Not Set/ સુરત: 971 કરોડના ખર્ચે તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટને કેન્દ્રની મંજુરી

સુરત, 971 કરોડના ખર્ચે તાપીનદીને શુદ્ધ કરી પુનઃજીવિત કરવા માટે તાપી શુદ્ધિકરણના પ્રોજેક્ટને સોમવારે કેન્દ્ર સરકારે ગ્રીન સિગ્નલ આપ્યું હતું. પાલિકા અને રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને સોમવારે તાપી નદીની સ્થિતિ અને પ્રોજેક્ટની જરૂરિયાત અંગેની રૂપરેખા દર્શાવતુ પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. . હવે માત્ર નાણામંત્રાલયની ઔપચારિક મંજૂરી બાદ આ વિશાળ પ્રોજેક્ટ માટે કેન્દ્રની મદદ મળવા માટેની […]

Gujarat Surat
tapi સુરત: 971 કરોડના ખર્ચે તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટને કેન્દ્રની મંજુરી
સુરત,
971 કરોડના ખર્ચે તાપીનદીને શુદ્ધ કરી પુનઃજીવિત કરવા માટે તાપી શુદ્ધિકરણના પ્રોજેક્ટને સોમવારે કેન્દ્ર સરકારે ગ્રીન સિગ્નલ આપ્યું હતું. પાલિકા અને રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને સોમવારે તાપી નદીની સ્થિતિ અને પ્રોજેક્ટની જરૂરિયાત અંગેની રૂપરેખા દર્શાવતુ પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. . હવે માત્ર નાણામંત્રાલયની ઔપચારિક મંજૂરી બાદ આ વિશાળ પ્રોજેક્ટ માટે કેન્દ્રની મદદ મળવા માટેની ગતિવિધિનો આરંભ થઈ શકશે. આ પ્રોજેક્ટમાં કેન્દ્ર ૬૦ ટકા રકમ, રાજ્ય સરકાર ૨૦ ટકા અને સુરત મહાનગર પાલિકા તથા સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી ૨૦ ટકા રકમ ખર્ચવાની રહેશે.
 
તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટમાં કઈ કઈ મુખ્ય કામગીરી થશે
– રાંદેરથી વરાછા અને વાલક સુધી તાપીનદીમાં જે વરસાદી ગટર, ખાડીના આઉટલેટ છે, તેને ઇન્ટરસેપ્ટરની મદદથી મેલુ પાણી એક સ્થળે એકત્ર કરીને તેને ટ્રીટમેન્ટ કરીને છોડવા માટેનું આયોજન
– વિયરના અપસ્ટ્રીમમાં સુડા હસ્તકના 15 ગામ અને નગરપાલિકાઓમાંથી નીકળતું મેલુ પાણી ટ્રીટમેન્ટ કરીને છોડવા માટેનું પ્લાનિંગ
– કાકરાપારથી કઠોરની વચ્ચે આવતા જિલ્લા પંચાયત હસ્તકના 59 ગામોમાંથી નીકળતુ 59 એમએલડી(મિલિયન લિટર પ્રતિદિવસ) મેલું પાણીગંદા પાણીને ટ્રીટમેન્ટ કરીને નિકાલ કરવા માટેનું આયોજન
–  સુડા( સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી) હસ્તકના ગામોનું 302 એમએલડી પાણી અને સુરત પાલિકાનું 299 એમએલડી પાણી મળી રોજ 660 એમએલડી ગંદુ પાણી નદીમાં ભળે છે, તે શુદ્ધ કરીને પછી નિકાલ કરાશે.
તાપી શુદ્ધિકરણ માટે છેલ્લા ત્રણ મહિનાથી વેગ આવ્યો હતો. સુરત જિલ્લાના પ્રભારી મંત્રી કૌશિક પટેલની આગેવાનીમાં સુરત કલેક્ટરાલયમાં છેલ્લાં ત્રણ મહિનામાં બે બેઠક મળી હતી. અને કઠોરથી વિયર કમ કોઝવે સુધી અપ સ્ટ્રીમમાં ડીસ્લ્ટીંગ કરવાનું નક્કી કર્યુ હતું. જોકે તેમાં બીડ મંગાવ્યા વિના બારોબાર કોન્ટ્રાક્ટ અપાતા વિવાદ થયો અને તે રદ કરી ઓનલાઈન ઓફર મંગાવી પડી. હવે કેન્ર્દ ની મંજૂરી મળતા ચૂંટણી પહેલા કામ શરુ કરી તેનો ભાજપ શાસકો કેટલો એડવાન્ટેજ લે છે તે અને બાદમાં યોજના કેટલી ઝડપી પૂરી થાય છે તે જોવું રહ્યું.