Not Set/ સુરત: બે કલાકમાં નવજાત શિશુનો પાસપોર્ટ કરાયો ઈશ્યુ,જાણો કેવી રીતે બન્યું શક્ય

સુરત, સુરતમાં એક નવજાત શિશુનો પાસપોર્ટ ઇશ્યુ કરવામાં આવ્યો છે. આ પાસપોર્ટ ફક્ત બે કલાકમાં જ ઇશ્યું કરવામાં આવ્યો હતો. નાના વરાછા વિસ્તારની આ ઘટના છે. કે જ્યાં માતાએ એક નવજાત શિશુને જન્મ આપ્યો હતો. જન્મ બાદ બે કલાકમાં તેના નામના પુરાવા બનાવવામાં આવ્યા હતા. જેમાં આધારકાર્ડ, પાસપોર્ટ અને રેશનકાર્ડનો સમાવેશ થાય છે. મહત્વનું છે […]

Top Stories Gujarat Surat Videos
mantavya 120 સુરત: બે કલાકમાં નવજાત શિશુનો પાસપોર્ટ કરાયો ઈશ્યુ,જાણો કેવી રીતે બન્યું શક્ય

સુરત,

સુરતમાં એક નવજાત શિશુનો પાસપોર્ટ ઇશ્યુ કરવામાં આવ્યો છે. આ પાસપોર્ટ ફક્ત બે કલાકમાં જ ઇશ્યું કરવામાં આવ્યો હતો. નાના વરાછા વિસ્તારની આ ઘટના છે. કે જ્યાં માતાએ એક નવજાત શિશુને જન્મ આપ્યો હતો.

જન્મ બાદ બે કલાકમાં તેના નામના પુરાવા બનાવવામાં આવ્યા હતા. જેમાં આધારકાર્ડ, પાસપોર્ટ અને રેશનકાર્ડનો સમાવેશ થાય છે. મહત્વનું છે કે, આધારકાર્ડ કરાવવા માટે આઇ સ્કેન કરવી ફરજિયાત હોય છે. જેથી આ બેબીને આઇ સ્ક્રેન માટે જગાડવામાં આવી હતી અને તેની આઇ સ્ક્રેન કરવામાં આવી હતી.

બાળકીનાના જન્મની સાથે જ અકંતિ તેનું નામ ‘નાભ્યા’ રાખી દીધું હતું અને વરાછા ઝોનમાંથી તેનું જન્મનું પ્રમાણપત્ર મેળવી લીધું હતું. આ માટે હોસ્પિટલનું સર્ટિફિકેટ ઓછું પડતાં તેને વોટ્સએપ પર મંગાવીને પાલીકા કર્મીને આપી દીધું હતું. નાભ્યાનો જન્મ સવારે 10:30 વાગ્યે થયો હતો.

બર્થ સર્ટિફિકેટ મળતાની સાથે જ બાળકીને પિતા તેને લઈને આધારકાર્ડ સેન્ટર ખાતે પહોંચી ગયા હતા અને તેનું આધાર કાર્ડ મેળવી લીધું હતું. આ સમયે એક સમસ્યા એવી થઈ હતી કે બાળકી ઉંઘી રહેલી હોવાથી આઈસ્કેન માટે મુશ્કેલી પડી હતી. આ માટે બાળકી મહામહેનતે ઉંઘમાંથી જગાડવામાં આવી હતી.

એટલું જ નહીં જન્મની 10 જ મિનિટમાં પાસપોર્ટ મેળવી લેવા માટે ઓનલાઇન એપોઈન્ટમેન્ટ મેળવી લેવામાં આવી હતી. આ માટે તેમને અડધા કલાકમાં જ અપોઈન્ટમેન્ટ મળી ગઈ હતી. નાના બાળકોને પોલીસ વેરિફિકેશન તેમજ અન્ય છૂટછાટને પગલે થોડીવારમાં તેનો ઓનલાઇન પાસપોર્ટ ઈશ્યૂ કરી દેવામાં આવ્યો હતો.