Accident/ સુરત : દસ્તાન ગામમાં ટ્રેનની અડફેટે આવી જતા યુવકનું મોત

દરેક વ્યક્તિના મગજમાં પોજીટીવ અને નેગેટિવ વિચારો સતત આવતા જ હોય છે. ઘણી વાર કામમાં વ્યસ્ત રહેવાને કારણે વ્યક્તિને યાદ જ નથી રહેતું કે તેને ખરેખર કરવું શું છે ? અને શું નથી કરવું? અને પોતાના કાર્યમાં બેધ્યાન બનીને સતત મશગુલ રહેતા લોકોને ઘણી વાર નુકશાનનો સામનો કરવો પડતો હોય છે.આવો જ એક કિસ્સો સુરત […]

Gujarat Surat
Indian Railways 1 સુરત : દસ્તાન ગામમાં ટ્રેનની અડફેટે આવી જતા યુવકનું મોત

દરેક વ્યક્તિના મગજમાં પોજીટીવ અને નેગેટિવ વિચારો સતત આવતા જ હોય છે. ઘણી વાર કામમાં વ્યસ્ત રહેવાને કારણે વ્યક્તિને યાદ જ નથી રહેતું કે તેને ખરેખર કરવું શું છે ? અને શું નથી કરવું? અને પોતાના કાર્યમાં બેધ્યાન બનીને સતત મશગુલ રહેતા લોકોને ઘણી વાર નુકશાનનો સામનો કરવો પડતો હોય છે.આવો જ એક કિસ્સો સુરત પાસે બન્યો હતો. સુરત જિલ્લાના દાસ્તાન ગામમાં રેલવે ફાટક ક્રોસ કરી રહેલા યુવકને ધ્યાન જ ન રહ્યું કે સામેથી ટ્રેન આવી રહી છે. ઉતાવળમાં રેલવે ફાટક ક્રોસ કરી રહેલા યુવકને ટ્રેનની ટક્કર વાગતા તેનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં દસ્તાન ગામની સીમમાં રેલ્વે ફાટક પાસે એક અજાણ્યો પુરુષ કોઈ ટ્રેનની અડફેટે આવી જતા તેનું ટ્રેનની ટક્કરે મોત નીપજ્યું હતું.

દસ્તાન રેલ્વે ફાટક થાભલા નંબર-૧૮/૨૧ બ્રીજના પીલ્લર પાસે કોઈ ટ્રેનની અડફેટે એક અજાણ્યો પુરૂષ અડફેટે આવી જતા ટ્રેનની ટક્કર વાગતા અજાણ્યા પુરુષને થયેલી ગંભીર ઈજાને કારણે મોત નીપજ્યું હતું. મૃતકના વાલી વારસો મળી આવ્યા નથી. ટ્રેનની અડફેટે મૃત્યુ પામનાર પુરૂષ આશરે 30 થી 35 વર્ષનો હોય, બનાવ અંગે રેલ્વે માસ્ટર અનિલ કેસરીએ પલસાણા પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ