શ્વાનનો આતંક/ SURAT: સુરતમાં પહેલાં રખડતા ઢોર અને હવે કૂતરાંઓનો આતંક, 4 થી વધુ લોકો ઘાયલ

ગ્રામ્ય વિસ્તારોમાં પણ હવે રખડતા શ્વાનનો આતંક દિવસને દિવસે વધી રહ્યો છે. સુરતના બૌધાન ગામેથી આ કિસ્સો સામે આવ્યો છે. જેમાં હડકાયેલા શ્વાને ગામમાં ઘણા બધા લોકોને ઈજા પહોચાડી છે. અને શ્વાનનો આતંક યથાવત રહ્યો છે. આ અગાઉ પણ આવા કિસ્સા સુરતમાંથી સામે આવ્યા છે.

Gujarat Surat
4 30 SURAT: સુરતમાં પહેલાં રખડતા ઢોર અને હવે કૂતરાંઓનો આતંક, 4 થી વધુ લોકો ઘાયલ

સુરત શહેરમાં રખડતા શ્વાનોનો આતંક બંધ થવાનું નામ લેતું નથી. Dog bite થોડા દિવસો અગાઉ ખજોદમાં બાળકીને શ્વાને બચકા ભરતા બાળકીનું મોત નીપજ્યું હતું. આ ઘટના હજુ શમી નથી ત્યાં ફરી સુરતના ગ્રામ્ય વિસ્તારના બૌધાન ગામમાં આવી ઘટના બની છે. આ ઘટનાને લઈને સુરત શહેરમાં તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે.

એકવાર ફરી સુરતના ગ્રામ્ય વિસ્તારમાં શ્વાનનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. Dog bite આ ઘટના બૌધાન ગામમાં બની હોવાનું સામે આવી રહ્યું છે. જેમાં એક શ્વાન હડકાયું થતા ગામમાં ભયનો માહોલ છવાયો હતો, કેમ કે આ હડકવાનો ભોગ બનેલા શ્વાને લોકોને બચકાં ભર્યા હતા. જેમાં  4થી વધુ લોકોને ઈજા પહોચી હતી. અને આ કારણથી જ લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.  આ ઘટનામાં  એક યુવક અને આધેડ સહિત બીજા અનેક લોકો પણ આ શ્વાનના આતંકનો ભોગ બન્યા હતા. જેમાં એક યુવકને સારવાર અર્થે સુરત સિવિલ ખાતે ખસેડાયો હતો.

પહેલાં પણ આવી ઘટના બની હતી

સુરતના ભેસ્તાન વિસ્તારમાં રખડતા શ્વાને 5 વર્ષના બાળકને Dog bite બચકાં ભરી લેતા બાળકને ગંભીર ઈજાઓ થઇ હતી. તેને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવાતા બાળકનું મોત થયું હતું. બાળકના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. બાળકના માતા- પિતાના સિવિલ હોસ્પિટલમાં હૈયાફાટ રુદનથી સમગ્ર સિવિલમાં શોકની લાગણી પ્રસરી હતી. સુરત શહેરમાં રખડતા શ્વાનોનો આતંક બંધ થવાનું નામ લેતું નથી. થોડા દિવસો અગાઉ ખજોદમાં બાળકીને શ્વાને બચકા ભરતા બાળકીનું મોત નીપજ્યું હતું. આ ઘટના હજુ શમી નથી ત્યાં ભેસ્તાન વિસ્તારમાં વધુ એક 5 વર્ષીય બાળકને શ્વાને બચકા ભરીને ફાડી ખાતા તેનું મોત નીપજ્યું છે. આ ઘટનાને લઈને સુરત શહેરમાં તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે.

શ્વાનના આતંકને રોકવા માટે આગળ 2020 મહાનગરપાલિકા એ ઘણા નિર્ણયો લીધેલા છે, પણ તે હજી કાગળ પર જ છે. આ માટે ટેન્ડર પણ કાઢવામાં આવ્યું હતું જેને નામંજૂર કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: ડોગ બાઇટ ઇન્જેક્શન/સુરતઃ સિવિલમાં મેજર ડોગ બાઇટના ઇન્જેક્શન ખુટ્યા રોજના નવા 50થી 60 દર્દીઓ વચ્ચે મુશ્કેલી દર્દીઓને સ્મીમેરમાં મોકલવાની ફરજ પડાઈ શહેરમાં ડોગ બાઈટના કેસમાં સતત વધારો

આ પણ વાંચો: Breaking News/સુરતઃ 30 લોકો એક સાથે ડોગ બાઇટનું ઇન્જેક્શન લેવા પહોંચ્યા શહેરમાં એક જ પરિવારના 30 લોકો ઇન્જેક્શન લેવા પહોંચ્યા પરિવારની યુવતીનું શ્વાન કરડવાથી થયું હતુ મોત છ માસ પહેલા કુતરાએ બચકા ભર્યા હતા