સુરત/ સચિન GIDC માં કેમિકલ ઠાલવવા કાંડ માં વધુ એક ની ધરપકડ

સુરત ક્રાઈમ બ્રાન્ચના પાસેથી મળતી જાણકારી અનુસાર,વર્ષ 2022 માં સચિન જીઆઇડીસી વિસ્તારમાં આવેલ ખાડીમાં કેટલાક શખ્સો દ્વારા ઝેરી કેમિકલ ભરેલ ટેન્કર ઠાલવવામાં આવ્યું હતું.

Gujarat Surat
YouTube Thumbnail 30 સચિન GIDC માં કેમિકલ ઠાલવવા કાંડ માં વધુ એક ની ધરપકડ

@દિવ્યેશ પરમાર 

Surat News:સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાં વર્ષ 2022માં ખાડીમાં અત્યંત ઝેરીયુક્ત કેમિકલ ઠાલવવાના કારણે છ લોકોના કરુણ મોત નિપજવાની ઘટનામાં મુખ્ય આરોપીને સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે અંકલેશ્વર ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આરોપી અગાઉ ગુજસીટોકના ગુનામાં પણ ઝડપાઈ ચુક્યો છે.

સુરત ક્રાઈમ બ્રાન્ચના પાસેથી મળતી જાણકારી અનુસાર,વર્ષ 2022 માં સચિન જીઆઇડીસી વિસ્તારમાં આવેલ ખાડીમાં કેટલાક શખ્સો દ્વારા ઝેરી કેમિકલ ભરેલ ટેન્કર ઠાલવવામાં આવ્યું હતું.ટેન્કરમાંથી પાઇપ દ્વારા ખાડીમાં છોડવામાં આવી રહેલુ ઝેરી કેમિકલ અચાનક ડ્રેનેજ પાઇપમાંથી લીકેજ થયું હતું જેથી તેની અસર વિશ્વા પ્રેમી ડાઇંગ મિલમાં કામ કરતા 25 થી વધુ કામદારોને થઇ હતી અને તેમના શ્વાસ ગૂંગળાવા લાગ્યા હતા ત્યારે કામદારોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ ઘટનામાં ૬ કામદારોના મોત થયા હતા.

આ ઘટના બાદ જીપીસીબી અને એફ એસ.એલની ટિમ ઘટના સ્થળે પોહચી હતી સેમ્પલ લઇ તપાસ હાથ ધરી હતી ત્યારે સુરત પોલીસ કમિશ્નર દ્વારા આ મામલે તાત્કાલિક તપાસના આદેશ આપવામાં આવ્યા હતા જે અનુસંધાને કેમિકલકાંડની ઘટનામાં સુરત ક્રાઈમ બ્રાન્ચે પ્રેમ ઓમ પ્રકાશ ગુપ્તા સહિત 15 આરોપીઓની ધરપકડ કરી હતી.

જેમાં મહારાષ્ટ્રના પાલગર ખાતે આવેલી કેમિકલ બનાવતી કંપનીના સંચાલકોની પણ ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવ્યા હતા. આરોપીઓની પૂછપરછમાં સંદીપ ઓમ પ્રકાશ ગુપ્તાનું નામ બહાર આવ્યું હતું આરોપી છેલ્લા દોઢ વર્ષથી ફરાર હતો ત્યારે કેમિકલ કાંડનો મુખ્ય આરોપી અંકલેશ્વર હોવાની બાતમી પોલીસને મળી હતી જેથી ડીસીબી પોલીસે અંકલેશ્વર પહોચી આરોપીની ધરપડક કરી છે.

સુરત ક્રાઈમ બ્રાન્ચ ના પી.આઈ લલિત વાગડીયાએ જણાવ્યું હતું જે આરોપી સંદીપ ઓમ પ્રકાશ ગુપ્તા વિરુદ્ધ સચિન જીઆઇડીસી કેમિકલ કાંડ ના બે અલગ અલગ ગુના નોંધાયા હતા. જે ગુનામાં આરોપી છેલ્લા દોઢ વર્ષથી ફરાર હતો. ઝડપાયેલા આરોપી સંદીપ ગુપ્તા આસિફ ટામેટા ગેંગ નો સાગરીત છે. એટલું જ નહીં પરંતુ સચિન વિસ્તારમાં પણ માથાભારે અને ટપોરી તરીકેની છાપ ધરાવે છે. આ ઉપરાંત આરોપી વિરુદ્ધ અગાઉ પણ સચિન પોલીસ મથકમાં જુગાર ધારા, પ્રોહીબિશન, ધાકધમકી તેમજ સુરત ક્રાઈમ બ્રાન્ચમાં ગુજ્સીટોક હેઠળ પણ ગુનો નોંધાઈ ચૂક્યો છે.. જે ગુનામાં પણ આરોપીની અગાઉ ધરપકડ થઈ ચૂકી છે. હાલ આરોપીની ધરપકડ કરી સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કોર્ટમાંથી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 સચિન GIDC માં કેમિકલ ઠાલવવા કાંડ માં વધુ એક ની ધરપકડ


આ પણ વાંચો:દીમાંથી પસાર થઈ રહી છે ડાયમંડ ઇન્ડસ્ટ્રી, જાણો શું કહ્યું સુરત ડાયમંડ એસોસિએશને

આ પણ વાંચો: જેતપુરમાં રોડ પર સિક્કાનો વરસાદ, વીણવા લોકોની પડાપડી

આ પણ વાંચો:સુરતની સ્મીમેર હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીને આપના કોર્પોરેટરે તમાચો માર્યો

આ પણ વાંચો:લાલો લોભે લૂંટાય..! માય હેપ્પી લોનના નામે લાખોનું કૌભાંડ