રોડ અકસ્માત/ ગોઝારો બુધવાર..! દક્ષિણ ગુજરાતમાં પણ બે જુદા જુદા સ્થળોએ ખાનગી બસનો અકસ્માત  

ગોઝારો બુધવાર..! દક્ષિણ ગુજરાતમાં પણ બે જુદા જુદા સ્થળોએ ખાનગી બસનો અકસ્માત  

Top Stories Gujarat Surat
dharm 7 ગોઝારો બુધવાર..! દક્ષિણ ગુજરાતમાં પણ બે જુદા જુદા સ્થળોએ ખાનગી બસનો અકસ્માત  

ગુજરાત રાજ્યમાં આજની બુધવારની સવાર ગોઝારી ઇત થઇ છે. એક પછી રાજ્યમાં ચાર સ્થળોએ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે.  મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, અને  દક્ષિણ ગુજરાતમાં બે જુદા જુદા સ્થળોએ મળી કુલ ચાર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં ૧૫ જેટલા લોકોએ જીવ ગુમાવ્યો છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્યના બારડોલી ખાતે બે લક્ઝરી બસો વચ્ચે અકસ્માત સર્જાયો છે. નોંધનીય છે કે બારડોલીના દસ્તાન ફાટક પાસે બે ખાનગી ટ્રાવેલર્સની બસ વચ્ચે અકસ્માત થયો હતો. નોંધનીય છે કે વહેલી સવારે 6 વાગ્યે આ કરૂણિંતીકા ઘટના સર્જાઈ હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર સુરત ધૂળિયા હાઇવે પર અકસ્માત ની ઘટના બની હતી. કડોદરા બારડોલી રોડ પર દસ્તાન ફાટક પાસે બે લકઝરી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત માં 20 જેટલા મુસાફરો ને સામાન્ય ઇજા થઇ છે. બંને લકઝરી બસ સામસામે અથડાતા અકસ્માત સર્જાયો છે. ઇજાગ્રસ્તો ને વધુ સારવાર અર્થે સુરત સ્વીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

રોડ અકસ્માત / દર્શન કરીને પરત આવતા પરીવારના ચાર સભ્યોનું લખતર પાસે અકસ્માત…

ગમખ્વાર અકસ્માત / વાઘોડિયા ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત, 2 બાળક સહિત 9ના મોત…

અમદાવાદ / તુલીપ સોસાયટીમાં ફાટ્યો કોરોનાનો રાફળો, મળ્યા અધધધ કેસ…

જયારે અન્ય એક ઘટનામાં નેશનલ હાઈવે નંબર ૪૮ પર ખાનગી લકઝરી બસને અકસ્માતનડ્યો છે. ચીખલી નજીક કન્ટેનરની પાછળ ખાનગી લકઝરી બસ અથડાઈ હતી. આ લકઝરી બસ એમ.પી થી મુંબઈ પાલઘર મજૂરો ને લઈને જઈ રહી હતી. બસના ક્લીનર અને એક બાળકી મળી ત્રણ લોકોને સામાન્ય ઈજા પહોચી છે. બસમાં સવાર તમામ મુસાફરો નો આબાદ બચાવ થયો છે. વહેલી સવારે ઘટના બની છે.