Not Set/ સુરત/ આંગડીયા પેઢીનો કર્મચારી 17 લાખ લઇ ફરાર

સુરતના આંગડીયા પેઢીમાં ફરી એકવાર ઉચાપતની ઘટના સામે આવી છે. જેમાં આંગડીયા પેઢીના કર્મચારી દ્વારા જ રૂપિયાની ઉચાપત સામે આવી છે. કર્મચારી જ પેઢીના રૂપિયા લઈને ફરાર થઈ ગયો છે. સુરતની બાબુલાલ કાન્તીલાલ આંગડીયા પેઢીનો કર્મચારી તેની મુખ્ય ઓફિસે થી 17 લાખ રૂપિયા રોકડા  લઈને નીકળ્યો હતો. જે પૈસા તેને અર્જુન ઠાકોર પેઢીની બીજી ઓફિસે […]

Gujarat Surat
froud સુરત/ આંગડીયા પેઢીનો કર્મચારી 17 લાખ લઇ ફરાર

સુરતના આંગડીયા પેઢીમાં ફરી એકવાર ઉચાપતની ઘટના સામે આવી છે. જેમાં આંગડીયા પેઢીના કર્મચારી દ્વારા જ રૂપિયાની ઉચાપત સામે આવી છે. કર્મચારી જ પેઢીના રૂપિયા લઈને ફરાર થઈ ગયો છે.

સુરતની બાબુલાલ કાન્તીલાલ આંગડીયા પેઢીનો કર્મચારી તેની મુખ્ય ઓફિસે થી 17 લાખ રૂપિયા રોકડા  લઈને નીકળ્યો હતો. જે પૈસા તેને અર્જુન ઠાકોર પેઢીની બીજી ઓફિસે પહોચાડવાના હતા. પરંતુ તેને ત્યાં રૂપિયા નાં પહોચાડતા 17 લાખ લઈને ફરાર થઇ ગયો હતો. રૂપિયા લઈ ભાગી જતા આ કર્મચારી સામે સુરતના મહિધરપુરા પોલીસ મથકે  ફરિયાદ નોંધાઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.