેશ પરત લાવવામાં આવે તેમ વિદ્યાર્થીઓ અને તેના વાલીઓ ઈચ્છી રહ્યા છે. સાથે રોજ રશિયા સૈન્યના લડાકુ વિમાનો હોસ્ટેલ ઉપરથો જતા જોઈ વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ જોવા મળે છે. વિદ્યાર્થીઓ બંકરમાં એક સાથે રહેવાનો વારો આવ્યો છે. વિદ્યાર્થીઓએ જમા કરેલો અનાજનો જથ્થો પાણીનો જથ્થો સહિત સ્ટોક પૂર્ણ થવાની કદારમાં છે.

આ પણ વાંચો :યુક્રેનથી મોતના મુખમાંથી પરત ફરેલી આ પુત્રીએ ત્યાંનું ભયાનક દ્રશ્ય જણાવ્યું, કેવી રીતે કિવ સ્મશાન બની ગયું

આ પણ વાંચો :વિકાસ ગાંડો થયો: અમદાવાદના તૂટેલા રોડની પાંચ વર્ષથી સમસ્યા

આ પણ વાંચો :આ પરિવાર પર વરસ્યો કુદરતનો કહેર, બે જોડિયા બાળકોના ઈલાજ માટે જોઈએ છે 32 કરોડ

આ પણ વાંચો :આજથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્રનો પ્રારંભ, ગુરુવારે ભૂપેન્દ્ર પટેલની સરકાર રજૂ કરશે બજેટ