Not Set/ સુરેન્દ્રનગર: નર્મદા કેનાલમાં ગાબડું પડતાં બે ગામોનો સંપર્ક તૂટીયો, શાળા બંધ

સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગરની નર્મદા કેનાલમાં ગાબડું પડ્યું છે. કેનાલમાં ગાબડું પડતાં બે ગામો સંપર્કવિહોણા થઇ ગયા છે. કેનાલમાં ગાબડુ પડતાં પાંચ કિલોમીટર સુધીના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. જેથી ખેડૂતોના ઉભા પાકને નુકસાન થયું છે. મળતી માહીતી મુજબ વઢવાણના માળોદ અને વાઘેલા કેનાલ વચ્ચે ગાબડું પડ્યું છે. આ ગાબડું 30 ફૂટનું છે. જેથી આ કેનાલમાં ભરેલી […]

Top Stories Gujarat Others Videos
mantavya 283 સુરેન્દ્રનગર: નર્મદા કેનાલમાં ગાબડું પડતાં બે ગામોનો સંપર્ક તૂટીયો, શાળા બંધ

સુરેન્દ્રનગર,

સુરેન્દ્રનગરની નર્મદા કેનાલમાં ગાબડું પડ્યું છે. કેનાલમાં ગાબડું પડતાં બે ગામો સંપર્કવિહોણા થઇ ગયા છે. કેનાલમાં ગાબડુ પડતાં પાંચ કિલોમીટર સુધીના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. જેથી ખેડૂતોના ઉભા પાકને નુકસાન થયું છે.

મળતી માહીતી મુજબ વઢવાણના માળોદ અને વાઘેલા કેનાલ વચ્ચે ગાબડું પડ્યું છે. આ ગાબડું 30 ફૂટનું છે. જેથી આ કેનાલમાં ભરેલી પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યું છે. એટલું જ નહીં આ કેનાલમાં ગાબડું પડતાં આજુબાજુની શાળાઓને પણ અસર પડી છે. જેથી શાળાઓ પણ બંધ કરી દેવામાં આવી છે.

આ પાણી ગામમાં ફરી વળતા સરપંચ પણ પાણીમાં ફસાઇ ગયા છે. ઉલ્લેખનીય છે કે આટલું મસમોટું ગાબડું પડતાં તંત્રના કામગીરી સામે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. તેમજ કેનાલ બનાવવામાં ભષ્ટ્રચાર થયો હોય તેમ લાગી રહ્યું છે.

મહત્વનું છે કે, હજુ પણ એવી કેટલીય કેનાલો છે જે પાણીથી છલોછલ ભરેલી છે અને તિરોડો પણ છે. જેથી આવનારા દિવસમાં કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત્ રહે તો કોઇ નવાઇ નહિ.