Cricket/ સુરેશ રૈના અને હરભજન સિંહ CSK તરફથી નહી રમે? જાણો વિગત

ત્રણ વખતનાં આઈપીએલ વિજેતા ચેન્નઈ સુપર કિંગ્સે મોટો નિર્ણય લેતા વરિષ્ઠ અને ખાસ ખેલાડી સુરેશ રૈનાને ચાલુ વર્ષે ઇન્ડિયન પ્રીમિયર લીગ માટે જાળવી રાખ્યો છે…..

Sports
sssss 124 સુરેશ રૈના અને હરભજન સિંહ CSK તરફથી નહી રમે? જાણો વિગત

ત્રણ વખતનાં આઈપીએલ વિજેતા ચેન્નઈ સુપર કિંગ્સે મોટો નિર્ણય લેતા વરિષ્ઠ અને ખાસ ખેલાડી સુરેશ રૈનાને ચાલુ વર્ષે ઇન્ડિયન પ્રીમિયર લીગ માટે જાળવી રાખ્યો છે. રૈના લીગની 13 મી સીઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સની ટીમની સાથે યુએઈ ગયો હતો, પરંતુ અંગત કારણો જણાવીને કોઈ મેચ રમ્યા વિના ભારત પાછો ગયો હતો. રૈનાનાં આ નિર્ણય બાદ તેની અને ટીમ મેનેજમેંટ વચ્ચે ગરમ માહોલ થયાનાં સમાચાર આવ્યા છે. ગયા વર્ષે 15 ઓગસ્ટ 2020 નાં રોજ મહેન્દ્રસિંહ ધોની નિવૃત્ત થયાનાં ટૂંક સમયમાં જ નિવૃત્તિની ઘોષણા કરીને બેટ્સમેને બધાને આશ્ચર્યચકિત કર્યા હતા.

‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’ સાથે વાત કરતા સીએસકેનાં એક અધિકારીએ કહ્યું, ‘હા, અમે સુરેશ રૈનાને જાળવી રાખીએ છીએ અને એમએસ ધોની ટીમનો કેપ્ટન રહેશે. ટીમે અનુભવી ઓફ સ્પિનર ​​હરભજન સિંહનો કરાર આજે નવી સીઝન માટે વધાર્યો ન હતો, જેના કારણે હવે ભજ્જીને હવે આગામી સીઝનમાં નવી ટીમ સાથે રમતા જોઈ શકાશે. હરભજનસિંહે તેના ટ્વિટર હેન્ડલ પરથી લખ્યું કે, ‘મારો કરાર ચેન્નઈથી સમાપ્ત થાય છે. આ ટીમ સાથે રમવું એ એક મહાન અનુભવ છે. બે વર્ષની મુસાફરી ઉત્તમ રહી, આ દરમિયાન ઘણા નવા મિત્રો બન્યા. સ્ટાફ, ટીમ મેનેજમેન્ટ અને ચાહકોનો આભાર. વર્ષ 2020 માં રમાયેલી આઇપીએલમાં હરભજને ભાગ લીધો ન હતો. અંગત કારણો જણાવીને તેણે પોતાનું નામ પાછું ખેંચી લીધું હતુ.

આ સિવાય કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે, ચેન્નઈ સુપર કિંગ્સે લેગ સ્પિનર ​​પિયુષ ચાવલા અને ઓપનર મુરલી વિજયને આગામી હરાજી માટે મુક્ત કર્યા છે. ચાવલાને ટીમે 2019 માં 6.75 કરોડ રૂપિયા ખર્ચ કરીને ખરીદ્યો હતો. મુરલી વિજયને ટીમે 2018 માં ખરીદ્યો હતો, પરંતુ ત્યારબાદ તેણે પોતાના પ્રદર્શનથી ટીમ મેનેજમેન્ટને નિરાશ કર્યા છે. ઇન્ડિયન પ્રીમિયર લીગની બીજી સૌથી સફળ ટીમ, ચેન્નાઈ સુપર કિંગ્સ ગયા વર્ષે યુએઈમાં રમાયેલી આઈપીએલનાં પ્રદર્શનથી નિરાશ થઈ ગઈ હતી. ટીમે પ્રથમ વખત પ્લે ઓફ માટે ક્વોલિફાય પણ કર્યું નહોતુ. આ વખતે ટીમ નવી સીઝન પહેલા હરાજીમાં કેટલાક ખેલાડીઓ ખરીદવાનો પ્રયાસ કરી રહી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો