Not Set/ સુરત: સ્વાઇન ફ્લૂનો ભરડો,25 કેસ પોઝીટીવ, ઝાડા, ઉલ્ટી, ટાઇફોઇડ, મલેરીયાના કેસોમાં વધારો

સુરત, સુરતમા સ્વાઇનફલુની સાથોસાથ અન્ય રોગચાળાએ પણ માથુ ઉચક્યુ છે. સુરતમાં સ્વાઇન ફલુના 25 પોઝિટિવ કેસ નોધાયા છે તો સાથોસાથ બે ના મોત નીપજી ચુકયા છે. તો બીજી તરફ ઝાડા ઉલ્ટી, ટાઇફોડ, કમળો, મેલેરીયા તથા ડેન્ગ્યુના કેસોમા પણ નોંધપાત્ર વધારો નોંધાયો છે.સુરત શહેરમા સ્વાઇન ફલુના કેસોમા દિનપ્રતિદિન નોંધપાત્ર વધારો નોંધાય રહ્યો છે. સ્વાઇન ફલુના કેસોમા […]

Top Stories Surat
mantavya 288 સુરત: સ્વાઇન ફ્લૂનો ભરડો,25 કેસ પોઝીટીવ, ઝાડા, ઉલ્ટી, ટાઇફોઇડ, મલેરીયાના કેસોમાં વધારો

સુરત,

સુરતમા સ્વાઇનફલુની સાથોસાથ અન્ય રોગચાળાએ પણ માથુ ઉચક્યુ છે. સુરતમાં સ્વાઇન ફલુના 25 પોઝિટિવ કેસ નોધાયા છે તો સાથોસાથ બે ના મોત નીપજી ચુકયા છે.

તો બીજી તરફ ઝાડા ઉલ્ટી, ટાઇફોડ, કમળો, મેલેરીયા તથા ડેન્ગ્યુના કેસોમા પણ નોંધપાત્ર વધારો નોંધાયો છે.સુરત શહેરમા સ્વાઇન ફલુના કેસોમા દિનપ્રતિદિન નોંધપાત્ર વધારો નોંધાય રહ્યો છે.

સ્વાઇન ફલુના કેસોમા ધરખમ વધારો નોંધાયો છે તેને લઇને હવે આરોગ્ય વિભાગની ટીમ પણ દોડતી થઇ છે.  આરોગ્ય વિભાગ દ્વારા રેપિડ રિસ્પોન્સ ટીમ તૈયાર કરવામા આવી છે.

જે રીતે સ્વાઇન ફલુના કેસોમા ધરખમ વધારો નોંધાયો છે તેને લઇને હવે આરોગ્ય વિભાગની ટીમ પણ દોડતી થઇ છે.  આરોગ્ય વિભાગ દ્વારા રેપિડ રિસ્પોન્સ ટીમ તૈયાર કરવામા આવી છે. આ ટીમમા મેડિકલ ઓફિસરનો સમાવેશ કરવામાં આવ્યો છે.

જ્યા પણ સ્વાઇન ફલુના કેસો નોંધાયા હોય ત્યા તેમના પરિવારજનો તેમજ આસપાસના પાડોશીઓની તપાસ હાથ ધરવામા આવી રહી છે. આ ઉપરાત ઉધના, ડિંડોલી તથા પાંડેસરા  વિસ્તારોમા ટેમી ફલુની દવાનુ વિતરણ પણ કરવામા આવી રહ્યુ છે.

રોજેરોજના ડેટા એનાલાઇસિસ કરી જ્યા પણ મેડિકલ ટીમની જરુર હોય ત્યા તાત્કાલિક ધોરણે મોકલી આપી તપાસ કરવામા આવી રહી છે. સિવિલ હોસ્પિટલ તથા સ્મીમેર હોસ્પિટલમા સ્વાઇન ફલુનો અલાઇદુ રુમ તૈયાર કરવામા આવ્યો છે.સ્વાઇન ફલુની સાથે શહેરમા અન્ય રોગચાળાએ પણ માથુ ઉચક્યુ છે.

છેલ્લા બે માસની વાત કરીએ તો ઝાડા ઉલ્ટીના 306, ટાઇફોડના 104, કમળો ના 107. મેલેરિયાના 1197 તથા ડેન્ગ્યુના 62 જેટલા કેસો નોંધાયા છે. સૌથી વધુ પાણી જન્ય રોગ એવા મેલેરિયાનો રોગચાળાનો ફેલાવો થયો છે.

જ્યા પણ પાણીના ભરાવા કે ગંદકી દેખાતી હોય ત્યા તુંરત જ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પગલા ભરી સાફસફાઇ કરી દેવામા આવી છે.હાલ આ તમામ રોગચાળા પર કાબુ મેળવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા કમરકસવામા આવી રહી છે. તો જોવુ એ રહ્યુ કે એસએમસી દ્વારા લેવાયેલા પગલા રોગચાળા પર કાબૂ મેળવવામા સફળ થાય છે કે કેમ..