Not Set/ લીંબડી – રાજકોટ હાઇવે ફરી રક્તરંજીત/ કાર ચાલકે કાબુ ગુમાવતા  સર્જાયો અકસ્માત, ત્રણ લોકોના ઘટના સ્થળે મોત

સાંગાણી ગામના પાટિયા પાસે અકસ્માત કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા કારે મારી પલટી બે મહિલા સહીત ત્રણ વ્યક્તિના નિપજ્યા મોત અન્ય એક વ્યક્તિવને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડાયા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી ગુજરાતમાં તેમાય ખાસ કરીને રાજકોટ અમદાવાદ હાઇ વે પર છાસવારે ગમ્ખવાર અકસ્માતની હાર માળા જોવા મળે છે. ચોટીલા […]

Gujarat Others
abhijit 17 લીંબડી - રાજકોટ હાઇવે ફરી રક્તરંજીત/ કાર ચાલકે કાબુ ગુમાવતા  સર્જાયો અકસ્માત, ત્રણ લોકોના ઘટના સ્થળે મોત
  • સાંગાણી ગામના પાટિયા પાસે અકસ્માત
  • કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા કારે મારી પલટી
  • બે મહિલા સહીત ત્રણ વ્યક્તિના નિપજ્યા મોત
  • અન્ય એક વ્યક્તિવને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડાયા
  • પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી

ગુજરાતમાં તેમાય ખાસ કરીને રાજકોટ અમદાવાદ હાઇ વે પર છાસવારે ગમ્ખવાર અકસ્માતની હાર માળા જોવા મળે છે. ચોટીલા પાસે કાર ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો છે. જેમાં એક મહિલા અને બે પુરુષનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે. જયારે એક એક બાળકીનો આબાદ બચાવ થયો છે. તો અન્ય એક મહિલા ઇજાગ્રસ્ત છે.

abhijit 18 લીંબડી - રાજકોટ હાઇવે ફરી રક્તરંજીત/ કાર ચાલકે કાબુ ગુમાવતા  સર્જાયો અકસ્માત, ત્રણ લોકોના ઘટના સ્થળે મોત

પ્રાપ્ત વિગતો અનુસાર  રાજકોટ અમદાવાદ હાઇ વે પર ચોટીલા પાસે સાંગાણી ગામના પાટિયા પાસે કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો છે. અને કાર નજીકના નાળા સાથે અથડાઈ હતી.  બંન્ને ઇજાગ્રસ્તોને હૉસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. મહત્વનું છે કે, આ કાર નાળા સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર દેવભૂમિ દ્વારકા જિલ્લાના DRDAના નિયામક તરીકે ફરજ બજાવતા અશોક વાઘેલા પરિવાર સાથે ખંભાળીયાથી પાલનપુર જઈ રહ્યા હતા ત્યારે તેમની કારનો ચોટીલા નજીક અકસ્માત થયો હતો. જેમાં બે મહિલા સહિત ત્રણના મોત થયા હતા જ્યારે એક બાળકીનો ચમત્કારિક બચાવ થયો છે. તેમજ અન્ય એક મહિલા ઇજાગ્રસ્ત છે. હાલ બંન્ને ઇજાગ્રસ્તોને હૉસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. આ અકસ્માતને પગલે સ્થાનિકો એકઠા થયા હતાં. ત્યાર બાદ પોલીસ અને 108ની ટીમને પણ જાણ કરવામાં આવતા પોલીસે મૃતદેહોનો કબજો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ કારમાં જામનગરનાં પાંચ લોકો જઇ રહ્યાં હતાં. આ પરિવાર જામનગરથી પાલનપુર જતો હતો. તે દરમિયાન ચોટીલા બળદેવ હોટલ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ કારમાં જામનગરનાં પાંચ લોકો જઇ રહ્યાં હતાં. આ પરિવાર જામનગરથી પાલનપુર જતો હતો.

આ અકસ્માતને પગલે સ્થાનિકોના ટોળા એકઠા થયા હતાં. અને પોલીસ અને 108ની ટીમને પણ જાણ કરવામાં આવી હતી.

સુરેન્દ્રનગરઃ લીંબડી અમદાવાદ હાઈવે ઉપર કાર અને ડમ્પર ચાલક વચ્ચે અકસ્માત

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉ પણ લીંબડી અમદાવાદ હાઇવે પર અમદાવાદના એક મેકઅપઆર્ટીસ્ટ ના પરિવારને અકસ્માત નડ્યો હતો અને પાંચ સભ્યોના મોત થયા હતા.  પરિવાર વીંખાઈ ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.