ક્રાઈમ સમાચાર/ 100 કરતા વધુ ગુના આચારનાર ઈરાની ગેંગના 4 ઈસમોની સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે કરી ધરપકડ

સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા અલગ અલગ ગુનામાં ભાગતા ફરતા આરોપીને પકડવાની એક ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. સુરત શહેર તેમજ રાજ્યના અન્ય પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાઓમાં ભાગતા ફરતા આરોપીને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પકડવામાં પણ આવ્યા છે.

Gujarat Others
Untitled 63 2 100 કરતા વધુ ગુના આચારનાર ઈરાની ગેંગના 4 ઈસમોની સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે કરી ધરપકડ

@અમિત રૂપાપરા 

મહારાષ્ટ્ર રાજ્યમાંથી ચોરીની મોટરસાયકલ લઇ લઈ સુરત તેમજ ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લા જેવા કે, અમદાવાદ, ગાંધીનગર, વલસાડ, સાબરકાંઠા, વડોદરા, નડિયાદમાં વૃદ્ધ મહિલા તેમજ પુરુષોને ટાર્ગેટ કરી પોતાની ઓળખ પોલીસ તરીકેની આપી વૃદ્ધ લોકોના ઘરેણા ઉતરાવી. તેમની સાથે છેતરપિંડી કરી ઘરેણા લઈ રફુ ચક્કર થઈ જતી ઈરાની ગેંગના ચાર ઈસમોની ધરપકડ સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી છે. ઈરાની ગેંગ દ્વારા 100 કરતા વધારે ગુનાઓ આચરવામાં આવ્યા છે.

સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા અલગ અલગ ગુનામાં ભાગતા ફરતા આરોપીને પકડવાની એક ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. સુરત શહેર તેમજ રાજ્યના અન્ય પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાઓમાં ભાગતા ફરતા આરોપીને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પકડવામાં પણ આવ્યા છે. ત્યારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે બાતમીના આધારે ઈરાની ગેંગના ચાર ઈસમોની ધરપકડ સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી છે. ઈરાની ગેંગના જે ચાર ઈસમો પકડાયા છે તેમાં અલ્યા ઉર્ફે અલી સૈયદ, મોહમ્મદ ઉર્ફે સાંગા સૈયદ, ગાજી રફીક જાફરી અને જાફર સૈયદ નામના ઈસમનો સમાવેશ થાય છે. ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા આ ચાર ઇસમોની ધરપકડ કરી તેમની પાસેથી બે સ્પોર્ટ બાઈક, સોનાના દાગીના તેમજ એકટીવા સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીની ધરપકડ કરી પૂછપરછ કરતા આરોપીએ કબૂલાત કરી હતી કે, છ મહિના પહેલા અલ્યા નામના આરોપીએ મહારાષ્ટ્રમાંથી બે સ્પોર્ટ બાઇકની ખરીદી કરી હતી અને આ બંને સપોર્ટ બાઈક ચોરીની હતી. ત્યારબાદ તે સ્પોટ બાઈક લઈને સહ આરોપી સાંગા, ગાઝી અને હસન સાથે ગુજરાતમાં અલગ અલગ જગ્યા પર ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ આપતો હતો. સહ આરોપી જાફર મલિક આરોપીઓને અમદાવાદના જુહાપુરામાં તેમજ ભરૂચમાં ભાડાના મકાન રહેવા માટે અપાવતો હતો. આ આરોપીઓએ સાથે મળી વલસાડ, સુરત, આણંદ, અમદાવાદ, સાબરકાંઠા અને નડિયાદ વગેરે શહેરોમાં ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ આપ્યો છે.

Untitled 63 3 100 કરતા વધુ ગુના આચારનાર ઈરાની ગેંગના 4 ઈસમોની સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે કરી ધરપકડ

આરોપીઓની એમઓ એવી હતી કે આરોપી વૃદ્ધ મહિલા અથવા તો પુરુષને ટાર્ગેટ કરતા હતા. બે આરોપીઓ વૃદ્ધ વ્યક્તિ પાસે જતા હતા અને તેમને પોતાની ઓળખ પોલીસ તરીકેની આપતા હતા. ત્યારબાદ આગળ કોઈ ઘટના બની છે તેવું કહી વૃદ્ધ મહિલા અથવા પુરુષે પહેરેલા દાગીના ઉતરાવી રૂમાલમાં પેક કરાવી દેતા હતા અને ત્યારબાદ અન્ય બે ઈસમો આવી આ બે આરોપીઓ પોલીસ જ છે તે પ્રકારે તેમની સાથે વર્તન કરતા હતા. જેથી વૃદ્ધ મહિલા કે, પુરુષને આ બંને પર ભરોસો આવતો હતો અને વૃદ્ધ મહિલા કે પુરુષને આરોપી પોતાની વાતમાં ભોળવી ઓરીજનલ સોનાના દાગીના બાંધેલા રૂમાલનું પેકેટ નકલી દાગીનાના પેકેટ સાથે બદલી લેતા હતા અને ત્યારબાદ ભાગી જતા હતા.

સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા ઈરાની ગેંગના ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીની પૂછપરછમાં ગુજરાતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 22 જેટલા ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. જેમાં મોટાભાગે આરોપીઓ સામે ડુબલીકેટ પોલીસના જ ગુના નોંધાયેલા છે. ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા આરોપી પાસેથી 238.600 ગ્રામના સોનાના દાગીના તેમજ બે સ્પોર્ટ બાઈક, એકટીવા અને iphone સહિત કુલ મળી 15,96,950નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે, છેલ્લા 6 મહિનામાં અમદાવાદ શહેરમાં 20થી વધુ જગ્યાએ, બોપલ, સાણંદ અને ધોળકા ખાતે 10થી વધુ જગ્યાએ, આણંદ, વિદ્યાનગર, ખેડા અને નડિયાદ ખાતે 10થી વધુ જગ્યાએ ઉપરાંત ગાંધીનગર, કલોલ, સાબરકાંઠા અને મહેસાણા જેવી અલગ અલગ જગ્યા ઉપર 10થી વધુ ગુનાઓ ડુબલીકેટ પોલીસની ઓળખ આપી આચર્યા છે.

આ પણ વાંચો:RIP Kazan Khan/અન્ય એક અભિનેતાએ કહ્યું દુનિયાને અલવિદા,  હાર્ટ અટેકે લીધો જીવ

આ પણ વાંચો :નિવેદન/‘લડકી ચીઝ હી ઐસી હૈ…’, ફિલ્મ ‘અજમેર 92’ પર સરવર ચિશ્તીનું વિવાદાસ્પદ નિવેદન

આ પણ વાંચો :Film City Mumbai/હવે ફિલ્મ સિટીને શૂટિંગ માટે મળશે તેનું પોતાનું ‘રેલ્વે સ્ટેશન’

આ પણ વાંચો :WTC Final 2023/ભારતની હાર માટે અનુષ્કા શર્માને કરી ટ્રોલ, હેટર્સે બોલી રહ્યા છે આવા અપશબ્દો

આ પણ વાંચો :વિવાદ/નસીરુદ્દીન શાહે કેમ પાકિસ્તાનના સિંધીઓની માગી માફી? કહ્યું- શું તમે ફાંસીએ ચઢાવી દેશો…