Not Set/ સુરત: ડિંડોલી બ્રિજ પર હીટ એન્ડ રનની ઘટના, ત્રણનાં મોત-બે ગંભીર

સુરત સુરતમાં ડિંડોલી વિસ્તારના નવા ગામ બ્રિજ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મિત્સુબિસી પજેરો ગાડીમાં સવાર ચાલકે ત્રણ મોટરસાઈકલને અડફેટે લેતા ત્રણના કરુણ મોત નીપજ્યાં છે અને એકને ગંભીર ઇજા થઈ હતી. મૃતકોમાં એક યુવતી, મહિલા, કડોદરા અને ડિંડોલીના યુવાન અને આધેડના મોત થયા હતા. અકસ્માતમાં એક મહિલા અને બે પુરૂષતો પુલ પરથી ઉછળી 30 […]

Top Stories Gujarat Trending
vadodara 6 સુરત: ડિંડોલી બ્રિજ પર હીટ એન્ડ રનની ઘટના, ત્રણનાં મોત-બે ગંભીર

સુરત

સુરતમાં ડિંડોલી વિસ્તારના નવા ગામ બ્રિજ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મિત્સુબિસી પજેરો ગાડીમાં સવાર ચાલકે ત્રણ મોટરસાઈકલને અડફેટે લેતા ત્રણના કરુણ મોત નીપજ્યાં છે અને એકને ગંભીર ઇજા થઈ હતી.

મૃતકોમાં એક યુવતી, મહિલા, કડોદરા અને ડિંડોલીના યુવાન અને આધેડના મોત થયા હતા. અકસ્માતમાં એક મહિલા અને બે પુરૂષતો પુલ પરથી ઉછળી 30 ફૂટ નીચે પટકાતા ઘટનાસ્થળે જ મોત થયા હતાં.

મળી રહેલી જાણકારી અનુસાર, આ કારમાં કુલ પાંચથી છ લોકો સવાર હતા. કાર ચાલક ઘોડાદરાના સરપંચનો પુત્ર હોવાનું સામે આવ્યું છે. ડીંડોલી પોલીસ સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચીને આ બાબતે કેસ નોંધીને તપાસની ધમધમાટી બોલાવી છે. મળતી માહિતી અનુસાર કાર ચાલકનું નામ દિવ્યેશ જણાવવામાં આવી રહ્યો છે.

જ્યારે એક યુવતીનું બ્રિજ પર મોત થયું. રવિવારે રજાના દિવસે ડિંડોલીના નવાગામ બ્રિજ પર આવા જ એક અન્ય અકસ્માતમાં ચાલકે ઓવરટેક કરવા જતાં ત્રણેક જેટલી બાઈકોને અડફેટે લેતા ત્રણના મોત થયા હતા.