સુરત/ ડાયમંડ સીટીમાં બનાવવામાં આવી રામમંદિર થીમ પર વિશાળકાય રંગોળી, જુઓ

મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ 14 વર્ષના વનવાસ બાદ જ્યારે અયોધ્યામાં પરત ફર્યા હતા. ત્યારે અયોધ્યા નગરીમાં ભવ્ય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું

Gujarat Surat
YouTube Thumbnail 2023 11 08T135000.900 ડાયમંડ સીટીમાં બનાવવામાં આવી રામમંદિર થીમ પર વિશાળકાય રંગોળી, જુઓ

@અમિત રૂપાપરા 

Surat News: દિવાળીના તહેવારને લઈને દેશભરના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે દિવાળીના તહેવારને ભગવાન રામ સાથે પણ જોડવામાં આવતો હોય છે. તેને જ લઈને સુરતમાં 3,500 સ્ક્વેર ફૂટમાં ભગવાન રામ, લક્ષ્મણ, જાનકી અને પવનપુત્ર હનુમાનની સાથે ભવ્ય રામ મંદિરની પ્રતિકૃતિ રંગોળી સ્વરૂપે બનાવવામાં આવી છે. અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ દ્વારા આ રંગોળી તૈયાર કરવામાં આવી છે અને 1000 કિલો નેચરલ કલરનો ઉપયોગ આ રંગોળી બનાવવામાં કરવામાં આવ્યો છે.

Untitled 6 4 ડાયમંડ સીટીમાં બનાવવામાં આવી રામમંદિર થીમ પર વિશાળકાય રંગોળી, જુઓ

મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ 14 વર્ષના વનવાસ બાદ જ્યારે અયોધ્યામાં પરત ફર્યા હતા. ત્યારે અયોધ્યા નગરીમાં ભવ્ય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેવામાં હવે જ્યારે રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે અને રામ ભગવાન પરત પોતાના ભવ્ય મંદિરમાં પરત ફરી રહ્યા છે. ત્યારે ફરી એક વખત દેશમાં ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે અને તેના જ ભાગરૂપે સુરતમાં 3,500 સ્ક્વેર ફૂટમાં રામ મંદિરની પ્રતિકૃતિ સાથે વિશાળ રંગોળી તૈયાર કરવામાં આવી છે.

Untitled 6 5 ડાયમંડ સીટીમાં બનાવવામાં આવી રામમંદિર થીમ પર વિશાળકાય રંગોળી, જુઓ

આ રંગોળી તૈયાર કરવા માટે અગ્રવાલ વિકાસ ટ્રસ્ટના 26 જેટલા યુવાનો દ્વારા પાંચથી છ દિવસ સુધી મહેનત કરવામાં આવી છે. 18 પ્રકારના 1000 કિલો નેચરલ કલરનો ઉપયોગ ભવ્ય રામ મંદિરની રંગોળી તૈયાર કરવામાં આવ્યો છે. 3,500 સ્ક્વેર ફૂટમાં તૈયાર કરવામાં આવેલી રામ મંદિરની રંગોળીમાં ભગવાન શ્રીરામ, લક્ષ્મણ, માતા જાનકી અને પવનપુત્ર હનુમાનજીની પ્રતિકૃતિ પણ દર્શાવવામાં આવી છે અને આ પ્રતિકૃતિ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહી છે.


whatsapp ad White Font big size 2 4 ડાયમંડ સીટીમાં બનાવવામાં આવી રામમંદિર થીમ પર વિશાળકાય રંગોળી, જુઓ


આ પણ વાંચો:બોપલમાં રહેતા પરિવારને થયો કડવો અનુભવ, ડ્રાય ફ્રુટ્સના બંધ પેકેટમાંથી નીકળી ઇયળો

આ પણ વાંચો:રાજ્યમાં હાર્ટ એટેકથી 24 કલાકમાં 6 વ્યક્તિના મોત

આ પણ વાંચો:બોપલમાં કુરિયર બોય બની આવેલ શખ્શોએ ચાકુની અણીએ ચલાવી લૂંટ

આ પણ વાંચો:રાજકોટમાં ફટાકડા ફોડવા બાબતે યુવકને રહેંસી નાખ્યો