Not Set/ સુરત/ પાંચ રૂપિયાના પતંગની લાલચમાં ગુડ્ઝ ટ્રેન નીચે આવી જતાં બાળકે ગુમાવ્યા પગ

સુરતના ઉધનામાં પતંગ પકડવા જતાં 11 વર્ષનો એક બાળક ટ્રેન નીચે આવી  જતા તેનો પગ કપાઈ ગયો છે. 4 બાળકો પતંગ પકડવા ગયા હતા. જે પૈકી આ બાળક અકસ્માતનો ભોગ બન્યો છે. પગ કપાયા બાદ તેને સુરત સિવિલમાં ખસેડવામાં આવ્યો છે. ઈમામ નામનો આ છોકરો છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરે છે. પોતાની બહેનના ઘરે સામાન મુકી […]

Gujarat Surat
surat balak સુરત/ પાંચ રૂપિયાના પતંગની લાલચમાં ગુડ્ઝ ટ્રેન નીચે આવી જતાં બાળકે ગુમાવ્યા પગ

સુરતના ઉધનામાં પતંગ પકડવા જતાં 11 વર્ષનો એક બાળક ટ્રેન નીચે આવી  જતા તેનો પગ કપાઈ ગયો છે. 4 બાળકો પતંગ પકડવા ગયા હતા. જે પૈકી આ બાળક અકસ્માતનો ભોગ બન્યો છે. પગ કપાયા બાદ તેને સુરત સિવિલમાં ખસેડવામાં આવ્યો છે. ઈમામ નામનો આ છોકરો છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરે છે. પોતાની બહેનના ઘરે સામાન મુકી મિત્રો સાથે કપાયેલા પતંગ પકડવા માટે ઘરે કોઈને કહ્યા વગર તે નીકળ્યો હતો. ત્રણ બહેન અને બે ભાઈઓમાં સૌથી નાના ઈમામ તેના ચારેક બાળ મિત્રો સાથે ઉધના રેલવે લાઈન પર પતંગ પકડવાની લ્હાયમાં આમ તેમ દોડતો હતો. અને  તે દરમિયાન ગુડ્ઝ ટ્રેનની અડફેટે આવી ગયો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર લિંબાયત વિસ્તારમાં આવેલા રામનગરમાં રહેતા ઈમામ ઈસ્લામ શેખ (ઉ.વ.આ.11) છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરે છે. ઈમામ બહેનના ઘરે સામાન મુકી મિત્રો સાથે કપાયેલા પતંગ પકડવા માટે ઘરે કોઈને કહ્યા વગર નીકળી ગયો હતો. ત્રણ બેન અને બે ભાઈઓમાં સૌથી નાનો ઈમામ તેના ચારેક બાળ મિત્રો સાથે ઉધના રેલવે લાઈન પર પતંગ પકડવાની લ્હાયમાં આમ તેમ દોડતો હતો તે દરમિયાન ઈમામ ગુડ્ઝ ટ્રેનની અફડેફેટે આવી ગયો હતો. જેમાં ઈમામના પગ કપાઈ ગયો છે.

આ સમગ્ર ઘટનાને નજરો જોનારા તેના મિત્રોએ ઈમામના ઘરે જાણ કરતાં ભાગદોડ મચી ગઈ હતી. ઈમામને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

મળતી વિગતો અનુસાર ઈમામના પિતા સિક્યુરિટી ગાર્ડ તરીકે ખાનગી કંપનીમાં નોકરી કરે છે. જયારે  ઈમામ નગર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે. એક પગનું જોઈન્ટ ઓપરેશન કરવા સિવિલના ડોક્ટરોએ તૈયારી દર્શાવી છે. જો કે હાલ પણ ઈમામની હાલત ગંભીર હોવાનું કહેવાઈ રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… 

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.